android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: ચાણસ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં પાટણના શખ્સને સજા ફ્ટકારી
calendar_today February 18, 2026

Patan: ચાણસ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં પાટણના શખ્સને સજા ફ્ટકારી

પાટણના એક શખ્સ દ્વારા વાહનની ખરીદી માટે ચાણસ્મા નાગરીક બેંકમાંથી લોન લીધા બાદ રૂ. 1.45 લાખ બેંકને લેણા પેટે લેવાના નિકળતાં નાણાં નહીં ચુકવાતા ચાણસ્મા કોર્ટમાં ફરીયાદ દાખલ કરવતા કોર્ટે પાટણના શખ્સને એક વર્ષની સાદી કેદની સજા અને વધારાનું દસ ટકા વળતર મળીને કુલ રૂપિયા 1.59 લાખ ચૂકવવા માટે હુકમ કર્યો છે.મળતી માહિતી મુજબ પાટણમાં રહેતાં આચાર્ય સુનિલ કુમાર બદ્રીપ્રસાદ નામના શખ્સે વાહનની ખરીદી માટે ચાણસ્મા નાગરીક બેંકમાંથી રૂપિયા 3 લાખની લોન લીધી હતી. જેને માસિક હપ્તો નક્કી કરાયો હતો. જે બાદ ચડેલા નાણાં માટે બેંક દ્વારા ચેક જમા કરાવતા ચેક રિટર્ન થતાં ચાણસ્મા કોર્ટમાં ધી નેગોશિયેબલ એક્ટ હેઠળ ફરીયાદ દાખલ કરવતા કોર્ટે ફરિયાદી બેંક તરફેના વકીલ જે.વી.ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી પાટણના શખ્સને રૂ. 1,45,690 સાથે વધારાનું દસ ટકા વળતર મળીને કુલ રૂ. 1,59,690 ચુકવવા હુકમ કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: વેદ ટાઉનશીપમાં માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા હટાવાયા
calendar_today February 18, 2026

Patan: વેદ ટાઉનશીપમાં માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા હટાવાયા

પાટણમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કરેલા દબાણો દુર કરવાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. જેમાં વધું એક જગ્યા પરથી સોસાયટીના માર્ગ પરના દબાણો હટાવવાની કામગીરી બુધવારે કરવામાં આવી હતી.પાટણ શહેરમાં પદ્મનાભ ચાર રસ્તા પાસે આવેલ વેદ ટાઉનશિપમાં રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરવા માટે પાટણ નગરપાલિકા દ્વારા રહિશોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે નોટીસ આપી હતી. પરંતુ પાલીકાની નોટીસ બાદ પણ રહિશોએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાની કામગીરી ન કરતાં આખરે બુધવારે પાટણ નગરપાલિકાની ટીમ જે.સી.બી મશીન સાથે દબાણ હટાવવા માટે ઉતરી હતી અને ગેરકાયદે રહેલાં ઓટલા અને ઢાળ દુર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ પાટણમાં નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી દબાણો હટાવવાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ભીલડી પંથકમાં વહેલી સવારે વાદળો દેખાતા ખેડૂતોમાં ઉચાટ
calendar_today February 18, 2026

Deesa: ભીલડી પંથકમાં વહેલી સવારે વાદળો દેખાતા ખેડૂતોમાં ઉચાટ

શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમનના ટાંકણે વધુ એક ઉત્તરના પહાડી વિસ્તારોમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ અસરને લઈ વાતાવરણમાં પલટો આવતાં વહેલી સવારે વાદળો દેખાતા ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છેરવિ સિઝનના પાકો લેવા ખેડૂતો કામે લાગ્યા છે તેવા સમયે અચાનક બદલાયેલા વાતાવરણ બદલાતાં ખેડૂત પણ ઉચાટ ની સ્થિતિમાં મુકાઈ ગયો હતો વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું હતું હવામાન નિષ્ણાતો ના મતે ઉત્તર ભારતમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને સાયકોલોનીક સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાદળછાયુ વાતાવરણને લઈ તાપમાનનો પારો વધતાં ફેબ્રુઆરી મહિનામાં પણ પ્રજાજનો ને ગરમીનો અનુભવ થવા લાગ્યો છે જોકે દિવસ રાત્રીના તાપમાનમાં ફેરફારને લઈને મિશ્રા ઋતુ જોવા મળી રહી છે ભીલડી વિસ્તારમાં ખેડૂતો દ્વારા રવિ સિઝન લેવાની કામગીરી શરૂ કરી છે તેવા સમયે વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો ત્યારે આવા સમયે જો વરસાદ થાય તો ખેડૂત વર્ગને મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward