android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : ચોરવાડમાં મામલતદારે ગેરકાયદે ખનન કરતા 4 વાહનો જપ્ત કર્યા
calendar_today February 18, 2026

Junagadh : ચોરવાડમાં મામલતદારે ગેરકાયદે ખનન કરતા 4 વાહનો જપ્ત કર્યા

જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. મામલતદાર કે.કે. વાળાના નેતૃત્વમાં કરવામાં આવેલા અચાનક દરોડા દરમિયાન પથ્થરની ખાણમાં ચાલી રહેલું ગેરકાયદે ખનન ઝડપાયું છે. દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ ટ્રેક્ટર અને એક લોડર જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખનન માટે ઉપયોગમાં લેવાતા કુલ 6 ચકરડી મશીનો પણ કબજે લેવામાં આવ્યા છે.મામલતદાર કે.કે. વાળાએ તાત્કાલિક ખનીજ વિભાગને જાણ કરી તપાસ દરમિયાન અધિકારીઓને સ્થળ પર ગેરકાયદે વીજ જોડાણ મળ્યું હતું, જેના આધારે ખનન પ્રવૃત્તિ વધુ ગેરરીતિપૂર્વક ચાલી રહી હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ખાણ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ પણ થયેલું હોવાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર પ્રકરણ વધુ ગંભીર બન્યું છે. મામલતદાર કે.કે. વાળાએ તાત્કાલિક ખનીજ વિભાગને જાણ કરી હતી. જાણ થતાં જ ખનીજ ખાતાના અધિકારીઓ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદે ખનનથી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા પ્રાથમિક અંદાજ મુજબ ગેરકાયદે ખનનથી સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખનીજ વિભાગ હવે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને જવાબદારો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે તેવી તંત્ર તરફથી ખાતરી આપવામાં આવી છે. આ પણ વાંચો : Patan News: હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત

Read Full Story arrow_forward
Ahmedabad News: બ્લાસ્ટની ધમકી આપનાર 'સાયબર માફિયા' છત્તીસગઢથી ઝડપાયો
calendar_today February 18, 2026

Ahmedabad News: બ્લાસ્ટની ધમકી આપનાર 'સાયબર માફિયા' છત્તીસગઢથી ઝડપાયો

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીઓ આપી પોલીસ તંત્ર અને પ્રજામાં ફફડાટ ફેલાવનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ શખ્સની છત્તીસગઢથી અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.છેલ્લા 3 મહિનામાં 3 વખત આપી ધમકીઆ શખ્સ પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય નિર્દોષ લોકોના ઇન્ટરનેટ કનેક્શન અને આઈપી એડ્રેસ (IP Address) હેક કરતો હતો. હેક કરેલા નેટવર્ક દ્વારા તે ધમકીભર્યા મેઈલ મોકલતો હતો, જેથી પોલીસ તપાસમાં તે વ્યક્તિ પકડાય જેનું ઇન્ટરનેટ તે વાપરી રહ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ શખ્સે છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ વખત અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. તેના કારણે અનેક મહત્વના સ્થળો પર પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધરવું પડતું હતું અને તંત્રમાં દોડધામ મચી જતી હતી. બીજાનું ઈન્ટરનેટ હેક કરી કર્યા હતા મેઈલઆરોપીને છત્તીસગઢથી અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ શખ્સે માત્ર અમદાવાદમાં જ કે અન્ય શહેરોમાં પણ આવી ધમકી આપી છે? શું તે કોઈ ગેંગ કે સંગઠન સાથે સંકળાયેલો છે? બીજાના ઇન્ટરનેટ હેક કરવા પાછળનો તેનો અસલી હેતુ શું હતો? આ તમામ પાસાઓ પર ક્રાઈમ બ્રાન્ચે ઊંડી તપાસ શરૂ કરી છે. આ ધરપકડ બાદ શહેરમાં વારંવાર આવતી ખોટી અફવાઓ પર લગામ આવશે તેવી આશા સેવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandinagar News: સરકારી હેલિકોપ્ટર અને વિમાન પાછળ એક વર્ષમાં 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો
calendar_today February 18, 2026

Gandinagar News: સરકારી હેલિકોપ્ટર અને વિમાન પાછળ એક વર્ષમાં 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં સરકારી હેલિકોપ્ટર અને પ્લેન પાછળ કરવામાં આવેલા ખર્ચ અંગે કોંગ્રેસ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સવાલ કર્યો હતો કે, સરકારી હેલિકોપ્ટર અને પ્લેન પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હેલિકોપ્ટર અને વિમાનના સંચાલન, નિભાવ, સમારકામ, જાણવણી પાછળ સરકારે 29.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. સરકારે 37.96 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી.આ પણ વાંચોઃ Porbandar News: અરબી સમુદ્રમાં શંકાસ્પદ કેમિકલ સાથે પકડાયેલા બે ઈરાની શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

Read Full Story arrow_forward