Gandhinagar News: ઔદ્યોગિક અને MSME યોજનાઓના લાભાર્થીઓને હર્ષ સંઘવીના હસ્તે સહાય વિતરણ
ગુજરાત સરકારના ઉદ્યોગ અને MSME વિભાગ દ્વારા રાજ્યના લાભાર્થીઓને ઝડપી અને પારદર્શક રીતે નાણાકીય સહાય પહોંચાડવાના ઉમદા હેતુથી ગાંધીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ આયોજિત આ “સિંગલ ક્લિક પેમેન્ટ પ્રોગ્રામ” માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 2048 લાભાર્થીઓના બેંક ખાતામાં રૂ.461.04 કરોડની માતબર રકમ સીધી જમા કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય ઉદ્યોગ સાહસિકોને વચેટિયાઓ વગર સીધી અને સરળ રીતે સહાય પહોંચાડવાનો છે.ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ આ કાર્યક્રમ અંતર્ગત ઉદ્યોગ વિભાગની વિવિધ પ્રોત્સાહક યોજનાઓનો વ્યાપક લાભ આપવામાં આવ્યો છે. વિગતે જોઈએ તો, MSME ક્ષેત્રની વિવિધ યોજનાઓ હેઠળ 1715 લાભાર્થીઓને રૂ. 80.96 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના મહત્વના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા 202 લાભાર્થીઓને રૂ.184.97 કરોડ અને લાર્જ ઇન્ડસ્ટ્રીઝ (મોટા ઉદ્યોગો)ના 126 લાભાર્થીઓને રૂ.188.77 કરોડની સહાય ઈ-પેમેન્ટ મારફતે ત્વરિત પૂરી પાડવામાં આવી છે. આમ, નાનાથી લઈને મોટા તમામ ઉદ્યોગોને આર્થિક બળ પૂરું પાડવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય સહાય ચુકવણીની પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાનો છે. આ પ્રકારના ડિજિટલ અભિગમથી લાભાર્થીઓને સમયસર અને પારદર્શક રીતે સહાય પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકાર રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ, રોકાણ પ્રોત્સાહન અને રોજગારીના સર્જન માટે સતત પ્રયત્નશીલ છે અને આ ‘સિંગલ ક્લિક’ પ્રક્રિયા તે દિશામાં એક મજબૂત કદમ સાબિત થઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward