ગુજરાત કેબિનેટ: ઐતિહાસિક બજેટના અમલીકરણ માટે મુખ્યમંત્રીનો એક્શન પ્લાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમગ્ર મંત્રીમંડળે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને સર્વસ્પર્શી બજેટ રજૂ કરવા બદલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બજેટ દરેક વર્ગના ઉત્થાન માટેનું એક સચોટ દસ્તાવેજ સાબિત થશે.GST રાહત છતાં બજેટમાં 10 ટકાનો વધારો જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા GSTમાં આપવામાં આવેલી રાહતોને કારણે સામાન્ય જનતાને મોટો ફાયદો થયો છે. જોકે, આનાથી રાજ્યની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતા અને નાણાકીય શિસ્તના જોરે બજેટના કદમાં 10 ટકાનો વધારો કર્યો છે, જે રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિ દર્શાવે છે. મુખ્યમંત્રીનો મહત્વનો વહીવટી આદેશ વહીવટી પ્રક્રિયામાં ગતિશીલતા લાવવા માટે મુખ્યમંત્રીએ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી છે કે: બજેટ વિધાનસભામાં પસાર થાય તેની રાહ જોયા વગર, નવી અને વર્તમાન યોજનાઓના ડ્રાફ્ટ GR (સરકારી ઠરાવ) અને ટેન્ડર પ્રક્રિયા અત્યારથી જ શરૂ કરી દેવી. દરેક વિભાગે ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની તુલના કરી, જો કોઈ ત્રુટિ હોય તો તેને તાત્કાલિક દૂર કરવી. યોજનાકીય લાભો નાગરિકો સુધી ઝડપથી પહોંચે તે માટે સચિવોને વહીવટી કામગીરીમાં સજાગ રહેવા આદેશ આપ્યો છે. આ નિર્ણયથી બજેટ મંજૂર થતાની સાથે જ વિકાસલક્ષી કામો જમીની સ્તર પર શરૂ થઈ શકશે અને જનતાને યોજનાઓનો લાભ લેવા લાંબી રાહ જોવી પડશે નહીં. આ પણ વાંચો - સિકલ સેલ-થેલેસેમિયા સામે હવે 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' અસરકારક
Read Full Story arrow_forward