android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે રહસ્ય ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા
calendar_today February 20, 2026

Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે રહસ્ય ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા

વલસાડ જિલ્લાના પારડીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 11 વર્ષના એક માસૂમ બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને બાળકના મોત પાછળના કારણોને લઈને અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.પારડીમાં બાળકનું ડૂબી જવાથી મોતપ્રાપ્ત વિગતો અનુસાર, બાળક સવારે રાબેતા મુજબ શાળાએ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે, સાંજ સુધી તે ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને તેની શોધખોળ શરૂ કરી હતી.પરિવારજનોને શોધખોળ દરમિયાન પારડી તળાવના કિનારેથી બાળકની સ્કૂલ બેગ અને ચપ્પલ મળી આવ્યા હતા.બાળકના મોતને લઈને અનેક તર્ક-વિતર્કઆ જોતા કોઈ અઘટિત ઘટના બની હોવાની આશંકાએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.બાળકના મોતને લઈને હાલ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. આ અકસ્માત છે કે અન્ય કોઈ કારણ, તે અંગે રહસ્ય ઘેરાયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Valsad : રોલા ગામે બે કાર વચ્ચે અકસ્માત, બંને કાર ચાલક વચ્ચે બોલાચાલી

Read Full Story arrow_forward
Ahmedabad: નવા વાડજમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર, એક કાર પલટી ગઈ
calendar_today February 20, 2026

Ahmedabad: નવા વાડજમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર, એક કાર પલટી ગઈ

શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલ નેશનલ હેન્ડલૂમ પાસે મોડી રાત્રે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી બે કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત એટલો ભયાનક હતો કે એક કાર રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી.નવા વાડજ નેશનલ હેન્ડલુમ પાસે અકસ્માત નવા વાડજ પાસે બે કારચાલકોએ નિયંત્રણ ગુમાવતા બંને વાહનો સામસામે અથડાયા હતા. ટક્કર લાગતાની સાથે જ એક કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે આસપાસના રહીશો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં કારચાલકને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.કાર પલટી જતા કાર ચાલક ઈજાગ્રસ્ત રાહતની વાત એ છે કે, આટલી મોટી ટક્કર અને કાર પલટી જવા છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Valsad: પારડીમાં 11 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જવાથી મોત, પોલીસે રહસ્ય ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા

Read Full Story arrow_forward
Vadodara : આજવામાં તસ્કરોનો તરખાટ, અમરદીપ બંગ્લોઝમાં 13 દિવસમાં 4 વખત તસ્કરો ત્રાટક્યા
calendar_today February 20, 2026

Vadodara : આજવામાં તસ્કરોનો તરખાટ, અમરદીપ બંગ્લોઝમાં 13 દિવસમાં 4 વખત તસ્કરો ત્રાટક્યા

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી અમરદીપ બંગલોઝ સોસાયટીમાં તસ્કરો દ્વારા વારંવાર ચોરીની ઘટનાઓ અંજામ આપવામાં આવતા રહીશો ભયભીત બન્યા છે. માત્ર 13 દિવસના ગાળામાં ચાર વખત તસ્કરો ત્રાટકતા સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે.અમરદીપ બંગલોઝ સોસાયટીમાં તસ્કરોનો તરખાટ માહિતી મુજબ, આજવા રોડ પર આવેલી અમરદીપ બંગલોઝ સોસાયટીમાં અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે ઘરોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો દ્વારા રોકડ રકમ અને કિંમતી સામાન પર હાથ ફેરવાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કેટલાક શંકાસ્પદ શખ્સોની હલચલ કેદ થઈ હોવાનું જાણવા મળે છે. સોસાયટીના રહીશોએ આ ફૂટેજ પોલીસને સુપરત કર્યા છે. સતત બનતી ચોરીની ઘટનાઓને કારણે રહીશોમાં ભયનો માહોલ છે અને રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. તાત્કાલિક કડક પગલાં લેવા માગરહીશોએ પોલીસ તંત્રને તાત્કાલિક કડક પગલાં લેવા અને વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરી છે. સતત ચાર વાર તસ્કરો દ્વારા ચોરી કરાતા જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકવામાં આવી હોય તેવી ચર્ચા શહેરમાં જોર પકડી રહી છે. આ પણ વાંચો-----     Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર

Read Full Story arrow_forward