Patan: સરસ્વતીના વડું નજીકથી ઝડપાયેલ સસ્તા અનાજ બાબતે ફરિયાદ નોંધાઈ
સરસ્વતી તાલુકાના મોરપા ગામે આવેલ વ્યાજબી ભાવની દુકાનનો માલનો જથ્થો ભરીને આજથી દોઢેક મહિના અગાઉ નિકળેલા પીકઅપ ડાલાને મોરપા ગામના લોકો દ્વારા વડું ગામ નજીક રોકી મામલતદારને જાણ કરી હતી. જેને લઈ સરસ્વતી તાલુકા નાયબ પુરવઠા મામલતદારે સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોરપા ગામના વ્યાજબી ભાવની દુકાનના સંચાલક અને ડાલાના ચાલક સામે ગુનો નોંધાવ્યો છે. સરસ્વતી નાયબ મામલતદાર એમ.જે.પટેલે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે ગત 27 ડિસેમ્બર 2025 ના રાત્રે વડુંથી ચાપ જવાના માર્ગ પર અનાજનો જથ્થો ભરેલું ડાલું મોરપા ગામના લોકો દ્વારા ઝડપવામાં આવ્યું હતું. જેને લઈ સરસ્વતી મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને ત્યાં તપાસ કરતાં ડાલામાંથી પ્લાસ્ટિકના ગર્વરમેન્ટ ઓફ્ પંજાબના માર્કા વાળા બારદાનમાંથી 45 હજારની કિંમતના 2500 કિલોગ્રામ ચોખા તથા 4200 ની કિંમતની 60 હજાર કિલોગ્રામ તુવેરદાળ તેમજ 5 હજારની કિંમતના 100 કિલોગ્રામ ચણા અને 4 લાખની કિંમતનું પીકઅપ ડાલું મળીને કુલ 4 લાખ 54 હજાર 200 નો મુદ્દામાલ ઝડપાયો હતો. જેને લઈ મામલતદારે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં મોરપા વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજેશભાઈ દલાભાઈ રબારી અને ડાલાના ચાલક મુકેશભાઈ દાનાભાઈ રાવત સામે ફરીયાદ નોંધાવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward