android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શિક્ષણ માટે બજેટમાં ઐતિહાસિક 63,000 કરોડની જોગવાઈ, જાણો કેમ ખાસ?
calendar_today February 19, 2026

શિક્ષણ માટે બજેટમાં ઐતિહાસિક 63,000 કરોડની જોગવાઈ, જાણો કેમ ખાસ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં શિક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી રૂપિયા 63 હજાર કરોડની જોગવાઈ કરી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ આ બજેટને 'સર્વસમાવેશી' ગણાવતા જણાવ્યું હતું કે, આ બજેટ વિકસિત ભારત @ 2047 ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વનું સાબિત થશે. બજેટમાં 'કચ્છડો બારેમાસ' ની પંક્તિને સાર્થક કરવા કચ્છ જિલ્લા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.કચ્છના વિકાસ પર વિશેષ ભાર નર્મદા કેનાલ: કચ્છમાં દુધઇ સબ-બ્રાન્ચ કેનાલના કામો માટે રૂપિયા 230 કરોડની ફાળવણી પર્યાવરણ: કચ્છના બન્ની ઘાસિયા મેદાનના પુનઃસ્થાપન અને ગાંડા બાવળ દૂર કરી વાંસના વાવેતર માટે રૂપિયા 97 કરોડની જોગવાઈ આરોગ્ય: કચ્છ સહિતના જિલ્લાઓમાં 10 નવા સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે રૂપિયા 28 કરોડ દૂધ ઉત્પાદન: કચ્છ અને સૌરાષ્ટ્રના દૂધ સંઘોને માળખાકીય સુવિધાઓ માટે વિશેષ સહાય યુવાનો અને શિક્ષણ માટે મહત્વની જોગવાઈઓ મંત્રીએ ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણ માટે નીચે મુજબના આંકડા રજૂ કર્યા હતા. MYSY યોજના: 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 400 કરોડ. નવી કોલેજો: 16 નવી સરકારી કોલેજો અને 20 કોલેજોના ભવન નિર્માણ માટે રૂપિયા 126 કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર: અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં હોસ્ટેલ અને રિસર્ચ પાર્ક માટે રૂપિયા 102 કરોડ. રોજગારી: 2.12 લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ પ્રોત્સાહન માટે રૂપિયા 43 કરોડ. મેન્ટલ હેલ્થ: રાજ્યના 19.84 લાખ વિદ્યાર્થીઓ માટે 'યુથ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ' શરૂ કરાશે. સમગ્ર રાજ્યના સંતુલિત વિકાસ માટે 6 ઇકોનોમિક ક્ષેત્રો માટે માસ્ટર પ્લાન તૈયાર કરી રૂ. 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી રોજગારી અને મૂડી રોકાણમાં મોટો ફાયદો થશે. આ પણ વાંચો - સિકલ સેલ-થેલેસેમિયા સામે હવે 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' અસરકારક

Read Full Story arrow_forward
'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે આગળ વધી રહી છે: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા
calendar_today February 19, 2026

'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે રાજ્ય સરકાર નાગરિકોના કલ્યાણ માટે આગળ વધી રહી છે: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા

વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્ર સાથે આગળ વધી રહી છે.આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવકમર્યાદામાં વધારો મંત્રીએ કહ્યું કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા મહાન આદિવાસી જનનાયક બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી તથા રાષ્ટ્રભાવનાનું શાશ્વત ગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષની ત્રિવેણી સંગમરૂપી એક અવિસ્મરણીય એકતા યાત્રા બની રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સોમનાથ મંદિરના કાયાકલ્પને આવકારતાં મંત્રીએ કહ્યું કે 72 કલાક ઓમકાર નાદ સાથે અતૂટ આસ્થાના 1000 વર્ષે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવી. એકસાથે 1000 ડ્રોન દ્વારા આકાશમાં જ્યારે સોમનાથની ગાથા લખાઈ, ત્યારે દરેક ગુજરાતીની છાતી ગજગજ ફૂલી હતી. તેમણે રાજ્યપાલના પ્રવચનને સમર્થન આપતાં કહ્યું કે આ સંબોધનમાં રાજ્ય સરકારની સર્વગ્રાહી વિકાસગાથા રજૂ થાય છે. મંત્રી વાજાએ વિવિધ વિભાગો માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ વિશે વિગતવાર છણાવટ કરતાં કહ્યું કે રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લઈને આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવકમર્યાદા ₹2.50 લાખથી વધારીને ₹6 લાખ કરી છે. સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોમાં ગુજરાત દેશમાં મોખરે આ જ પ્રકારે, શિક્ષણ ક્ષેત્રે 'નમો લક્ષ્મી' યોજના હેઠળ 11 લાખ કિશોરીઓને અને 'નમો સરસ્વતી' યોજના હેઠળ 1.50 લાખ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. જેના પરિણામે શાળામાં ડ્રોપઆઉટ રેટ ઘટીને માત્ર 2.42 ટકા રહ્યો છે. રાજ્યમાં ‘સ્કૂલ ઓફ એક્સલન્સ’ અને ‘મોડલ સ્કૂલ’ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગુજરાત વર્ષ 2018થી સતત 'નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગ'માં બેસ્ટ પરફોર્મર તરીકે પ્રથમ ક્રમે રહ્યું છે. ખેડૂત કલ્યાણ અને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતાં તેમણે કહ્યું કે ધરતીપુત્રોની સંવેદનાને વાચા આપીને રાજ્ય સરકારે પૂર અને કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે ₹11,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે અને એક લાખથી વધુ ખેડૂતોને ગાય નિભાવ ખર્ચ પેટે ₹58.77 કરોડની સહાય આપી છે. વાજાએ કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે ડિસેમ્બર 2025 સુધીમાં 2.70 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ વિતરીત કરવામાં આવ્યા છે. જ્યારે ‘નમોશ્રી' યોજના દ્વારા 7.50 લાખ માતાઓને ₹450 કરોડની સહાય અપાઈ છે. ઔદ્યોગિક વિકાસમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' દ્વારા મહેસાણા અને રાજકોટમાં કુલ ₹9 લાખ કરોડથી વધુના MOU થયા છે. આમ, રાજ્ય સરકાર પારદર્શિતા અને ઝડપી નિર્ણયશક્તિ દ્વારા વિકસિત ભારત@2047ના વિઝનને સાકાર કરવા કટિબદ્ધ હોવાનું જણાવી મંત્રીએ રાજ્યપાલના પ્રવચનને સમર્થન આપ્યું હતું. આ પણ વાંચો : Ahmedabad News: કોર્પોરેટરોને જગાડવામાં પ્રજા પછી ચોકલેટનો કીમિયો નિષ્ફળ નીકળ્યો, બેધડક ઊંઘ ખેંચી જ લીધી

Read Full Story arrow_forward
Gujaratમાં વર્ષ 2004થી ખેતી વિષયક વીજળી પર વીજ કર સંપૂર્ણ નાબૂદ: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
calendar_today February 19, 2026

Gujaratમાં વર્ષ 2004થી ખેતી વિષયક વીજળી પર વીજ કર સંપૂર્ણ નાબૂદ: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત વિધાનસભામાં વીજ કરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે, ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તેમજ તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી. રાજ્ય સરકાર દ્વારા 1 જુલાઈ, 2004થી ખેતી વિષયક વીજળી પરનો વીજ કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે.વીજ વપરાશને આપવામાં આવી વીજ કરમાંથી મુક્તિ નાણા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક 250 યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. આ ઉપરાંત ‘નો પ્રોફિટ’ના ધોરણે ચાલતી હોસ્પિટલો, દવાખાનાઓ, સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જાહેર સેવાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટ, પબ્લિક વોટર વર્ક્સ અને ગાર્ડન માટે થતા વીજ વપરાશને પણ વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે રાહતો અંગે માહિતી ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રે રાહતો અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, SEZમાં સ્થપાનાર નવા ઔદ્યોગિક એકમોને પ્રથમ 10 વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે છે. નવા સ્થપાતા ઉદ્યોગોને પ્રથમ 5 વર્ષ અને ટુરિઝમ પોલીસી અંતર્ગત મંજુર થયેલા એકમોને પણ પ્રથમ પાંચ વર્ષ માટે વીજ કરમાં સંપૂર્ણ રાહત મળે છે. ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં મહત્વના નિર્ણયો નાણા મંત્રી દેસાઈએ અંતમાં જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ ખેડૂતો અને પ્રજાજનોના હિતમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં વર્ષ 1983થી અમલી વીજકરમાં ઉત્તરોત્તર ઘટાડો કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વર્ષ 2012થી ગ્રામીણ રહેણાંક વિસ્તારોમાં 7.5 ટકા અને શહેરી વિસ્તારોમાં 15 ટકા વીજ કર અમલી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward