android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad: રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરતો મુખ્ય સૂત્રધાર ખોડા ચેકપોસ્ટથી ઝડપાયો
calendar_today February 19, 2026

Tharad: રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરતો મુખ્ય સૂત્રધાર ખોડા ચેકપોસ્ટથી ઝડપાયો

બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ SOG પોલીસને માદક પદાર્થોની હેરાફેરી વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. બે દિવસ પહેલા થરાદ ટાઉનમાંથી પકડાયેલા બે શખ્સોની પૂછપરછના આધારે પોલીસે હવે મુખ્ય ડ્રગ્સ સપ્લાયરને ઝડપી પાડ્યો છે.થરાદમાં 2 લોકો MD ડ્રગ્સ સાથે ઝડપાયાથરાદમાં 2 લોકો MD ડ્રગ્સ સાથે ઝડપાયાથરાદમાં બે દિવસ પૂર્વે બે ઇસમો MD ડ્રગ્સ સાથે પકડાયા હતા. આ શખ્સોને ડ્રગ્સ કોણે પૂરું પાડ્યું હતું તેની કડી મેળવવા SOG પોલીસ સતત કાર્યરત હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાજસ્થાનનો બાબુ ભાઈ ઉર્ફે ગોવિંદજી આ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે.ચેકપોસ્ટ પરથી ફિલ્મી ઢબે ધરપકડબાબુ ભાઈ હેરિયર ગાડીમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશવાનો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જે આધારે ખોડા ચેકપોસ્ટ પર કડક નાકાબંધી કરવામાં આવી હતી. જેવો આરોપી ગુજરાતની હદમાં પ્રવેશ્યો કે તુરંત જ SOG પોલીસે તેને ગાડી સાથે આંતરી લીધો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો:Bhavnagar News : ભાવનગરના ખેડૂતવાસમાં 2 જૂથ વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો થતા લોકોમાં દોડાધામ મચી

Read Full Story arrow_forward
Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું
calendar_today February 19, 2026

Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. આ મામલે ભાવનગર પોલીસે કડક વલણ અપનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્પા સેન્ટરો પર ઓચિંતા દરોડા પાડતા ચકચાર મચી ગઈ છે.ભાવનગર શહેરમાં કુટણખાનું ઝડપાયુંપોલીસ કાફલાએ શહેરના જાણીતા ઈવા સુરભી મોલમાં આવેલા 2 સ્પા સેન્ટર સહિત કુલ 4 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં સ્પા સર્વિસના નામે કુટણખાના ચલાવવામાં આવી રહ્યા હતા.7 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યાઆ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 7 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે કે આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે.આ પણ વાંચો: Tharad: રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરતો મુખ્ય સૂત્રધાર ખોડા ચેકપોસ્ટથી ઝડપાયો

Read Full Story arrow_forward
Ahmedabad: કપડાના વેપારી સાથે 25.58 લાખની ઠગાઈ, સુરતના શખ્સે માલ મંગાવી નાણાં ન ચૂકવ્યા
calendar_today February 19, 2026

Ahmedabad: કપડાના વેપારી સાથે 25.58 લાખની ઠગાઈ, સુરતના શખ્સે માલ મંગાવી નાણાં ન ચૂકવ્યા

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સ્થિત એક રેડીમેઇડ કપડાના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના એક વેપારીએ વિશ્વાસમાં લઈને મોટા પ્રમાણમાં કપડાનો ઓર્ડર આપ્યા બાદ તેના નાણાં ન ચૂકવીને છેતરપિંડી આચરી છે.અમદાવાદના કપડાના વેપારી સાથે છેતરપિંડી મળતી વિગતો મુજબ, શાહીબાગ વિસ્તારમાં વેપાર કરતા ફરિયાદી વેપારી પાસેથી સુરતના એક શખ્સે મોટી માત્રામાં રેડીમેઇડ કપડાનો ઓર્ડર આપ્યો હતો. વેપારીએ વિશ્વાસ રાખીને કુલ 25.58 લાખ ની કિંમતના કપડાનો જથ્થો સુરત મોકલી આપ્યો હતો. જોકે, માલની ડિલિવરી મળી ગયા બાદ પણ સુરતના વેપારીએ પેમેન્ટ કરવામાં ઠાગાઠૈયા શરૂ કર્યા હતા.સુરતના વેપારીએ પેમેન્ટ કરવામાં ઠાગાઠૈયા કર્યા વારંવારની ઉઘરાણી છતાં નાણાં ન મળતા અને સામે પક્ષેથી સંતોષકારક જવાબ ન મળતા, અમદાવાદના વેપારીએ અંતે છેતરાયા હોવાનો અહેસાસ થતા શાહીબાગ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ સુરતના વેપારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: ઈવા સુરભી મોલ સહિત 4 સ્થળોએ પોલીસના દરોડા, હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું

Read Full Story arrow_forward