android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી
calendar_today February 19, 2026

Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી

તેઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરીને ઓપન ટૂ વર્ક કર્યુ છે. નેહા સિંહ નોકરીની શોધમાં ગલગોટિયા યુનિવર્સિટીના પ્રોફેસર નેહા સિંહ એઆઇ સમિટમાં થયેલા રોબોટ ડોગ વિવાદ બાદ ચર્ચામાં આવ્યા છે. ગલગોટિયા યુનિવર્સિટી તરફથી માફીનામું પ્રસિદ્ધ કરાયુ છે. અને આ તરફ, નેહા સિંહે નોકરી માટે અરજીઓ કરવાનું શરુ કર્યુ છે. ગલગોટિયા યુનિવર્સિટીમાંથી તેમને સસ્પેન્ડ કરાયા છે. નેહા સિંહના સોશિયલ મીડિયા પરના નોકરી માટેના અરજીઓનો સ્ક્રીન શોટ વાયરલ થયો છે. કોમ્યુનિકેશન પોતાની ઓળખ નેહા સિંહે પોતાના બાયોમાં કોમ્યુનિકેશનને પોતાની ઓળખ બતાવી છે. તેઓએ લખ્યુ છે કે, કોમ્યુનિકેશન માત્ર સ્કિલ નથી.પણ આત્મવિશ્વાસ અને ઓળખ બનાવવાની શક્તિ છે. તેઓએ વધુમાં લખ્યુ છે કે, ભાષા, અભિવ્યક્તિ અને સ્ટેજ પ્રેઝેન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘડવા પર ભાર મુક્યો છે. નેહા વધુમાં લખે છે કે, ભાષા માત્ર પકડ નથી. પણ લોકો સાથે સંપર્ક સાધવાનું પ્રબળ સાધન છે. અભ્યાસ અને વ્યવસાય અંગે માહિતી નેહા સિંહની પ્રોફાઇલ અનુસાર તેઓ ગલગોટિયા યુનિવર્સિટીના કોમ્યુનિકેશન વિભાગના હેડ છે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે, તેઓ કોર ટેક્નિકલ ફેક્લટીનો ભાગ નથી. તેઓ મેનેજમેન્ટ અને કોમ્યુનિકેશન સાથે જોડાયેલી શિક્ષિકા છે. નેહા સિંહના કામ પર નજર કરીએ તો તેઓ ગલગોટિયા યુનિવર્સિટીમાં નંબર 2023થી આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. 2022થી 2023 સુધી તેઓ ગ્રેટર નોઇડાની શારદા યુનિવર્સિટીમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર હતા. અને તેના પણ અગાઉ તેઓ GITAMમાં મે 2018થી 2019 સુધી આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે કામ કરી ચુક્યા છે. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Election Voter List: દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 23 રાજ્યમાં SIR ક્યારે થશે શરૂ?
calendar_today February 19, 2026

Election Voter List: દિલ્હી, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 23 રાજ્યમાં SIR ક્યારે થશે શરૂ?

ચૂંટણી પંચે એપ્રિલ 2026 થી 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર બિહાર પછી, પશ્ચિમ બંગાળ અને આસામ સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા ચાલી રહી છે અથવા પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પંચે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, લદ્દાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, દિલ્હી, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી. SIR હવે બાકીના 23 રાજ્યોમાં ચૂંટણી પંચ બાકીના 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એપ્રિલથી SIR પ્રક્રિયા શરૂ કરી શકે છે. આદેશ અપાયો છે કે, તૈયારીઓ પૂર્ણ કરવા અંગે સંબંધિત રાજ્યોના CEOને સૂચનાઓ જાહેર કરાઇ છે. ચૂંટણી પંચે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, કમિશને 24 જુન 2025ના આદેશ નં. 23/ERS/2025 દ્વારા, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારાનો આદેશ આપ્યો છે. 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR જાહેર કરાયો આ સંદર્ભમાં, કમિશને 05 જુલાઇ 2025ના પત્ર નં. 23/2025-ERS દ્વારા, તમામ મુખ્ય કાર્યકારી અધિકારીઓને ખાસ સઘન સુધારા કવાયત માટે પૂર્વ-સુધારણા પ્રવૃત્તિઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. વધુમાં, 27 ઓક્ટોબર 2025ના પત્ર દ્વારા, કમિશને 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારા કવાયતની જાહેરાત કરી, જે હાલમાં ચાલી રહી છે. એ નોંધવું જોઈએ કે SIR અંગે બિહારમાં નોંધપાત્ર રાજકીય ઉથલપાથલ હતી. આ પણ વાંચોઃ Galgotias AI Summit: કોણ છે પ્રોફેસર નેહા સિંહ?, ચાઇનીઝ રોબોટ વિવાદ બાદ માંગ રહ્યા છે નોકરી

Read Full Story arrow_forward
Ahmedabad News: કોર્પોરેટરોને જગાડવામાં પ્રજા પછી ચોકલેટનો કીમિયો નિષ્ફળ નીકળ્યો, બેધડક ઊંઘ ખેંચી જ લીધી
calendar_today February 19, 2026

Ahmedabad News: કોર્પોરેટરોને જગાડવામાં પ્રજા પછી ચોકલેટનો કીમિયો નિષ્ફળ નીકળ્યો, બેધડક ઊંઘ ખેંચી જ લીધી

અમદાવાદ મહાનગર પાલિકાની બજેટ બેઠક દરમિયાન એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. શહેરના વિકાસ અને નાણાકીય આયોજન જેવી મહત્વપૂર્ણ ચર્ચા વચ્ચે કેટલાક કોર્પોરેટર્સ બેઠકમાં ઊંઘતા ઝડપાયા હતા. બજેટ પર ચર્ચા કરવા માટે ભેગા થયેલા પ્રતિનિધિઓમાંથી કેટલાક સભ્યો આરામની મુદ્રામાં જોવા મળતા આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે.બજેટની ચર્ચા કરવા આવેલા પ્રતિનિધિઓએ કર્યો આરામ! માહિતી મુજબ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી અને ભોજન વિરામ બાદ સભ્યો ફરીથી હોલમાં પરત ફર્યા હતા. ભોજન કર્યા બાદ કેટલાક કોર્પોરેટર્સને નિંદર આવતી જોવા મળી હતી. કેમેરામાં પણ કેટલાક પ્રતિનિધિઓ ઊંઘતા ઝડપાયા હતા, જેના કારણે અન્ય સભ્યોમાં હળવી મજાક અને ચર્ચા સર્જાઈ હતી. વિશેષ વાત એ રહી કે બેઠક દરમિયાન કોર્પોરેટર્સને ઊંઘ ન આવે તે માટે ચોકલેટો આપવામાં આવી હતી. માનવામાં આવે છે કે ચોકલેટમાં રહેલા શુગર અને કેફીનના કારણે તાજગી અનુભવાય છે. છતાં પણ, ચોકલેટ આપ્યા પછી પણ કેટલાક સભ્યો ઊંઘતા જોવા મળ્યા હતા. કેટલાક સભ્યો તો ઊંઘ દૂર કરવા માટે ચોકલેટ ચાવતાં પણ નજરે પડ્યા હતા. કેટલાકે ઊંઘ ના આવે તો ચોકલેટો ચાવી આ ઘટનાએ કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. શહેરના મહત્વના બજેટ મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવી જોઈએ ત્યારે કેટલાક પ્રતિનિધિઓ આરામ કરતા જોવા મળતા નાગરિકોમાં પણ ચર્ચા જગાવી છે. જો કે, અન્ય સભ્યો બજેટના વિવિધ મુદ્દાઓ પર સક્રિય રીતે ચર્ચા કરતા રહ્યા હતા. આ સમગ્ર ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જગાવી છે, જ્યાં લોકો દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. આ પણ વાંચો : Gandhinagar News: ઔદ્યોગિક અને MSME યોજનાઓના લાભાર્થીઓને હર્ષ સંઘવીના હસ્તે સહાય વિતરણ

Read Full Story arrow_forward