android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: કચ્છના શખ્સે રતનપરના બે વેપારીને રૂપિયા 5.46 લાખનો ચૂનો લગાવ્યો
calendar_today February 19, 2026

Surendranagar: કચ્છના શખ્સે રતનપરના બે વેપારીને રૂપિયા 5.46 લાખનો ચૂનો લગાવ્યો

સુરેન્દ્રનગરના રતનપરમાં રહેતા કાર લે-વેચનું કામ કરતા બે વેપારી પાસે કુલ 11 કાર પેટે રૂ. 5.46 લાખ ટોકન લઈને કારની એનઓસી નહીં આપી, રૂપીયા પરત નહી આપી છેતરપિંડી આચર્યાની કચ્છના શખ્સ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.સુરેન્દ્રનગરના રાજકોટ રોડ પર આવેલા રહેમતનગરમાં રહેતા 44 વર્ષીય મજીદભાઈ મુસ્તુફાભાઈ મુલતાની કાર લે-વેચનો ધંધો કરે છે. તેમની સાથે રીયાઝભાઈ મહમદફારૂકભાઈ કાજી પણ કાર લે-વેચનું કરે છે. તા. 24 -11 -25 ના રોજ મજીદભાઈ ઉપર કચ્છના ગાંધીધામમાં રહેતા જીગ્નેશ રસીકલાલ ઠક્કરનો ફોન આવ્યો હતો. સાતેક વર્ષ પહેલા બન્ને કાર લે-વેચના લીધે સંપર્કમાં આવ્યા હોવાથી જીગ્નેશે ફોન કરી તેની ગાંધીધામની એક નામી ખાનગી કંપનીમાં સારી ઓળખાણ છે, તેઓ સીઝ કરેલ કારનું ફરીવાર વેચાણ કરે છે અને રી ફાયનાન્સ કરે છે આથી તમને સારી ગાડી વાજબી ભાવથી અપાવીશ તેમ કહેતા મજીદભાઈએ કારની એનઓસીની વાત કરી હતી. જેમાં જીગ્નેશે એનઓસીની જવાબદારી લીધી હતી. અને ટોકન પેટે રૂપીયા માંગ્યા હતા. જેમાં મજીદભાઈએ સમયાંતરે રૂપિયા 4.89 લાખ અને રીયાઝભાઈએ રૂપિયા 57 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ આ રૂપિયા લીધા બાદ કારની એનઓસી ન મળતા અવારનવાર ઉઘરાણી કરતા જીગ્નેશે 25-12 -25 ના રોજ રૂપિયા 5.47 લાખનો ચેક કુરીયર દ્વારા મોકલ્યો હતો. આ ચેક બેંકમાં નાંખતા રીટર્ન થયો હતો. આથી આ અંગે તા. 17-2-26 ના રોજ સાંજે મજીદભાઈએ કચ્છના જીગ્નેશ ઠક્કર સામે રૂપિયા 5.46 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ સી.ડી.પીઠીયા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50થી વધુ PG સીલ કરાતા હોબાળો
calendar_today February 19, 2026

Gujarat Latest News Live : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 50થી વધુ PG સીલ કરાતા હોબાળો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabadમાં PG સીલ થતા 'મધરાતે' સંગ્રામ: સેંકડો યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી
calendar_today February 19, 2026

Ahmedabadમાં PG સીલ થતા 'મધરાતે' સંગ્રામ: સેંકડો યુવક-યુવતીઓએ AMC કચેરી ગજવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા 50થી વધુ PG એકમોને અચાનક સીલ કરી દેવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. ખાસ કરીને સેટેલાઈટ અને પ્રેમચંદનગર વિસ્તારના PGમાં જ્યારે યુવક-યુવતીઓ રાત્રે નોકરી કે અભ્યાસ પૂરો કરીને પાછા ફર્યા, ત્યારે દરવાજા પર સીલ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાનો સામાન અંદર હોવા છતાં અને રાત્રિ રોકાણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આશરે 100 થી 150 લોકોનું ટોળું રોષે ભરાયું હતું.AMC દ્વારા PGનું સીલિંગ થતા રોષPG સંચાલકો અને રહેવાસીઓએ સાથે મળીને પ્રેમચંદનગરથી બોડકદેવ AMC કચેરી સુધી વિશાળ રેલી યોજી હતી. "તંત્રની આ કેવી નીતિ?" આ સવાલો સાથે તેઓએ કોર્પોરેશનની કચેરીએ ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહી સામે લડત આપવા માટે પીજીમાં રહેતા યુવાનોએ અનોખો રસ્તો અપનાવ્યો છે. તેમણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ન કરે અથવા સીલ ન ખોલે, ત્યાં સુધી તેઓ બોડકદેવ AMC કચેરીમાં જ રાત્રિ રોકાણ કરશે. બોડકદેવ કોર્પોરેશન કચેરીએ ઉગ્ર દેખાવો કર્યોPG સંચાલકોએ પણ આ આંદોલનમાં જોડાઈને કચેરીમાં જ રોકાવાનું એલાન કર્યું છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવું જોઈએ, પરંતુ અચાનક સીલ મારી દેવાથી યુવતીઓ અને વિદ્યાર્થીઓ રસ્તે રઝળતા થયા છે. રાત્રિના સમયે કન્યાઓને સુરક્ષિત રહેવા માટે કોઈ જગા ન હોવાથી તંત્રની માનવતા સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. હાલમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward