Vadodaraના વારસીયા વિસ્તારમાં પાણીની લાઈન લીક થતા રસ્તાઓ બન્યા 'તરબોળ'
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આજે વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. અહીં મુખ્ય માર્ગ પરથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં અચાનક મોટું ભંગાણ સર્જાતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાઈન તૂટવાને કારણે હજારો ગેલન શુદ્ધ પાણીનો રસ્તા પર વેડફાટ થયો હતો, જેનાથી સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.વારસીયા વિસ્તારમાં રસ્તા પર પાણી વહ્યા વારસીયા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન ફૂટતાની સાથે જ પાણી ઉંચા ફૂવારાની જેમ ઉડવા લાગ્યું હતું અને જોતજોતામાં આખાય રોડ પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે લાઈન લીક થયાની જાણ કરવા છતાં તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં લેવામાં ન આવતા કિંમતી પાણી ગટરોમાં વહી ગયું હતું. પાણીની લાઈનમાં ભંગાણ થતા રોડ પર પાણી આ વિસ્તારમાં અવારનવાર લાઈન લીકેજની સમસ્યાઓ સર્જાતી રહે છે, જે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને મેન્ટેનન્સના દાવાઓ પર સવાલ ઉભા કરે છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળવાની બૂમો ઉઠે છે, ત્યારે બીજી તરફ તંત્રની નિષ્ક્રિયતાને કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. હાલમાં સ્થાનિકોએ વહેલી તકે આ લાઈનનું સમારકામ કરી પાણીનો બગાડ અટકાવવા માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward