Patan: હારીજનાં દાંતરવાડા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત
હારીજ ચાણસ્મા હાઈવે પર મોડી સાંજે એક મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું. પરંતુ મહિલાની ઓળખ ન થતાં હારીજ પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતાં મૃતકના પરિવારને જાણ થતાં તેઓ પણ દોડી આવ્યા હતા. અને મહિલાને હારીજ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. આ અંગે હારીજ પોલીસે વધું તપાસ હાથ ધરી છે. હારીજ તાલુકાના દાંતરવાડા ગામ નજીક મોડી સાંજે એક રાહદારી મહિલાને હાઇવે પર પસાર થતાં કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં તે નિચે પટકાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પરંતુ મહિલાને ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ દમ તોડયો હતો. આ બાબતની જાણ હારીજ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. અને હારીજમાં કાર્યરત જલારામ સેવા સમિતિના હિતેશભાઈ ઠક્કર તથા રમેશજી ઠાકોર પણ એમ્બ્યુલન્સ સાથે આવી મહિલાના મૃતદેહને હારીજ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ મહિલાની ઓળખ ન થતાં પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરતાં મહિલાની ઓળખ હારીજનાં ધુણિયા વિસ્તારમાં રહેતી જશીબેન બબાભાઈ વાઘરી હોવાની થતાં પરિવારજનો પણ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહને ઘરે લઈ ગયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward