android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના
calendar_today February 18, 2026

Ahmedabad News : સરકારી આવાસમાં PG ચલાવવાની પ્રથમ ઘટના

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનની કામગીરીથી સરકારી આવાસોમાં પીજી ચલાવનારા લોકોમાં ફફડાટ ફેલાયો છે. LIG આવાસના 15 મકાનો કર્યા સીલ અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં પીજી ચાલતુ હોવાની ઘટના સામે આવી છે. સાયન્સ સિટી વિસ્તારમાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી.હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાતે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાતી હતી. અત્યાર સુધી સરકારી આવાસો ભાડે આપવામાં આવતા હવે પીજીનો ખેલ સામે આવ્યો છે. કોર્પોરેશનની ટીમ દ્વારા આ ઘટનાને લઈને તપાસ શરૂ કરાઈ હતી. કોર્પોરેશને બંને મકાનો સીલ કર્યા હતાં. આજે એલઆઈજી આવાસના 15 મકાનો સીલ કરવામા આવ્યા છે.

Read Full Story arrow_forward
Patan News: હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત
calendar_today February 18, 2026

Patan News: હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત

પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દાતરવાડા ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને હાઇવે ક્રોસ કરી રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. દાતરવાડા નજીક અજાણ્યા વાહને મહિલાને મારી ટક્કર અત્યાર સુધી મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસે આસપાસના ગામોમાં તપાસ હાથ ધરી છે અને મહિલાની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોની મદદ લેવામાં આવી રહી છે. હારીજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, હાઇવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Budget 2026 : બજેટમાં ભારત 2047ના સપનાને સાકાર કરવા તફર ભાર : નાણામંત્રી
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 : બજેટમાં ભારત 2047ના સપનાને સાકાર કરવા તફર ભાર : નાણામંત્રી

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતાં પહેલા તેમણે કહ્યું કે બજેટમાં તમામ સેક્ટર નો સમાવેશ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે રોજગાર, નારી શક્તિ, ટેક્સટાઈલ, પ્રવાસન સ્થળનો પણ સમાવેશ કર્યો છે.તેમણે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને આગળ વધારીશું તથા નારી શક્તિ, રોજગારી, યુવાનો પર ભાર મુકવામાં આવ્યો છે. ટેકનોલોજી, સેમીકન્ડક્ટર પર ભાર તેમણે એમ પણ કહ્યું કે ટેકનોલોજી, સેમીકન્ડક્ટર પર ભાર મુકવામાં આવ્યો છે. બજેટ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે નાણામંત્રી કનુ ભાઈ દેસાઈ 26 - 27 વર્ષ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે, ગુજરાત લીડ લે અને જન જનને સુખાકારી મળે તેને ધ્યાનમાં રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી કનુ ભાઈએ બજેટ રજૂ કર્યું હતું.

Read Full Story arrow_forward