android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Viramgam: હાંસલપુર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 1 શખ્સ પકડાયો
calendar_today February 18, 2026

Viramgam: હાંસલપુર ચોકડી પાસેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે 1 શખ્સ પકડાયો

અમદાવાદ જિલ્લામાં વિરમગામ શહેર બાયપાસ હાઈવે માર્ગ પર હાંસલપુર ચોકડી પાસેથી ગ્રામ્ય પોલીસે મંગળવારે રાત્રે માળીયા તરફ્ જતી મહારાષ્ટ્ર પારસિંગની એક ટ્રક રોકીને રૂ. 52.06 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લઈ એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને કુલ રૂ. 62.11 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.વિરમગામ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેકટર કે. આઈ. જાડેજા ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતા.દરમ્યાન અમદાવાદ તરફ્ માર્ગેથી વિરમગામ બાયપાસ હાંસલપુર ચોકડી થઈ કચ્છના માળીયા તરફ્ જવા મહારાષ્ટ્ર પારસિંગની વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક પસાર થવાની બાતમી મળી હતી.જેથી પોલીસે નાકાબંધી કરી હતી. પ્રાપ્ત માહિતી વાળી ટ્રક આવતા રોકીને તપાસ કરાઈ હતી.ટ્રકમાં શાકભાજી અને ભુસાના કોથળા હતા. જેની આડ માંથી મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તુરંતજ રાજુ તમ્માં ખાંડેકર રહેવાસી વકીલ કોલોની, ઇન્દિરાનગર,તા. મીરાજ, જી.સાંગાલી મહારાષ્ટ્રના વ્યક્તિની ધરપકડ કરી હતી.ટ્રક માંથી કુલ 23,664 નંગ બોટલ મળી કુલ 52,06,080 કિંમતનો વ્હિસ્કી ,બિયરનો જથ્થો તેમજ ટ્રક અને એક મોબાઈલ મળી કુલ 62,11,080 કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. વિરમગામ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસના ચક્રોગતિમાન કર્યા છે. અત્રે ઉલેખનીય રહેશે છેલ્લા એક સપ્તાહ દરમ્યાનમાં જ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આ ત્રીજી મોટી સફ્ળતા વિરમગામ ગ્રામ્ય પોલીસને મળી છે.ત્રણે બનાવ મળી પોલીસે કુલ 70,45,000 કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: ચોટીલા ડેપ્યુટી કલેકટરે ફરિયાદીને આરોપી બનાવી દીધો
calendar_today February 18, 2026

Surendranagar: ચોટીલા ડેપ્યુટી કલેકટરે ફરિયાદીને આરોપી બનાવી દીધો

થાનગઢના ઉંડવી ગામે ખેતરના રસ્તામાં ઉંડવીના જ મશરૂભાઇ પોપટભાઇ નહી ચાલવા દેતા હોવાથી સારદીયા રાજાભાઇ ગોવીંદભાઇએ થાનગઢ મામલતદારમાં કેસ કરતા ટ્રેકટર લઇ જઇ ચાલી શકે એવો રસ્તો કરી આપવા હુકમ કર્યો હતો.આ હુકમની સામે મશરૂભાઇ પોપટભાઇએ ચોટીલા ડેપ્યુટી કલેકટરની કચેરીમાં અપીલ કરી હતી. ડેપ્યુટી કલેકટરની મુદ્તમાં બંને પક્ષે હાજર રહી પોતાના પુરાવા રજૂ કરી રજૂઆત કરી હતી.આ સમયે મશરૂભાઇ પોપટભાઇએ મુંછ મરડીને કચેરીમાં હાજર રાજાભાઇને ધમકી આપી હતી કે રસ્તે ચાલવા નહી દઉં. આ સમયે ડેપ્યુટી કલેકટર મકવાણાની નજર જતા નજરે જોતાની સાથે જ તાત્કાલીક મશરૂભાને કસ્ટડીમાં લઇ નોટીસ આપી હતી.કચેરીના સમય પુર્ણ થતા સમયે મશરૂભાઇએ પોતાની ભુલ સ્વીકારી કે ઉમર થઇ ગઇ છે. અભણ મને માફ કરી દો તેમ જણાવી બાયેંધરી પણ આપી હતી. ત્યારબાદ ડેપ્યુટી કલેકટરે એક હજારનો દંડ ફટકારી બીજી વખત ભુલ ન થાય એવી ટકોર પણ કરી હતી. આમ ડેપ્યુટી કલેકટરે અરજદારને પણ કાયદાનું ભાન કરાવ્યુ હતુ કે સરકારી કચેરી હોય કે કોર્ટ માપમાં જ રહેવું પડે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Surendranagar: દુદાપુર પાસે અકસ્માતમાં ભડથુ થનાર શખ્સ બિહારનો ટ્રક ચાલક હોવાનું ખૂલ્યુ
calendar_today February 18, 2026

Surendranagar: દુદાપુર પાસે અકસ્માતમાં ભડથુ થનાર શખ્સ બિહારનો ટ્રક ચાલક હોવાનું ખૂલ્યુ

કચ્છ-અમદાવાદ હાઈવે પર તાજેતરમાં વહેલી સવારે અકસ્માતમાં ટ્રક ચાલક ભડથુ થઈ ગયો હતો. ત્યારે મૃતક બીહારનો શખ્સ હોવાનું તથા કોલસી ભરેલ ટ્રક લઈ માળીયાથી અમદાવાદ જતો હોવાનું સામે આવ્યુ છે. બીજી તરફ લીંબડી હાઈવે પર ટ્રાવેલ્સ બસે ઠોકર મારતા કારમાં સવાર પતિ-પત્ની અને પુત્રીને ઈજા પહોંચી હતી.ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર પાસે ગત તા. 13-2 ના રોજ વહેલી સવારે ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જવાની ટ્રકની કેબીનમાં આગ ભભુકી ઉઠી હતી. અને ટ્રકનો ડ્રાઈવર ભડથુ થઈ ગયો હતો. આ બનાવમાં મૃતકની ઓળખ થઈ છે. જેમાં કચ્છના રાહુલભાઈ રાધુભાઈ આહીરે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે લખાવેલ ફરિયાદમાંથી મળતી માહીતી મુજબ મૃતક બીહારના વિક્રમકુમાર રાજેન્દ્રસીંહ રાજપુત હતા અને તેઓ ગાંધીધામના હર્ષીવ ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. તા. 12ના રોજ સાંજે તેઓ માળીયામાં આવેલ વીમલકોર ટ્રેડર્સમાંથી કોલસી લોડ કરીને ટ્રક લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. જેમાં દુદાપુર પાસે તેઓએ ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ટ્રેલર પાછળ અકસ્માત કરી પોતાનું મોત નીપજાવ્યુ હતુ. બનાવની વધુ તપાસ એએસઆઈ વી.જી.પરમાર ચલાવી રહ્યા છે. જયારે રાજકોટના ઉપલેટામાં રહેતા 49 વર્ષીય જયંતીભાઈ પીઠાભાઈ મકવાણા તા. 16-2 ના રોજ સાંજે કાર લઈને છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ગામે જવા નીકળ્યા હતા. જેમાં કાર તેઓ ચલાવતા હતા. જયારે તેમની પાસે તેમની દિકરી આસ્થા બેઠી હતી. જયારે પાછળની સીટમાં તેમના પત્ની દક્ષાબેન હતા. કાર લીંબડી નેશનલ હાઈવે પર રામ ભરોસે હોટલ પાસે પહોંચતા પાછળથી એક પીળા કલરની ટ્રાવેલ્સ બસે કારને ટક્કર મારી હતી. આ સમયે સુતેલા તેમના પત્નીનું માથુ ભટકાયુ હતુ. જયારે ટ્રાવેલ્સ ચાલકે ફરીવાર કારને ટક્કર મારતા કાર ડીવાઈડર સાથે અથડાઈને ફંગોળાઈ હતી. જેમાં દક્ષાબેન, જયંતીભાઈ અને આસ્થાને ઈજા થતા સારવાર માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાયા હતા. આ અંગે ટ્રાવેલ્સ બસના ફરાર ચાલક સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward