Vav -Tharad: રામપુરા પાટિયા પાસે કારે બાઇકને ધડાકાભેર ટક્કર મારી, સીસીટીવીમાં કેદ થઈ કાળજું ધ્રુજાવતી ઘટના
બનાસકાંઠા જિલ્લાના ડીસા-થરાદ હાઈવે પર આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ડીસા નજીક આવેલા રામપુરા પાટિયા પાસે પૂરઝડપે દોડતી એક કારે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.ડીસા-થરાદ હાઈવે પર અકસ્માત પ્રાપ્ત વિગતો મુજબ, રામપુરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલા બાઇક સવારને સામેથી આવી રહેલી બેકાબૂ કારે અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક હવામાં ઊંચે સુધી ફંગોળાયો હતો અને રોડ પર પટકાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બાઇક ચાલકે સ્થળ પર જ દમ તોડ્યો હતો.CCTV ફૂટેજ આવ્યા સામેઆ સમગ્ર હૃદયદ્રાવક અકસ્માત નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ચાલકે કેટલી બેદરકારીથી બાઇકને ટક્કર મારી હતી. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ અને અરેરાટી જોવા મળી રહી છે.ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.આ પણ વાંચો: Ankleshwar: GIDCમાં અકસ્માતોની વણઝાર, ગટ્ટુ ચોકડી પાસે રોડ પર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા
Read Full Story arrow_forward