android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: BMCએ એક જ દિવસમાં 1.98 કરોડનો વેરો વસૂલ્યો, 20 મિલકતો સીલ
calendar_today February 19, 2026

Bhavnagar News: BMCએ એક જ દિવસમાં 1.98 કરોડનો વેરો વસૂલ્યો, 20 મિલકતો સીલ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે અત્યંત કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી વેરો ન ભરનારા મિલકતધારકો સામે BMC તંત્રએ લાલ આંખ કરતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગર મનપાના ઘરવેરા વિભાગ દ્વારા માત્ર એક જ દિવસમાં આક્રમક કાર્યવાહી કરીને કુલ રૂપિયા 1.98 કરોડ ના બાકી વેરાની વસૂલાત કરી છે.20 મિલકતો સીલ, ડિફોલ્ટરોમાં ફફડાટ ભાવનગર મનપાના અધિકારીઓએ બાકીદારો સામે કડક વલણ અપનાવતા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 20 મિલકતોને સીલ મારી દીધા છે. તંત્રની આ આકસ્મિક અને ઝડપી કાર્યવાહીને કારણે બાકી વેરો ન ભરનારા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. અનેક મિલકતધારકો સીલ લાગવાની બીકે તાત્કાલિક વેરો ભરવા માટે ભાવનગર મનપાની કચેરીએ દોડી આવ્યા હતા. તંત્રની દોડધામ અને કડક સૂચના નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે ભાવનગર મનપા દ્વારા આ દોડધામ શરૂ કરવામાં આવી છે. ઘરવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જે મિલકતધારકો નોટિસ આપવા છતાં વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે, તેમની મિલકતો જપ્ત કરવાની કે સીલ કરવાની પ્રક્રિયા આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ વેરો ભરવો એ નાગરિકોની ફરજ છે, અન્યથા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ પણ વાંચો -  Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું

Read Full Story arrow_forward
AI Summit: ગુજરાતની શાન થેપલાથી લઈને રામદાના લાડુ સુધી....આ રહ્યું  AI સમિટનું ખાસ મેનુ
calendar_today February 19, 2026

AI Summit: ગુજરાતની શાન થેપલાથી લઈને રામદાના લાડુ સુધી....આ રહ્યું AI સમિટનું ખાસ મેનુ

નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ આયોજિત 'ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ' દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના નેતાઓ અને ટેક દિગ્ગજો માટે એક ખાસ 'વર્કિંગ લંચ'નું આયોજન કર્યુ છે. આ લંચની સૌથી મોટી ખાસિયત એ હતી કે તે સંપૂર્ણપણે એલર્જન-મુક્ત થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. શા માટે આ મેનુ ખાસ છે? સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે ભોજનમાં દૂધ, ઘઉં કે બદામ જેવી વસ્તુઓથી ઘણા લોકોને એલર્જી હોય છે. વિદેશી મહેમાનો કોઈપણ સ્વાસ્થ્ય જોખમ વિના ભારતીય ભોજનના અસલી સ્વાદનો આનંદ માણી શકે તે હેતુથી આ મેનુ ડિઝાઇન કરવામાં આવ્યું. આ મેનુમાં ગ્લુટેન અને ડેરી પ્રોડક્ટ્સને ટાળીને પરંપરાગત ભારતીય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેનુની મુખ્ય વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવેલી વાનગીઓમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ભારતનો સ્વાદ જોવા મળ્યો. નિમોના કબાબ: પાનમાં શેકેલા લીલા વટાણાના કબાબ ખમ ખટાઈ: મગની દાળની પેટીઝ સાથે કેરીની ચટણીનું અદભૂત સંયોજન. કાશ્મીરી નાદરુ કુરકુરી: કમળ કાકડીની ક્રિસ્પી ચિપ્સ જે કાશ્મીરી સ્વાદનો અહેસાસ કરાવતી ઝફરાની સબ્ઝ પુલાવ: કેસર અને મોસમી શાકભાજીથી સજ્જ બાસમતી ચોખા થેપલા: ગુજરાતની શાન સમાન મેથી અને ચણાના લોટના થેપલા તંદુરી સલાડ - ટામેટા, ઘંટડી મરી અને પાઈનેપલ ગ્રીલ્ડ સલાડ ગુલાબ અને નારિયેળની ખીર - ગુલાબ અને નારિયેળથી બનેલી મીઠી રામદાણા અંજીરના લાડુ - બાજરી અને સૂકા અંજીરથી બનેલી મીઠી વાનગી મીઠાઈમાં પૌષ્ટિકતાનો સંગમ ભોજન બાદ પીરસવામાં આવેલી મીઠાઈઓમાં પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ગુલાબ અને નારિયેળની ખીર તેમજ બાજરી અને અંજીરમાંથી બનેલા 'રામદાણા અંજીરના લાડુ'એ સૌના દિલ જીતી લીધા હતા. આ મીઠાઈઓ ખાંડને બદલે કુદરતી તત્વોથી ભરપૂર હતી. કેલરીની માહિતી સાથે આધુનિક અભિગમ આ લંચની બીજી વિશેષતા એ હતી કે મેનુમાં દરેક વાનગીની સામે તેની કેલરીની માહિતી પણ આપવામાં આવી હતી. આનાથી મહેમાનોને ખ્યાલ આવ્યો કે તેઓ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ અત્યંત હેલ્ધી ભોજન પણ લઈ રહ્યા છે. ભારત મંડપમમાં આયોજિત આ ભોજન સમારંભે ભારતીય ખાદ્ય સંસ્કૃતિની વિવિધતા અને બદલાતા સ્વાસ્થ્ય વલણો પ્રત્યે ભારતની સજ્જતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પણ વાંચોઃ Maharashtra: શિવનેરી કિલ્લા પર શિવજયંતિની ઉજવણીમાં ભીડ બેકાબૂ, અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ 

Read Full Story arrow_forward
Stock Market Opening: લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સ 83,709 અંકે
calendar_today February 19, 2026

Stock Market Opening: લાલ નિશાનમાં ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સ 83,709 અંકે

શેરબજાર લાલ નિશાને ખૂલ્યુ છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં જ ખૂલ્યા છે. સવારે 9.31 કલાકે સેન્સેક્સ 25.24 અંકના ઘટાડા સાથે  83,709 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 8.20 પોઇન્ટના ઘટાડા સાથે 25,811.15 અંકે ખૂલ્યો. શેરબજાર લાલ નિશાને ખૂલ્યું ઉલ્લેખનીય છે કે આજે સવારે 8 વાગ્યે નિફ્ટી ફ્યુચર્સ 62  પોઈન્ટ વધીને 25868 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે બેન્ચમાર્ક નિફ્ટી 50 માટે સકારાત્મક શરૂઆતનો સંકેત આપે છે. બુધવારે શરૂઆતમાં, શેરબજારો અસ્થિર વેપાર પછી ઊંચા બંધ થયા હતા. આઈટી શેરો પર દબાણ વચ્ચે મેટલ અને પીએસયુ બેંક શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો હતો.  વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? ગુરુવારે સવારે કારોબારમાં એશિયન શેરબજારો વધારા સાથે ખુલ્યા. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ નવી ટોચે પહોંચ્યો. જાપાનનો નિક્કી 225 લગભગ 1 ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 3 ટકા વધ્યો. ચંદ્ર નવા વર્ષ (નવું વર્ષ)ની રજાઓને કારણે ચીન અને હોંગકોંગના બજારો બંધ રહ્યા. દરમિયાન, બુધવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા. મોટી ટેકનોલોજી કંપનીઓના શેરમાં વધારાથી બજારને ટેકો મળ્યો. S&P 500 લગભગ 0.56 ટકા અને ડાઉ જોન્સ 0.26 ટકા વધ્યો. નાસ્ડેક 0.78 ટકાના વધારા સાથે બંધ થયો.Petrol Diesel Price Today: ગુરુવારે પેટ્રોલનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણી લો આજનો લેટેસ્ટ રેટ

Read Full Story arrow_forward