android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: SIR : પાટણ જિલ્લામાં 11,19,525 મતદારોનો સમાવેશ
calendar_today February 18, 2026

Patan: SIR : પાટણ જિલ્લામાં 11,19,525 મતદારોનો સમાવેશ

પાટણ જીલ્લામાં સમાવિષ્ટ તમામ વિધાનસભા ક્ષેત્રમાં તાજેતરમાં કરવામાં આવેલી મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ઝુંબેશ અંતર્ગત કાર્યક્રમ પુર્ણ થતાં આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 11.19 લાખ મતદારો ઉમેરાયા છે. સાથે 4988 નામો રદ કરાયાં હતાં અને તેની સામે 11,055 જેટલા નવા મતદારો ઉમેરાયા હોવાનું જાણવા મળ્યું છે.પાટણ સહિત ચાણસ્મા, સિદ્ધપુર અને રાધનપુર વિધાનસભા વિસ્તારમાં સરકારની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે SIR કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારમાં નક્કી કરેલ BLO દ્વારા ઘરે ઘરે ફરીને મતદારોના જરૂરી દસ્તાવેજો ચકાસણી તેના ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે બાદ કેટલાક મતદારો સામે ફોર્મ નંબર 7 ભરીને વાંધો પણ ઉઠાવવામાં આવ્યો હતો. જેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જીલ્લામાં 19 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફ્ટ રોલ પહેલા ચારેય વિધાનસભાના કુલ 12,19,104 મતદારો હતાં. પરંતુ તાજેતરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન વિતરણ કરવામાં આવેલા કુલ 1,07,366 ફોર્મ પરત ન આવતાં ડ્રાફ્ટમાં 11,11,738 મતદારોનો સમાવેશ થયો હતો. સાથે 2002 ની યાદી સાથે મેપિંગ ન થવાનું અને તાર્કિક વિસંગતતા સામે આવતાં કુલ 3,12,587 મતદારોને નોટીસ પાઠવી હતી અને સુનાવણી દરમિયાન 2636 મતદારોને ગેરલાયક ઠેરવ્યા હતા. ત્યારબાદ 17 ફેબ્રુઆરીના દિવસે જાહેર કરાયેલ આખરી મતદાર યાદીમાં 11,19,525 મતદારોનો સમાવેશ થયો હતો. ઝુંબેશ દરમિયાન નામ કમી કરાવવા માટે કુલ 17,593 ફોર્મ નંબર 7 મળ્યા હતા. જેમાંથી 2352 મંજૂર થતાં નામો કમી થયાં હતાં. સાથે સાથે નામ દાખલ કરાવવા માટે 13,899 ફોર્મ આવતાં જેમાંથી 11,095 મંજૂર થતાં આખરી મતદાર યાદીમાં સમાવેશ થશે. તેની સાથે નામ અને અટક સુધારણા માટે પણ 12,082 મળ્યા હતા જેમાંથી 11,152 મંજૂર કર્યા છે. પાટણ જિલ્લાના મતદારો મતદાર નોંધણી અધિકારીના નિર્ણયથી નારાજ હોય તો તે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ પાટણ સમક્ષ અપીલ કરી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: જીલ્લામાં ધોરણ 9 થી 12ના 2,174 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાનો લાભ મળ્યો
calendar_today February 18, 2026

Patan: જીલ્લામાં ધોરણ 9 થી 12ના 2,174 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધનાનો લાભ મળ્યો

પાટણ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓને લઈ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. જેમાં સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ પાટણ જિલ્લાના 31,164 વિદ્યાર્થીઓને રૂ. 20 હજારથી લઈને 30 હજાર સુધીની શિષ્યવૃતિ મળવા પામી છે. તેમજ જિલ્લામાં ધોરણ 9 થી 12 ના કુલ 2174 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાનો પણ લાભ લીધો છે. સાથે સાથે જીલ્લાના સમી, સાંતલપુર, રાધનપુર અને સરસ્વતી તાલુકાના કુલ ચાર ગામોમાં સરકારી માધ્યમિક શાળાઓને પણ મંજૂરી મળી છે. જેને લઈ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને હવે પોતાના ગામમાં શિક્ષણ મળી રહશે. તેમજ આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને પણ અભ્યાસ અર્થે હવે દુર દુર સુધી લાંબા થવું નહીં પડે.સરકારની શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન રૂપ યોજનાઓમાં પાટણ જિલ્લો આગળ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના જેવી સરકારની સ્કોલરશીપ યોજનામાં પાટણ જિલ્લામાં 13845 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ધોરણ 9 થી 12 ના કુલ 2174 વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે. આ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 દરમિયાન અલગ અલગ શાળાઓમાં પ્રવેશ માટે રૂ. 20 હજારથી રૂ. 22 હજાર અને 25 હજાર જેટલી સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. સાથે વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ સફ્ળતાપૂર્વક અમલમાં છે. પાટણ જિલ્લામાં નમો લક્ષ્મી યોજનામાં 24,545 વિદ્યાર્થીઓને તથા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં 6619 વિદ્યાર્થીઓને રૂ. 20 હજારથી રૂ. 25 હજાર અને 30 હજાર જેટલી શિષ્યવૃતિનો લાભ મળ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ગઠીયાઓએ વૃધ્ધ મહિલાની અઢી તોલાની સોનાની બંગડીઓ તફ્ડાવી ફરાર
calendar_today February 18, 2026

Patan: ગઠીયાઓએ વૃધ્ધ મહિલાની અઢી તોલાની સોનાની બંગડીઓ તફ્ડાવી ફરાર

પાટણ શહેરમાં રહેતા એક વૃધ્ધ મહિલા પોતાના ઘરે બપોરના સમયે હાજર હતા. તે સમયે અચાનક બે શખ્સોએ આવી વૃધ્ધાને તેમના હાથમાં રહેલી સોનાની બંગડીઓ ધોવાનું કહી પોતાની પાસે લીધા બાદ બંગડીઓ સાથે રફૂચક્કર થઈ જતાં ભારે શોધખોળ હાથ ધરી હતી. તેમ છતાં પણ બંને ગઠીયાઓ કોઈના હાથમાં આવ્યા ન હતા.પાટણ શહેરમાં આવેલ ગાયત્રી મંદિર વિસ્તારની લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા કાંતાબેન પટેલ નામના વૃધ્ધ મહિલા બપોરના સમયે પોતાના ઘરે કચરો કાઢી રહ્યા હતા. તેવામાં અજાણ્યા બે શખ્સોએ આવી વૃધ્ધાના હાથમાં પહેરેલી બંગડીઓ ધોવાનું કહેતાં વૃધ્ધાએ નનૈયો ભણી દીધો હતો. પરંતુ વાતોમાં ભોળવી વૃધ્ધા પાસે રહેલ તેમના જણાવ્યા મુજબ અઢી તોલા વજનની બે બંગડીઓ ધોવા માટે લીધા બાદ ફરાર થઈ ગયા હતા. જેથી વૃધ્ધાએ તેમના પતિને જાણ કરી બુમાબુમ કરતા અન્ય સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ગઠીયાઓ ફરાર થઈ જવામાં સફ્ળ રહ્યા હતા. આમ ધોળા દિવસે શહેરમાંથી સોનાની બે બંગડીઓની તફ્ડંચી થવા પામી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward