android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: દાહોદ, ભરૂચ અને વડોદરામાં કમોસમી વરસાદ, ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ
calendar_today February 20, 2026

Vadodara: દાહોદ, ભરૂચ અને વડોદરામાં કમોસમી વરસાદ, ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ

રાજ્યના વાતાવરણમાં અચાનક આવેલા પલટાને કારણે મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં મેઘરાજાએ અણધારી એન્ટ્રી કરી છે. દાહોદ, ભરૂચ અને વડોદરા પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે. દાહોદ જિલ્લામાં માવઠું અને લગ્નસરાની ચિંતાદાહોદના લીમડી, વરોડ, સંજેલી, નાનસલાઈ અને મીરાખેડી સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. એક તરફ ખેતીના પાકને નુકસાનની ચિંતા છે, તો બીજી તરફ હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવાથી ખુલ્લા મેદાનમાં આયોજિત પ્રસંગોમાં વરસાદે વિઘ્ન નાખતા આયોજકોની ચિંતામાં વધારો થયો છે.અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વાતાવરણ પલટાયુંભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણ પલટાયું હતું. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણેવ અને ઓભા જેવા ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ફેબ્રુઆરીના મધ્યમાં પડેલા આ વરસાદને કારણે લોકોએ એક જ દિવસમાં ઠંડી, ગરમી અને વરસાદ એમ ત્રણેય ઋતુઓનો મિશ્ર અનુભવ કર્યો હતો. વડોદરા અને વાઘોડિયામાં વરસાદી છાંટાવડોદરા શહેર અને જિલ્લામાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાઘોડિયા અને શિનોર પંથકના અવાખલ, અચીસરા અને માલપુરમાં વહેલી સવારે વરસાદ શરૂ થયો હતો. અચાનક ત્રાટકેલા વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને લઈ ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.આ પણ વાંચો: Ahmedabad: નવા વાડજમાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર, એક કાર પલટી ગઈ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, શિયાળાની વિદાય હવે નજીક
calendar_today February 20, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, શિયાળાની વિદાય હવે નજીક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં બપોરના સમયે ગરમીની થઈ શરૂઆત
calendar_today February 20, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં બપોરના સમયે ગરમીની થઈ શરૂઆત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward