Surat News: કડોદરાના અંત્રોલીમાં બુટલેગરો બેફામ: ગેંગવોરની આશંકા વચ્ચે 4 કારમાં લગાવી આગ
સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામમાં મોડી રાત્રે બુટલેગરોએ જાહેરમાં આતંક મચાવી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડ્યા છે. બુટલેગર ઈશ્વર અને તેના સાગરીતોએ અન્ય એક બુટલેગર પ્રવીણના ઘર પાસે પાર્ક કરેલી કુલ 4 કારને આગ ચાંપી દેતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.બુટલેગર ઈશ્વર અને સગરીતોનો આતંક દારૂના ધંધામાં વર્ચસ્વ જમાવવા અથવા જૂની અદાવતને લીધે બુટલેગર ઈશ્વરે પોતાના સાગરીતો સાથે મળીને પ્રવીણના ઘરને નિશાન બનાવ્યું હતું. અંધારાનો લાભ લઈ આ શખ્સોએ ઘર પાસે પડેલી ગાડીઓમાં આગ લગાવી હતી, જેમાં જોતજોતામાં ચારેય કાર બળીને ખાખ થઈ ગઈ હતી. આ હિંસક ઘટના બાદ વિસ્તારમાં બે બુટલેગરો વચ્ચે મોટી 'ગેંગ વોર' ફાટી નીકળે તેવી શક્યતા સેવાઈ રહી છે. કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ થતા જ કડોદરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આગચંપી કરનાર બુટલેગર ઈશ્વર અને તેના ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાએ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. હાલમાં પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward