Surat : ચિરાગ ગોટીની વધુ એક ગુનામાં ધરપકડ, રિવોલ્વર બતાવી કહ્યું હતું..આ કોઈની સગી નહીં થાય..
સુરતમાં રીઢા ગુનેગાર ચિરાગ ગોટીની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટી ઉપર એક ટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લેવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનામાં, ચિરાગ ગોટીએ રિવોલ્વર દેખાડીને ટ્રાવેલ્સ માલિકને ધમકી આપી હતી.ટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હતા ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટી સામે સરથાણા પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ચિરાગ અને તેના ભાઇ નિરાંતે એક ટ્રાવેલ્સ માલિક પાસેથી 17 લાખ રુપિયા પડાવી લીધા હતા રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી કે આ કોઈની સગી નહિ થાય જો કે, ટ્રાવેલ્સ માલિકે પૈસા પરત માગતા નામચીન ગોટીએ ટ્રાવેલ્સ માલિકને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી કે આ કોઈની સગી નહિ થાય ચિરાગ ગોટી અને તેના ભાઈની ધરપકડ આ ગુનામાં ચિરાગ ગોટી અને તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે અને આ મામલાની પણ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. તાજેતરમાં ચિરાગનો વરઘોડો કાઢ્યો હતો ઉલ્લેખનિય છે કે નામચીન ચિરાગ ગોટી સામે ભુતકાળમાં પણ પોલીસ ફરિયાદ થયેલી છે. તાજેતરમાં પોલીસે ચિરાગની ધરપકડ કરીને તેનો ખુલ્લા બજારમાં વરઘોડો કાઢ્યો હતો. ચિરાગે જાહેરમાં લોકોની માફી માગી હતી.આ પણ વાંચો---- Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..
Read Full Story arrow_forward