android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka : જામ ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ, અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી
calendar_today February 19, 2026

Dwarka : જામ ખંભાળીયા નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ, અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી

જામ ખંભાળીયામાં નગરપાલિકા વિસ્તારમાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાવળ પાડા રહેણાંક વિસ્તારમાં સતત ઉભરાતી ગટરોના પગલે ગંદકીથી ખદબદી ઊઠ્યો છે.ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર જામ ખંભાળીયાના મુખ્ય માર્ગ પર ભરાયેલા રહેતા ગટરોના ગંદા પાણીમાંથી પસાર થવા રાહદારીઓ અને વાહનચાલકો મજબૂર છે. સતત ભરાયેલા રહેતા ગટરના ગંદા પાણીને કારણે રોગચાળો વકરવાનો સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી ગંદકીના કારણે બાળકો પણ બિમાર પડી રહ્યા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યા છે. લોકોએ આરોપ લગાવ્યો કે પાલિકા તંત્ર અને સદસ્યોને અનેક રજૂઆતો કરવા છતાં સફાઇની સચોટ કામગીરી કરાતી નથી પાલિકાનું બેજવાબદાર તંત્ર પાલિકાનું બેજવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગંદકીથી ખદબદી રહેલા રાવળ પાળા વિસ્તારમાં તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે આ પણ વાંચો----    Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે

Read Full Story arrow_forward
Panchmahal પોલીસની સફળતા: 20 વર્ષ બાદ અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો
calendar_today February 19, 2026

Panchmahal પોલીસની સફળતા: 20 વર્ષ બાદ અપહરણ અને દુષ્કર્મનો આરોપી ઝડપાયો

પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષકની સૂચના મુજબ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે એક દાયકાઓ જૂના કેસનો ઉકેલ લાવ્યો છે. શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનામાં છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી રહેલો આરોપી આખરે જેલના સળિયા પાછળ પહોંચ્યો છે. પંચમહાલ પેરોલ ફ્લો સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે 20 વર્ષ જૂના ગુનામાં વોન્ટેડ આરોપી ભોપત ઉર્ફે ભુપતભાઈ અમરાભાઇ રાઠોડ પોતાની ઓળખ છુપાવીને ખેડા જિલ્લામાં રહી રહ્યો છે.20 વર્ષ જૂના ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયોઆ બાતમીના આધારે પોલીસે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વજેવાલ ગામે દરોડો પાડીને આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો. આરોપી ભોપત રાઠોડ વિરુદ્ધ શહેરા પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. વર્ષ 2004-05થી તે સતત ધરપકડથી બચવા માટે અલગ-અલગ સ્થળોએ આશરો લઈ રહ્યો હતો.વોન્ટેડ આરોપી આખરે જેલના સળિયા પાછળ ધકેલાયો જોકે, પોલીસની ટેકનિકલ દેખરેખ અને બાતમીદારોના નેટવર્કે તેને 20 વર્ષે પણ કાયદાના સકંજામાં લાવી દીધો છે. પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીનો કબજો મેળવી તેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શહેરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ ધરપકડથી ગુનેગારોમાં એવો સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનો ગમે તેટલો જૂનો હોય, કાયદાના હાથ લાંબા હોય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli : મેઘરજમાં મહિલા સાથે દુષ્કર્મ , અલગ-અલગ સ્થળો પર લઇ જઇ હવસનો ભોગ બનાવતા પોલીસમાં ફરિયાદ
calendar_today February 19, 2026

Aravalli : મેઘરજમાં મહિલા સાથે દુષ્કર્મ , અલગ-અલગ સ્થળો પર લઇ જઇ હવસનો ભોગ બનાવતા પોલીસમાં ફરિયાદ

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં મહિલા સાથે દુષ્કર્મ આચરાયું હોવાનો બનાવ બન્યો છે. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.અલગ-અલગ સ્થળો પર લઇ જઇ હવસનો ભોગ બનાવી મલેલી માહિતી મુજબ મેઘરજમાં 31 વર્ષની મહિલા સાથે કુટુંબના જ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાના આરોપ મુજબ તેની એકલતાનો લાભ લઇને બે અલગ અલગ સમયે તેની સાથે દુષ્કર્મ કરાયું હતું મૌન રહેવા માટે મહિલાને ધમકી આપ્યાનો આક્ષેપ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હતી અને ઘટના અંગે મૌન રહેવા દબાણ કરાયું હતું મહિલાએ પતિને જાણ કરતા ફરિયાદ નોંધાવી આખરે ભયભીત મહિલાએ તેના પતિને જાણ કરી હતી જેથી પતિએ મહિલાને સાથે રાખી મેઘરજ પોલીસ સ્ટેશનમાં જઇને જાણ કરી હતી. આરોપીની ધરપકડ માટે પોલીસે તજવીજ હાથ ધરી મેઘરજ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને પીડિતાનું મેડિકલ પરિક્ષણ કરાવ્યું હતું અને ફરાર આરોપીની શોધખોળ શરુ કરી હતી. આ પણ વાંચો-----      Gandhinagar : રાજ્ય સરકાર હસ્તકના રસ્તાઓ, પુલો માટે મોટો નિર્ણય, જાહેર સંપત્તિની દેખરેખ માટે ખાસ પોર્ટલ શરૂ કરાશે

Read Full Story arrow_forward