android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat ટાંકી દુર્ઘટના: અન્ય ગામના રિપોર્ટ અને ડુપ્લીકેટ નકશાના આધારે ઊભી કરી હતી ટાંકી
calendar_today February 19, 2026

Surat ટાંકી દુર્ઘટના: અન્ય ગામના રિપોર્ટ અને ડુપ્લીકેટ નકશાના આધારે ઊભી કરી હતી ટાંકી

તડકેશ્વર ગામે નિર્માણ પામેલી પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના કેસમાં ઝડપાયેલા 8 આરોપીઓએ જામીન મેળવવા બારડોલી સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેના વિરોધમાં પોલીસે 19 મુદ્દાઓ સાથેનું એફિડેવિટ રજૂ કરી આરોપીઓની કરતૂતનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પદ્ધતિસરનું કાવતરું રચ્યું હતું: સોઇલ રિપોર્ટમાં ચેડાં: ટાંકી બનાવતા પહેલા તડકેશ્વરની જમીનનો સોઇલ રિપોર્ટ કરવામાં જ આવ્યો નહોતો. તેની જગ્યાએ અગાઉના હરિયાલ ગામના પ્રોજેક્ટના આંકડા રિપોર્ટમાં દર્શાવી દેવામાં આવ્યા હતા.આરોપીઓએ સોઇલ રિપોર્ટ ન કર્યો હોવાનો ખુલાસો ફોટામાં છેતરપિંડી: આરોપીઓએ તડકેશ્વરની ટાંકીનું કામ પૂરું થયાનું દર્શાવવા માટે અન્ય સ્થળની ટાંકીના ફોટા ફાઈલમાં જોડીને સરકારી નાણાં પાસ કરાવી લીધા હતા. માળખાગત ગેરરીતિ: ટાંકીના પાયામાં નિર્ધારિત 3 મીટરની જગ્યાએ માત્ર 2.5 મીટરની ઊંડાઈ રાખીને નાણાંની ચોરી કરવામાં આવી હતી, જે ટાંકી પડવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. ડુપ્લીકેટ નકશા અને સિક્કા: પ્રોજેક્ટ માટેના નકશાઓ પણ બનાવટી હતા. પોલીસે સેસન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુંએટલું જ નહીં, તેના પર લાગેલા સિક્કાઓ પણ આરોપીઓએ જાતે બનાવીને મારી દીધા હોવાનો આક્ષેપ છે. સરકારી વકીલ નયન સુખદવાળાએ કોર્ટમાં ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ લોકોએ જનતાના જીવ સાથે ચેડાં કર્યા છે અને પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે, તેથી તેમને જામીન ન મળવા જોઈએ. બારડોલી સેશન્સ કોર્ટ આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આગામી 21મી તારીખે આરોપીઓની જામીન અરજી પર ચુકાદો સંભળાવશે. પોલીસના આ 19 મુદ્દાઓ બાદ હવે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીમાં વધારો થાય તે નક્કી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર, 24 કલાકમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો
calendar_today February 19, 2026

Gujarat : ગુજરાતવાસીઓ ગરમીથી શેકાવા રહો તૈયાર, 24 કલાકમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો

ગુજરાત રાજ્યમાં હવે ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અને આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધવાની શક્યતા છે. જેના કારણે ગુજરાતવાસીઓને ગરમીનો વધુ સામનો કરવો પડી શકે છે.34.3 ડિગ્રી સાથે ડીસામાં સૌથી ઉંચુ તાપમાન નોંધાયું ઉત્તર ગુજરાત વિસ્તારમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સિસ્ટમ સક્રિય બની છે. આ હવામાન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે આવી સિસ્ટમના પ્રભાવથી પવનની દિશામાં ફેરફાર થાય છે અને સૂકા તથા ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં વૃદ્ધિ જોવા મળે છે. તાજેતરના આંકડા મુજબ ડીસા શહેરમાં 34.3 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. સિસ્ટમ સક્રિય થતાં તાપમાનમાં થશે વધારો હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગરમી વધુ તીવ્ર બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. પૂરતું પાણી પીવું, સીધા તાપથી બચવું અને હલકા કોટનના કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે અને આવનારા દિવસોમાં ગરમી વધુ પ્રચંડ બનવાની શક્યતા છે. આ પણ વાંચો : Gujarat : 23 ફેબ્રુઆરીથી શરૂ થશે તુવેરની ટેકાના ભાવે ખરીદી: કૃષિ મંત્રી જીતુ વાઘાણી

Read Full Story arrow_forward
સિકલ સેલ-થેલેસેમિયા સામે હવે 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' અસરકારક
calendar_today February 19, 2026

સિકલ સેલ-થેલેસેમિયા સામે હવે 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' અસરકારક

ગુજરાતમાં સિકલ સેલ અને થેલેસેમિયા જેવા આનુવંશિક રક્ત વિકારોનું ભારણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, જુલાઈ 2025 સુધીમાં ગુજરાતમાં 77.34 લાખ લોકોના સ્ક્રીનિંગમાં 28,178 સિકલ સેલના દર્દીઓ નોંધાયા છે. જ્યારે ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ દેશમાં 11,274 થેલેસેમિયા મેજર અને 94,000 થી વધુ કેરિયર કેસ મળી આવ્યા છે, જેમાં ગુજરાતના અમુક સમુદાયોમાં આ જોખમ વધુ જોવા મળ્યું છે.બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT): આજીવન સારવારનો અંત નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ બીમારીઓ માટે આજીવન બ્લડ ટ્રાન્સફ્યુઝન અને હોસ્પિટલના આંટાફેરા જ એકમાત્ર રસ્તો હતો. પરંતુ હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) એક કાયમી ઉપચાર તરીકે ઉભરી આવ્યું છે. આ પદ્ધતિમાં બીમાર બોન મેરોને સ્વસ્થ સ્ટેમ સેલ્સ દ્વારા બદલવામાં આવે છે. BMT માત્ર થેલેસેમિયા જ નહીં, પણ લ્યુકેમિયા (બ્લડ કેન્સર) અને લિમ્ફોમા જેવી ગંભીર બીમારીઓ માટે પણ રામબાણ ઈલાજ સાબિત થઈ રહ્યું છે. નિષ્ણાંતોનો મત: વહેલું નિદાન અનિવાર્ય અપોલો હોસ્પિટલ્સના હેમેટો-એન્કોલોજીસ્ટ ડો. વેલુ નાયરે જણાવ્યું હતું કે, "છેલ્લા દાયકાની સરખામણીએ આજે ડોનર મેચિંગ અને ઈન્ફેક્શન કંટ્રોલમાં થયેલી પ્રગતિને કારણે BMT ના પરિણામો ખૂબ જ સારા મળી રહ્યા છે. વહેલા નિદાનથી દર્દીને આજીવન લોહી ચડાવવાની પીડામાંથી મુક્તિ મળી શકે છે." વધુમાં, CAR-T સેલ થેરાપી જેવી નવીનતમ ઇમ્યુનોથેરાપી પણ રક્ત સંબંધિત કેન્સરની સારવારમાં આશાનું કિરણ બની છે. જાગૃતિ જ બચાવશે જિંદગી આરોગ્ય નિષ્ણાંતો ભારપૂર્વક કહી રહ્યા છે કે જોખમ ધરાવતા પરિવારો માટે જિનેટિક કાઉન્સિલિંગ અને સમયસર સ્ક્રીનિંગ અત્યંત જરૂરી છે. અપોલો હોસ્પિટલ્સના “ઝિરો ટુ હીરો” જેવા કેમ્પેઇન દ્વારા લોકોને વહેલી સારવાર માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે જેથી દર્દીઓ પરનું નાણાકીય અને શારીરિક ભારણ ઘટાડી શકાય. આ પણ વાંચો - Surat ટાંકી દુર્ઘટના: અન્ય ગામના રિપોર્ટ અને ડુપ્લીકેટ નકશાના આધારે ઊભી કરી હતી ટાંકી

Read Full Story arrow_forward