android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dakor: દારૂની ખાલી બોટલોના ઢગલા
calendar_today February 19, 2026

Dakor: દારૂની ખાલી બોટલોના ઢગલા

યાત્રાધામ ડાકોર મંદિર નજીક દારૂની ખાલી બોટલોના ઢગલા જોવા મળતા શ્રાદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો અને દર્શનાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે.ડાકોરમાં વાર તહેવારે મોટી સંખ્યામા ભકતો ,શ્રાદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરની આસપાસના જાહેર માર્ગો પર સાઇડની જગ્યા પર દારૂની ખાલી બોટલોનો ખડકલો જોવા મળતાં ચકચાર મચી ગઇ છે. પવિત્ર ગણાતા આ યાત્રાધામમાં ખુલ્લેઆમ દારૂની બોટલો મળી આવતાં મંદિરની ગરિમા અને શ્રાદ્ધાળુઓની લાગણી દુભાઇ છે. સ્થાનિક રહીશો અને બહારથી આવતાં દર્શનાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે પવિત્ર ક્ષેત્રમાં આવા અસામાજિક તત્વોનો વધી ગયો છે.ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં મંદિરના મુખ્ય માર્ગો અને ગલીઓમાં જોવા મળતી ગંદકી અને દારૂની ખાલી બોટલોના દ્રશ્યોએ તંત્રની પોલ ખોલી નાંખી છે. સ્થાનિકોના કહેવા મુજબ યાત્રાધામના પવિત્ર સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસતંત્ર સદંતર નિષ્ફળ સાબિત થયું છે. અસમાજિક તત્વો દ્વારા જાહેરમાં નશો કરીને બોટલો ફેંકવામાં આવે છે. મંદિર નજીક જાહેર માર્ગ પર દારૂની ખાલી બોટલોના ઢગના વિડિયો પણ વાયરલ થયા છે. પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે અને આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. પોલીસ તંત્ર દ્વારા આ મામલે સત્વરે તપાસ કરીને જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે તેમજ પાલિકા તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારની સફાઇ કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. જયારે આ મામલે પોલીસ તંત્ર દ્વારા કેવા પગલા લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. આગામી દિવસોમાં ફાગણી મેળો આવી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ભાલેજ નજીક કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી
calendar_today February 19, 2026

Anand: ભાલેજ નજીક કન્ટેનરમાં ભીષણ આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ભાલેજ જવાના રોડ ઉપર રાત્રિના સુમારે પસાર થતી એક ટ્રક કન્ટેનરમાં એકાએક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આણંદ ફાયર બ્રિગેડના બે ફાયર ફાયટરોએ ચાર કલાકની ભારે જહેમત બાદ 25 હજાર લીટરથી વધુ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.મળતી માહિતી મુજબ મુંબઈથી એક ટ્રક કન્ટેનર બેડશીટનું મટિરિયલ તેમજ પુસ્તકો ભરીને દિલ્હી જવા માટે નીકળ્યું હતું. બુધવાર રાત્રિના દશેક વાગ્યાના સુમારે કન્ટેનર એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ભાલેજ જવાના રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે એકાએક ટ્રકની કેબિનમાં આગ લાગી હતી. જેને લઈને ચાલકે કન્ટેનરને સાઈડ પર ઉભું કરી દીધું હતું અને આણંદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બીજી તરફ કેબિનમાં લાગેલી આગ કન્ટેનરના પાછળના ભાગે પ્રસરી હતી અને અંદર ભરેલું બેડશીટનું મટીરીયલ્સ તેમજ પુસ્તકો પણ સળગવા લાગ્યા હતા. જેને લઈને કન્ટેનર ભડભડ સળગવા લાગ્યું હતું. આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશભાઈ ગોરની સૂચના અને માર્ગદર્શન મુજબ ફાયર બ્રીગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કન્ટેનર બંધ હોય તેને ખોલવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબીની મદદથી કન્ટેનરને ખોલીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગને કારણે 70 ટકાથી વધુનો સરસામાન અને કન્ટેનર સળગી જવા પામ્યા હતા. જેને લઈને એક કરોડથી વધુનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ફાયરના જવાનોએ સતત ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: 1.51 લાખના મોબાઈલ માલિકોને અપાયા
calendar_today February 19, 2026

Anand: 1.51 લાખના મોબાઈલ માલિકોને અપાયા

વીરસદ પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત રાજ્ય સરકારના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત નોંધપાત્ર કામગીરી કરી છે. પોલીસે કુલ 9 ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢયા છે, જેની અંદાજીત કિંમત રૂ. 1,51,500 જેટલ છે. આ તમામ ફોન તેમના અસલ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ કામગીરી જીલ્લા પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એન વિરસદ પોલીસ સ્ટેશન સર્વેલનસ સ્ક્વોર્ડ દ્વારા કરવામાં આવી હતી. આધુનિક ટેક્નોલોજી અને ઝીણવટભરી તપાસના આધારે વિવિધ વિસ્તારોમાંથી આ મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ માલિકોને બોલાવીને ફોન સોંપવામાં આવ્યા હતા.ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની ગુમ થયેલી કિંમતી વસ્તુઓ ઝડપથી શોધી તેમને પરત કરવાનો છે. આનાથી નાગરિકોને થતી અનાવશ્યક હેરાનગતિ ટાળી શકાય છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બને છે. મોબાઈલ ફોન જેવા ઉપકરણો ગુમ થવાથી વ્યક્તિગત અને વ્યાવસાયિક કામગીરી પર અસર પડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward