Anand: ઉનાળા પહેલાં સપ્તાહમાં હેન્ડપંપ બંધની 6 ફરિયાદ મળતાં રિપેરિંગ કામ શરૂ કરાયું
આણંદ જિલ્લામાં ગરમીની શરૂઅત સાથે જિલ્લામા મીઠા પાણીની મર્યાદિત ઉપલબ્ધિ ધરાવતા વિસ્તારોમા પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત કરાયેલા હેન્ડપંપોમાં સમયાંતરે ક્ષતિ સર્જાવાની ફરિયાદો ઉઠવા પામી છે. ગત સપ્તાહમાં તંત્રને આણંદ, પેટલાદ, સોજીત્રા, બોરસદ તાલુકાના છ ગામોમાંથી બંધ હેન્ડપંપની 6 ફરિયાદો મળતા તમામ હેન્ડપંપોનુ સમારકામ કરવામા આવ્યુ હોવાનુ તંત્રએ જણાવ્યુ છે.આણંદ જિલ્લામાં કુદરતી જળસ્ત્રોતોની અછત ધરાવતા વિસ્તારોમા સ્થાનિક રહીશો, મહિલાઓને દૈનિક કામગીરી માટે પુરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ બની રહે તે ઉદ્દેશ્યથી જે-તે વિસ્તારના રહીશોની માંગણી અને જરૂરિયાતને ધ્યાને લઇને જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે-તે વિસ્તારમા હેન્ડપંપો કાર્યરત કરવામા આવતા હોઇ તેમાંથી રહીશો રોજીંદા ઉપયોગ, અનિવાર્યતા મુજબ જળપુરવઠો મેળવીને વાસણ, કપડા, રસોઇ, સ્નાનાદિ સહિતની કામગીરી પુર્ણ કરી શકે છે. જોકે કેટલાક કિસ્સામા ભુગર્ભજળ ઉંડા જવા કે જળપુરવઠો બંધ થઇ જવો, પાણીમા રેતી, કાંકરા કે સેન્દ્રિય પદાર્થોનુ પ્રમામ વધવુ, પુરતા ફોર્સથી પાણી નહી આવવુ, મશીનરી કે પાઇપોમાં કાટ ખાઇ જવો કે યાંત્રિક ખામી સર્જાવી, હેન્ડલ તુટી જવુ કે સખ્ત થઇ જવુ સહિતની ફરિયાદો તંત્રને મળતી રહે છે. ત્યારે ગત સપ્તાહમાં પાણી પુરવઠા વિભાગને આણંદ તાલુકાના 1 ગ્રામ્ય વિસ્તારોમાંથી બંધ હેન્ડપંપોની 1 ફરિયાદો, સોજીત્રા તાલુકાના ત્રણ ગામમાંથી 3 ફરિયાદો, બોરસદ તાલુકાના એક ગામમાંથી 1 ફરિયાદ મળતા તત્કાલિક અસરથી ટીમ દ્વારા રીપેરીંગ કર્યુ હોવાનું જણાવ્યુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward