android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vav-tharad: થરાદના પીલુડા કરબુણ નજીક હાઈવે પર દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ : બેનાં મોત
calendar_today February 18, 2026

Vav-tharad: થરાદના પીલુડા કરબુણ નજીક હાઈવે પર દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાઈ : બેનાં મોત

થરાદ તાલુકાના પીલુડા થી કરબુણ રોડ પર ગત મંગળવાર ની રાત્રે દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાતા ગાડીમાં સવાર બંને ઇસમોના ઘટના સ્થળે મોત થયા હતા બનાવના પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી દારૂ સહિત મુદ્દા માલ કબજે કરી બંને મૃતક અને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે સર્જાયેલ અકસ્માતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા...મળતી માહિતી અનુસાર થરાદ તાલુકાના પિલુડા ગામથી કરબુણ રોડ પર ગત મંગળવારની રાત્રીએ દારૂ ભરેલી ગાડી ઝાડ સાથે અથડાતા ધડાકો થયો હતો. જેને લઈને લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.સ્થળ પર જોતા ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને ઠેર ઠેર દારૂની બોટલો ફ્ંગોળાઈ હતી. જોકે ગાડીમાં સવાર ચાલક સહિત અન્ય ઇસમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતક બંને ઇસમોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી પોલીસે રૂ. 2.92.લાખ ઉપરાંતની કિંમતની 677 દારૂની બોટલો કબ્જે કરી ગાડી સહિત રૂ.3.93.લાખનો મુદ્દામાલ કબજે કરી કાનારામ પ્રહલાદરામ રબારી રહે રાજસ્થાન વાળાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી પોતાનું અને સાથે સવાર પિન્ટુભાઈ રગનાથભાઈ માજીરાણા રહે. કરબુણ વાળાનું મોત નિપજાવતા તેમના વિરુધ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.જોકે બંને મૃતકો વિરુદ્ધ થરાદ અને સાતલપુર ખાતે દારૂના કેસો નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું.. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ઉમેટા બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાતાં વાહનોની કતારો લાગી
calendar_today February 18, 2026

Anand: ઉમેટા બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાતાં વાહનોની કતારો લાગી

આણંદ અને વડોદરા જીલ્લાને જોડતા મહત્વના એવા ઉમેટા બ્રિજ પર બુધવાર વહેલી સવારથી જ ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વહેલી સવારે 5-30 વાગ્યથી શરૂ થયેલા આ ટ્રાફિકજામમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે આણંદ અને વડોદરા વચ્ચે અપ-ડાઉન કરતા નોકરિયાતો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ટ્રાફિકજામની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમાં 108 મોબાઈલવાન પણ ફસાઈ હતી. આવા કટોકટીના સમયે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ જતાં દર્દીની હાલત કફોડી હતી અને આ દૃશ્યો જોઈને ત્યાં હાજર લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે.મળતી માહિતી મુજબ ગંભીરા બ્રિજની ઘટનાને કારણે ઉમેટા બ્રિજ ઉપર વાહનોની અવર-જવર અને ટ્રાફિકનું ભારણ રોજેરોજ વધી રહ્યું છે. જોકે વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં વાહનોની સંખ્યા વધુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રોજીંદી બની રહી છે. આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ સવારના 9 વાગ્યા સુધી પણ ટ્રાફિક હળવો કરવા માટે તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યાં ન હતાં. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે સામાન્ય પ્રજાએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈને હાલાકી ભોગવવી પડી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: સગીરા પર દૂષ્કર્મ, આરોપીને 20 વર્ષની કેદ
calendar_today February 18, 2026

Nadiad: સગીરા પર દૂષ્કર્મ, આરોપીને 20 વર્ષની કેદ

સગીરા પર દુષ્કર્મ કેસમાં કઠલાલના લસુન્દ્રાના ઈસમને 20 વર્ષની સખત કેદની સજા અને 7500 દંડ ફટકારતો ચુકાદો કપડવંજ સેશન્સ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. ઈસમ એક વર્ષ અગાઉ પંથકની એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જ્યાં તેણે સગીરા પર અવારનવાર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.કઠલાલ તાલુકાના લસુન્દ્રા બાજપાઈનગરમાં રહેતો મહેશ બળવંતભાઈ સોલંકી (ઉં.વ.19) ગત તા.17 માર્ચ 2025ના રોજ રાત્રીના સુમારે કઠલાલ તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો. મહેશ સોલંકી સગીરાને ભગાડીને પંચમહાલ જિલ્લાના પાવાગઢ બસ સ્ટેન્ડ પાછળ આવેલ જગ્યા અને ગળતેશ્વર પંથકમાં લઈ ગયો હતો. જ્યાં તા.17થી તા.24 માર્ચ 2025 સુધી સગીરા પર તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ મામલે કઠલાલ પોલીસ મથકે સગીરાના વાલી દ્વારા મહેશ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બીએનએસ અને પોકસો એકટની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. કેસ કપડવંજ સેશન્સ અદાલતમાં ચાલી જતા ભોગ બનનાર સગીરાની જુબાની, મેડિકલ એવિડન્સ, ભોગ બનનારનું 164 રુબરુ નિવેદન, 20 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 07 મૌખિક પુરાવા, સરકારી વકીલ મિનેષ આર.પટેલની દલીલોને અદાલતે ધ્યાને લીધી હતી. અને આ કેસમાં સેશન્સ (સ્પે.પોકસો) અદાલતના જજ કે.એસ.પટેલે મહેશ સોલંકીને બીએનએસ કલમ 137ના ગુનામાં ચાર વર્ષની સાદી કેદની સજા, 2500 રુ.નો દંડ, દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા, પોકસો એકટની કલમ 6ના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા, 5 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ પાંચ માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર ચુકવવા હુકમ ગુજરાત વિકટીમ કોમ્પેન્સેશન સ્કીમ 2019ની જોગવાઈઓ મુજબ ભોગ બનનાર સગીરાને ચાર લાખ ચુકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નડિયાદને યાદી કરવા. આ રકમ પૈકી 75 ટકા રકમ સગીરાને પાંચ વર્ષ માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં જમા રાખવી, તેનું વ્યાજ ભોગ બનનારને ચુકવવું તથા બાકીની રકમ જરૂરી ઓળખ અંગેના આધાર પુરાવાની ખાતરી કરી એકાઉન્ટ પેથી ચૂકવી આપવા હુકમ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward