android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh News : ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા વાયરલ થઇ, જાણો કયા ગંભીર આક્ષેપો સાથે તપાસની માગ કરાઈ
calendar_today February 18, 2026

Junagadh News : ઇન્દ્રભારતી બાપુ વિરુદ્ધ પત્રિકા વાયરલ થઇ, જાણો કયા ગંભીર આક્ષેપો સાથે તપાસની માગ કરાઈ

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગી કુંડમાં વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ મહિલા પોલીસ અધિકારીએ પણ સિવિલ ડ્રેસમાં ડૂબકી લગાવી હતી. કીર્તિ પટેલને આ ડૂબકી માર્યા બાદ પોલીસ અધિકારી સાથે બબાલ થઈ હતી. ત્યાર બાદ તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે આ મામલે વિવાદ વકર્યો છે. ઈન્દ્રભારતી બાપુ વિરૂદ્ધ એક પત્રિકા વાયરલ થઈ છે. મેળામાં મૃગી કુંડમાં સ્નાનનો વિવાદ વકર્યો જૂનાગઢના મેળામાં મૃગી કુંડમાં સ્નાનનો વિવાદ વકર્યો છે. ઈન્દ્રભારતી બાપુ વિરૂદ્ધ એક પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકામાં ઈન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમની પર પત્ની અને પુત્રીઓ અંગે સત્ય છૂપાવવાનો આરોપ લાગ્યો છે. આ પત્રમાં તેમની સંપત્તિ અંગે પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પત્રિકામાં ઈન્દ્રભારતી બાપુ સામે તપાસની માગ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward
Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું જંગી રોકાણ, AI હબ બનાવવાની તૈયારીઓ થઈ શરૂ
calendar_today February 18, 2026

Google ભારતમાં કરશે 1.25 લાખ કરોડનું જંગી રોકાણ, AI હબ બનાવવાની તૈયારીઓ થઈ શરૂ

ભારતમાં AIને લઈને અત્યાર સુધીની મોટી જાહેરાત સામે આવી છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઈ અને ડિપમાઈન્ડના CEO ડેમિસ હાસાબિસે જણાવ્યું કે કંપની આગામી 5 વર્ષમાં ભારતમાં લગભગ 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. જો કે ગુગલે આ રોકાણની જાહેરાત ગયા વર્ષે જ કરી હતી.વિશાખાપટ્ટનમમાં બનશે મેગા AI ડેટા સેન્ટર ઉલ્લેખનીય છે કે ગુગલ સીઈઓ અને ગુગલ ડીપમાઈન્ડના ચીફ બંને ભારતના પ્રવાસ પર છે. AI ઈમ્પેક્ટ સમિટમાં બંને ટેક લીડર્સની હાજરી રહેશે. સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. આ રોકાણ દેશનું પ્રથમ મોટું AI હબ ઉભું કરવા માટે હશે. આ પ્રોજેક્ટનો સૌથી મોટો હિસ્સો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બનનારૂ મેગા AI ડેટા સેન્ટર છે. આ ડેટા સેન્ટર માત્ર એક બિલ્ડિંગ નહીં હોય, જ્યારે AI મોડલ ટ્રેનિંગ, ક્લાઉડ સર્વિસ અને મોટા પ્રમાણનું કોમ્પ્યુટિંગનું કેન્દ્ર બનશે. અહીંથી ભારત અને આસપાસના દેશોના AIની તાકાત મળશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગર ઝડપી ઈન્ટરનેટ કામ કરતું નથી, તેથી ગુગલ ભારતને સીધું દુનિયા સાથે જોડવા માટે નવા અંડરસી ઈન્ટરનેટ કેબલ નાખી રહ્યું છે. આ કેબલથી ભારતનું કનેક્શન સિંગાપુર, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે જોડાશે. તેનાથી એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકામાં AI સર્વિસ ઝડપી બનશે. ડેટાને હવે અમેરિકા કે યુરોપ થઈને નહીં જવું પડે. રસ્તો નાનો થશે અને સ્પીડ વધારે હશે. ભારતને માત્ર AI યુઝર નહીં પણ AI ઈન્ફ્રા હબ બનાવવાની દિશામાં મોટું પગલું કંપનીનો દાવો છે કે 100 મિલિયનથી વધારે લોકોને AIની ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે કે AI માત્ર મોટા શહેરો સુધી સિમિત નહીં રહે પણ નાના શહેરો સુધી પણ પહોંચશે. આ સમગ્ર રોકાણ ભારતને માત્ર AI યુઝર નહીં પણ AI ઈન્ફ્રા હબ બનાવવાની દિશામાં મોટું પગલું છે. આજે દુનિયાનો મોટાભાગનો ઈન્ટરનેટ ટ્રાફિક અમેરિકા, યુરોપ અને ચીનના રસ્તે ચાલે છે, હવે ગુગલ એક નવો રસ્તો બનાવી રહ્યું છે, જેમાં ભારત સેન્ટરમાં હશે. તેનો મતલબ છે કે આગામી સમયમાં કરોડો લોકો AI ટુલ્સ સુધી ભારત દ્વારા પહોંચશે. આ સાથે જ એક મોટી અસર એ રહેશે કે ભારતના સ્ટાર્ટઅપ્સ અને ડેવલપર્સને હવે લોકલ લેવલ પર હાઈ-પાવર કોમ્પ્યુટ મળશે. તેને દર વખતે વિદેશી સર્વર પર નિર્ભર નહીં રહેવું પડે અને તેનાથી ખર્ચ ઓછો થશે. સ્પીડ વધશે અને લોકલ ઈનોવેશનને તાકાત મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર પહેલા જ ડેટા સેન્ટર અને ડિજિટલ ઈન્ફ્રાને વધારવા પર જોર આપી રહી છે. હવે ગુગલ જેવા ગ્લોબલ પ્લેયર આવવાથી ભારતની AI ઈકોસિસ્ટમ વધુ મજબૂત થશે. આ પણ વાંચો : Galgotias AI Summit: ભારે વિવાદ બાદ Galgotias Universityએ પોતાના માફીનામામાં શું લખ્યુ?

Read Full Story arrow_forward
Rajkot News : જેતપુરની દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી, નશામાં ધૂત સંચાલકની ધરપકડ
calendar_today February 18, 2026

Rajkot News : જેતપુરની દેવ બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી, નશામાં ધૂત સંચાલકની ધરપકડ

ગુજરાતમાં દારૂબંધી હોવાનો કાયદો અમલમાં છે કે કેમ તે અંગે હવે પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. રાજ્યમાં પોલીસ વારંવાર દારૂની હેરાફેરી કરતા લોકોને પકડે છે. બુટલેગરો રાજ્યમાં બેફામ બન્યાં છે. ત્યારે હવે બ્લડ બેંકમાંથી દારૂની બોટલો પકડાતા અનેક સવાલો ઉભા થયાં છે. રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી છે. બ્લડ બેંકના ફ્રીજમાંથી દારૂની બોટલો મળી હતી. નશામાં ધૂત સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. જેતપુરમાં દેવ બ્લડ બેંકમાં દારૂની બોટલો મળી રાજકોટના જેતપુરમાં દેવ બ્લડ બેંકમાંથી દારૂની બોટલો મળી આવી હતી. બ્લડ બેંકના ફ્રીજમાં સંતાડેલી દારૂની બોટલો મળી આવી હતી. નશામાં ધૂત બ્લડ બેંકના સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી. બ્લડ બેગ લેવા માટે ગયેલા દંપતી સાથે તેણે ગેરવર્તન કર્યું હતું. બ્લડ બેંકનો સંચાલક નશો કરેલી હાલતમાં હતો. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Porbandar News: પોરબંદરના દરિયામાં ડ્રગ્સ વિરુદ્ધ કોસ્ટગાર્ડ અને ATSનું જોઇન્ટ ઓપરેશન

Read Full Story arrow_forward