Anand: પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં વિકાસના 9 કામને બહાલી અપાઈ
પેટલાદ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં બહુમતીથી તમામ 9 કામોને બહાલી આપવામાં આવી હતી. નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં વર્તમાન બોર્ડની અંતિમ બેઠક યોજાઇ હતી. જેમાં ગત બેઠકનું પ્રોસિડિંગ, કારોબારી કમિટિના કામો, નપાના કોર્ટ કેસમાં સમાધાનનું કામ, ડોર ટુ ડોર કચરો કલેક્શનનું ટેન્ડરીંગ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ઠરાવમાં આવેલ ગ્રાન્ટની મર્યાદાના કામો પ્રમુખ અને ચીફ ઓફિસરને સોંપવાની સહિતના એજન્ડાના આઠ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. પરંતુ એજન્ડાના કામ નંબર 9 ના ટી.પી.સ્કીમ નંબર 2 ના ફાઇનલ પ્લોટ નંબર 22-4-1 વાળી ખુલ્લી જગ્યા પરના દબાણો દુર કરી દિવાલ બનાવવાનું કામ રજુ કરાયુ હતું. જેમાં વિપક્ષના કોંગ્રેસના સભ્યોએ તેનો સખ્ત વિરોધ કરી સુધારો રજુ કરતા જણાવ્યુ હતુ કે કામમાં દિવાલનો ઉલ્લેખ કરાયો નથી. કામ નંબર 9 શહેરના સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પીરઝાદા પરિવારનું કબ્રસ્તાન આવેલું છે. તેની આસપાસના તમામ દબાણો તત્કાલિન ચીફ ઓફિસર હિરલ ઠાકરે દૂર કરાવ્યા હતા અને ત્યાર બાદ તે જગ્યા મંદિર તથા અર્બન હેલ્થ સેન્ટરને ફાળવવાનો જે તે સમયે ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઠરાવ સામે વિરોધપક્ષે નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 258-3 હેઠળ તે ઠરાવને પ્રાદેશિક કમિશ્નર વડોદરામાં અપીલ કરી પડકારવામાં આવ્યો હતો અને અપીલ નંબર 31-2021 તા.19 ફેબ્રુઆરી 2022 ના રોજ ઠરાવ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward