android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: જિલ્લાને બજેટમાં PMJAY માટે 3.472 કરોડની જોગવાઈ કરી
calendar_today February 19, 2026

Patan: જિલ્લાને બજેટમાં PMJAY માટે 3.472 કરોડની જોગવાઈ કરી

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂ. 25.403 કરોડની જોગવાઈ કરાઈ છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂ. 3.472 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેનો લાભ પાટણ જીલ્લાના લોકોનેય મળી રહ્યો છે. પાટણ જીલ્લામાં વર્ષ 2018 થી યોજના અમલમાં છે. જેનો સીધો લાભ ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારોને મળી રહ્યો છે.જીલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા 31 ડિસેમ્બર 2025 સુધી જીલ્લાના લાભાર્થીઓ દ્વારા 30,973 ક્લેમ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત રૂ. 63,16,85,198 ની સારવાર કરવામાં આવી હતી. વર્ષ 2018 થી અત્યાર સુધીમાં કુલ 8,20,494 કાર્ડ ઇસ્યુ કરાયા છે. યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં 1,47,079 ક્લેમ અંતર્ગત રૂ 3,53,88,63,505 ની નિઃશુલ્ક સારવાર લાભાર્થીઓને અપાઈ છે. યોજના હેઠળ દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર અપાઈ રહી છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક સંકડામણ નથી અનુભવાતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જેનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે. અને તેમને ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલોમાં નિશુલ્ક સારવાર મળી રહી છે. પાટણ જિલ્લામાં યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી તેનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબદ્ધ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: પંથકમાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ
calendar_today February 19, 2026

Patan: પંથકમાં પોક્સો કેસમાં આરોપીને 20 વર્ષની કેદ

સિદ્ધપુર પંથકની એક સગીરાને ઈન્સ્ટાગ્રામ પર એક શખ્સ સાથે મિત્રતા થયાં બાદ તે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નિકળ્યા બાદ પરત ઘરે ન આવતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઈ પત્તો ન લાગતાં પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવતા પોલીસે સગીરા સાથે ભગાડી જનાર શખ્સને ઝડપી દુષ્કર્મ હેઠળ પોક્સોની કલમ ઉમેરી હતી. જે કેસ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે શખ્સને વીસ વર્ષની સજા અને રૂ. 55 હજાર દંડ ફ્ટકાર્યો છે. જ્યારે ભોગ બનનાર સગીરાને રૂ. 1 લાખ વળતર ચૂકવવા માટે પાટણ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને ભલામણ કરાઈ છે.સિદ્ધપુર પંથકમાંથી એક સગીરા બે વર્ષ અગાઉ રાત્રે કુદરતી હાજતે જવાનું કહી ઘરેથી નીકળી હતી. જે બાદ તે ઘરે પરત ન આવતાં પરિવાર દ્વારા ભારે શોધખોળ કરવા છતાં નહીં મળતાં આખરે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરીયાદ નોંધાવી હતી. જે બાદ ભગાડી જનાર શખ્સ ડરી જતાં સગીરાને મુકીને નાસી છૂટયો હતો. જેથી સગીરાને પોલીસ સમક્ષ હાજર કરાતાં તેણે માતાપિતા સાથે જવાનો ઇન્કાર કરતાં ધારપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. કોર્ટે ચુકાદો આપતી વખતે જણાવ્યું હતું કે આરોપીએ સગીરાની સહમતિથી સંબંધ બાંધ્યો હતો પરંતુ સગીરાની સહમતિ કાયદેસરની નહોતી. ફરીયાદી પક્ષ પોતાનો કેસ વ્યાજબી શંકા સહિત પુરવાર કરવામાં સફ્ળ રહ્યો છે. જેને લઈ આરોપી અનિલ ખોડાભાઈ ઠાકોરને વીસ વર્ષની સખ્ખત કેદની સજા અને 55 હજારનો દંડ ફ્ટકાર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vav-tharad: નર્મદા કેનાલમાં સિંચાઈના પાણી 15 એપ્રિલ સુધી આપો
calendar_today February 19, 2026

Vav-tharad: નર્મદા કેનાલમાં સિંચાઈના પાણી 15 એપ્રિલ સુધી આપો

નર્મદા વિભાગ દ્વારા આગામી 15 માર્ચથી કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાની જાહેરાત કરવામાં આવતા સરહદી વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતાની લાગણી પ્રસરી છે. વાવ, થરાદ અને સુઈગામ જેવા અંતરિયાળ તાલુકાઓના ખેડૂતોએ એકસૂરે માંગ કરી છે કે પાણી બંધ કરવાનો સમય લંબાવીને 15 એપ્રિલ સુધી કરવામાં આવે, જેથી ખેડૂતોનો ઉભો પાક અને પશુઓ માટેનો ઘાસચારો બચાવી શકાય તેવી માંગ કરી રહ્યા છે......વાવ થરાદ જિલ્લામાં વાવ થરાદ સુઈગામ અને ભાભર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસું નિષ્ફ્ળ જવાને કારણે ખેડૂતો પહેલેથી જ આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. હવે જો રવિ સીઝનમાં વહેલા પાણી કાપી લેવામાં આવશે, તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે.જો 15 માર્ચે પાણી બંધ થશે તો વાવેતર કરેલ ઉનાળુ બાજરી અને ઘાસચારાનો પાક નિષ્ફ્ળ જશે. જેના કારણે સરહદી પંથકમાં પશુઓ માટે ઘાસચારાની મોટી અછત સર્જાવાની ભીતિ છે. વારંવાર આવતી કુદરતી આફ્તો, કમોસમી વરસાદ અને તીડ જેવા આક્રમણો સામે ઝઝૂમતા ખેડૂતો હવે સરકાર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે.સરકાર એક તરફ્ ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ્ તૈયાર પાક વખતે જ પાણી બંધ કરાશે તો ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવશે. જેથી ખેડૂતોની માંગ છે કે માનવતાના ધોરણે પાણીની મુદત વધારવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward