android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
AI ક્ષેત્રે ભારતનો શંખનાદ, PM  મોદી India AI Impact Summitનું કરશે ઉદ્ધાટન
calendar_today February 19, 2026

AI ક્ષેત્રે ભારતનો શંખનાદ, PM મોદી India AI Impact Summitનું કરશે ઉદ્ધાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ, 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, 60 દેશોના પ્રતિનિધિઓ અને 10 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના સ્થાપકો અને સીઈઓ સાથે ભાગ લેશે. વૈશ્વિક દિગ્ગજોનો જમાવડો આ સમિટ માત્ર રાજકીય નેતાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટેકનોલોજી જગતના દિગ્ગજો પણ એક મંચ પર આવ્યા છે. માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સ, ગૂગલના સુંદર પિચાઈ અને ઓપન-એઆઈના સેમ ઓલ્ટમેન સહિત 100 થી વધુ વૈશ્વિક ટેક કંપનીઓના સ્થાપકો અને સીઈઓ આ સમિટમાં સહભાગી થયા છે. 600 થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ અહીં વિશ્વના ડિજિટલ રોડમેપ બનાવવા માટે એકઠા થયા છે. સમિટનું શિડ્યુલ અને ખાસિયતો પીએમ મોદીએ સવારે 9:40 વાગ્યે સમિટનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ આર્થિક અને સામાજિક બદલાવ પર સંબોધન કરશે. વડાપ્રધાને અન્ય નેતાઓ સાથે 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો'ની મુલાકાત પણ લીધી હતી. બપોરના સત્રમાં તેઓ વૈશ્વિક નેતાઓ અને રોકાણકારો સાથે એક જ ટેબલ પર બેસીને ભારતમાં એઆઈ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી અને મોટા રોકાણો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીનું વિઝન બધાના કલ્યાણ માટે, બધાના સુખ માટે આ વર્ષની સમિટની થીમ "બધાના કલ્યાણ માટે, બધાના સુખ માટે" રાખવામાં આવી છે. પીએમ મોદીએ એઆઈ વિશે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું કે, AI આ સદીમાં માનવતા માટે નવો કોડ લખી રહ્યું છે. તે માત્ર અર્થવ્યવસ્થા કે સુરક્ષાને જ નહીં, પણ સમગ્ર સમાજને નવો આકાર આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે એઆઈનો વિકાસ અભૂતપૂર્વ ગતિએ થઈ રહ્યો છે, ત્યારે તેના જોખમોને સંબોધવા અને તેના સમાન વિતરણ માટે વૈશ્વિક સામૂહિક પ્રયાસો જરૂરી છે. ગ્લોબલ સાઉથ પર ભાર વડાપ્રધાને ખાસ કરીને 'ગ્લોબલ સાઉથ' વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ટેકનોલોજીની પહોંચ માત્ર અમુક દેશો પૂરતી સીમિત ન રહેતા, તે ગરીબ દેશો સુધી પણ પહોંચવી જોઈએ જ્યાં ડેટા, પ્રતિભા અને નાણાકીય સંસાધનોનો સૌથી મોટો તફાવત છે. ભારત આ સમિટ દ્વારા વિશ્વને સંદેશ આપી રહ્યું છે કે AI એ માત્ર હરીફાઈનું સાધન નથી, પણ વિશ્વના ભલા માટેનું એક માધ્યમ છે.આ પણ વાંચોઃ Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું જંગી રોકાણ, AI હબ બનાવવાની તૈયારીઓ થઈ શરૂ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં બિલ વગર 575 કરોડના સોના-ચાંદીના વેચાણનું કૌભાંડ ઝડપાયું
calendar_today February 19, 2026

Gujarat Latest News Live : સુરતમાં બિલ વગર 575 કરોડના સોના-ચાંદીના વેચાણનું કૌભાંડ ઝડપાયું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની કરાઈ આગાહી
calendar_today February 19, 2026

Weather News : ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની કરાઈ આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી કરવામાં આવી છે અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ખેડૂતો ખુલ્લામાં તેમનો પાક રાખે નહી તેવી સૂચના પણ હવામાન વિભાગે આપી છે. કેમ આ વર્ષે શિયાળો ‘નરમ’ રહ્યો? હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર ખુબ ઝડપથી વધી રહી છે છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું. અમદાવાદમાં 15 વર્ષમાં જાન્યુ.માં સૌથી ઓછી ઠંડી પડી પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો. આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરતમાં બિલ વગર 575 કરોડના સોના-ચાંદીના વેચાણનું કૌભાંડ ઝડપાયું

Read Full Story arrow_forward