android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : વાદળછાયા વાતાવરણથી તમાકુમાં મોલોમસીનો ઉપદ્રવ અટકાવવા કરો આ કામ
calendar_today February 18, 2026

Agriculture News : વાદળછાયા વાતાવરણથી તમાકુમાં મોલોમસીનો ઉપદ્રવ અટકાવવા કરો આ કામ

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે તમાકુના પાકમાં મોલોમસી જીવાતનો ઉપદ્રવ નોંધાયો છે. આ જીવાતના પ્રકોપને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર પડી શકે છે.દવાને પાણીમાં મિક્સ કરીને સમાન રીતે કરો છંટકાવ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વાદળછાયા અને ભેજવાળા વાતાવરણમાં મોલોમસી ઝડપથી ફેલાય છે, તેથી ખેડૂતોએ નિયમિત ખેતરની મુલાકાત લઈને પાકનું નિરીક્ષણ કરવું જરૂરી છે. મોલોમસીના અસરકારક નિયંત્રણ માટે સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઇડ એટલે કે શોષક પ્રકારની જંતુનાશક દવા ઉપયોગમાં લેવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને ડાયમિથોએડ નામની જંતુનાશક દવાનો ઉપયોગ કરવા જણાવાયું છે. 20 મિલી દવા પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણ કરીને સમાન રીતે છંટકાવ કરવાથી જીવાત પર નિયંત્રણ મેળવી શકાય છે. આ ખાસ કાળજી રાખવી છંટકાવ કરતી વખતે પાંદડાની નીચેની સપાટી પર પણ દવા સારી રીતે પડે તેની ખાસ કાળજી રાખવા જણાવ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા અને અનાવશ્યક દવાઓનો અતિરેક ઉપયોગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર પગલાંથી મોલોમસીના ઉપદ્રવને નિયંત્રિત કરી પાકની ગુણવત્તા જાળવી શકાય છે. જિલ્લા ખેતીવાડી તંત્ર ખેડૂતો સાથે સતત સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યારે વધુ માર્ગદર્શન આપવાની તૈયારી દર્શાવી છે.આ પણ વાંચો : Agriculture News : પ્રાકૃતિક ખેતીને બળ,‘ડિજિટલ સોઈલ હેલ્થ કાર્ડ’ દ્વારા આંગળીના ટેરવે જમીનનું સ્વાસ્થ્ય

Read Full Story arrow_forward
Jamnagarના ધ્રોલમાં ઉધાર સિગારેટ આપવાની ના પાડતા વેપારી પર હુમલો
calendar_today February 18, 2026

Jamnagarના ધ્રોલમાં ઉધાર સિગારેટ આપવાની ના પાડતા વેપારી પર હુમલો

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં એક વેપારી પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોને દબોચી લીધા છે. માત્ર સિગારેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે વેપારીની દુકાનમાં ઘૂસીને આતંક મચાવનાર શખ્સો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ધ્રોલમાં દુકાન ધરાવતા વેપારી વિજય ગડારા પાસે આરોપીઓ અગાઉ સિગારેટ ઉધાર લઈ ગયા હતા. જ્યારે આ શખ્સો ફરીથી ઉધારમાં સિગારેટ લેવા આવ્યા, ત્યારે વેપારીએ જૂના બાકી પૈસાની માંગણી કરી હતી.પોલીસે હુમલો કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા આ સાંભળીને ઉશ્કેરાયેલા બંને શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી અને વેપારી પર હિંસક હુમલો કર્યો હતો. વેપારી વિજય ગડારાએ આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નીચે મુજબના બે શખ્સોની ધરપકડ કરી છે: મનીષ પરમાર ઉર્ફે કબૂતર, માંડા જુંજા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. દુકાનમાં ઘૂસીને આરોપીઓએ ધમાલ મચાવી હતીઆ બંને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચ-પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર કાયદો હાથમાં લેવાની આદત ધરાવતા આ શખ્સોની ધરપકડથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ધ્રોલ પોલીસે હાલ બંને આરોપીઓનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana News:  વિસનગરમાં DJ બંધ કરવા મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો, માથાના ભાગે ચાર ટાંકા આવ્યા
calendar_today February 18, 2026

Mehsana News: વિસનગરમાં DJ બંધ કરવા મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો, માથાના ભાગે ચાર ટાંકા આવ્યા

મહેસાણાના વિસનગરમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમની પત્ની પર જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાસે ટોળાએ તેમની પર હુમલો કર્યો છે. ડીજે બંધ કરાવતા મામલો બિચક્યો હતો. દંપતી પર લાકડી અને પાઈપથી હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરો વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત પ્રમુખ અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલિકાના પૂર્વ પ્રમુખ પર હુમલો વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને પત્ની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગરબામાં DJ બંધ કરાવવા જતાં બબાલ થઈ હતી. ભૂતનાથ મહાદેવ પાસે ટોળાએ લાકડી અને પાઈપોથી માર માર્યો હતો. પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્ત દંપતીને વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: સાયન્સ સિટી વિસ્તારમાં સરકારી આવાસમાં PGનો ધમધમાટ, ઊંઘતુ તંત્ર મકાનને સીલ મારવા દોડતુ થયુ

Read Full Story arrow_forward