Chotila: ભીમગઢ સીમના ખેતરમાંથી વિદેશી દારૂની 700 બોટલ પકડાઈ
ચોટીલા તાલુકાના ભીમગઢ ગામે ખેતરમાં પોલીસે રેડ કરી રૂ. 1.92 લાખના દારૂ સાથે 1 શખ્સને ઝડપી લીધો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાંથી ઉતરેલ મુંબઈનો મુસાફર દારૂ સાથે પકડાયો હતો.ચોટીલા પીએસઆઈ બી.એન.ગળચર, આલાભાઈ રોજીયા સહિતનાઓએ બાતમીને આધારે ભીમગઢ ગામની સીમમાં હરેશભાઈ ડાયાભાઈ ડાભીના ખેતરમાં રેડ કરી હતી. જેમાં ખેતરમાં આવેલ મકાન પાસે પડેલ પશુઓ માટેના ચારામાંથી વિદેશી દારૂની 700 બોટલ મળી આવી હતી. આથી ખેતરના માલીક હરેશ ડાભીની પુછપરછ કરાતા આ દારૂ ભીમગઢનો અજય રમેશભાઈ ઝાંપડીયા અહીં સંતાડી ગયો હોવાનું તથા તેના બદલામાં 20 હજાર ભાડુ આપવાની વાત કરતા મેં હાલ પાડી હતી. આથી પોલીસે 1.92 લાખનો દારૂ જપ્ત કરી બન્ને સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધી અજય ઝાંપડીયાને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે. જયારે સુરેન્દ્રનગર રેલવે પીએસઆઈ સી.પી.બાવળીયાની સુચનાથી સ્ટાફના અલ્પેશભાઈ, કાર્તીકભાઈ સહિતનાઓ રેલવે સ્ટેશન પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં મુંબઈથી સૌરાષ્ટ્ર તરફ જતી સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન આવતા મુસાફરો પર વોચ રખાતી હતી. જેમાં એક શંકાસ્પદ શખ્સ લાગતા તેને રોકી તપાસ કરતા તેની પાસે રહેલ કોલેજ બેગમાંથી વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂ.2400 ની મળી આવી હતી. આથી આ શખ્સ મુંબઈના ભાંડુપ વેસ્ટમાં રહેતા સચીન સુભાષભાઈ શાટે સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward