android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : જો ચાલુ પરીક્ષાએ સ્કૂલમાં બોમ્બની ધમકી મળે તો શું કરવું ? રણનીતિ તૈયાર કરવા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરીની  આજે ખાસ બેઠક
calendar_today February 18, 2026

Gandhinagar : જો ચાલુ પરીક્ષાએ સ્કૂલમાં બોમ્બની ધમકી મળે તો શું કરવું ? રણનીતિ તૈયાર કરવા રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરીની આજે ખાસ બેઠક

ગુજરાતના વિવિધ શહેરોમાં કેટલીક સ્કૂલોને બોમ્બની ધમકી ભરેલા ઈ-મેઈલ પ્રાપ્ત થયા છે, જેના પગલે રાજ્ય સરકાર ગંભીર બની છે. સ્કૂલોમાં વારંવાર મળી રહેલા ધમકીભર્યા ઇમેઇલના કારણે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને આગામી બોર્ડ પરીક્ષાઓ સમયે જો આ પ્રકારની બોમ્બની ધમકીના ઇમેઇલ આવે તો શું કરવું તે બાબતે ચર્ચા કરવા આજે પ્રિન્સિપાલ સેક્રેટરીની CP, કલેક્ટર તથા શિક્ષણાધીકારી તથા SP સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઇ રહી છે.રાજ્ય ના પ્રિન્સિપાલ  સેક્રેટરી સાથે વીડિયો કોન્ફરન્સ આજે રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આ બાબતે રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, ડીઈઓ અને પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજી રહ્યા છે. બોર્ડ પરીક્ષાની સુરક્ષા અને મહત્વપૂર્ણ ચર્ચા વિશેષરૂપે, આવી ધમકીઓનો સીધી અસર બોર્ડની પરીક્ષાઓ પર પડી શકે છે. આજની બેઠકમાં આ મુદ્દે ગહનતાથી ચર્ચા થવાની શક્યતા છે. ચાલુ પરીક્ષાઓમાં જો ધમકી મળે તો શું કરવું તે બાબતે ચર્ચા કરવામાં આવશે. કાયદો-સુરક્ષા માટે સંયુક્ત કામગીરી વીડયો કોન્ફરન્સની મુખ્ય ચર્ચા કાયદો અને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવામાં પર કેન્દ્રિત હશે. કેવી રીતે રાજ્યના શાળાઓને સલામત રાખી વિદ્યાર્થીઓને સુરક્ષિત પરીક્ષા માહોલ પ્રદાન કરી શકાય તે બાબતે ખાસ ચર્ચા કરાશે.આ પણ વાંચો----     Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે

Read Full Story arrow_forward
Rajyasabha Election Date: 10 રાજ્યોની ખાલી પડેલી 37 બેઠકો માટે ચૂંટણી તારીખ જાહેર
calendar_today February 18, 2026

Rajyasabha Election Date: 10 રાજ્યોની ખાલી પડેલી 37 બેઠકો માટે ચૂંટણી તારીખ જાહેર

રાજ્યસભાની 37 બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ 37 બેઠકો માટે ચૂંટણી 16 માર્ચે યોજાશે. મહારાષ્ટ્રમાં સાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાંચ-પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. તમિલનાડુમાં છ, આસામમાં ત્રણ, છત્તીસગઢમાં બે, હરિયાણામાં બે, તેલંગાણામાં બે અને હિમાચલ પ્રદેશમાં એક બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે. કઇ બેઠકો પર ચૂંટણી ? મહારાષ્ટ્રમાં સાત, પશ્ચિમ બંગાળ અને બિહારમાં પાંચ-પાંચ અને તમિલનાડુમાં છ બેઠકો માટે ચૂંટણી યોજાશે. શરદ પવાર, રામદાસ આઠવલે, કનિમોઝી, તિરુચી શિવ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશનો કાર્યકાળ 2 એપ્રિલે સમાપ્ત થાય છે. રાજ્યસભાની ચૂંટણી માટે સંપૂર્ણ સમયપત્રક 37  રાજ્યસભા બેઠકો માટે સૂચના 26 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 5 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે.  નામાંકનની ચકાસણી 6 માર્ચે થશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાના નામાંકન પાછા ખેંચી શકશે. 16 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4  વાગ્યા સુધી મતદાન થશે. મતગણતરી તે જ દિવસે સાંજે 5  વાગ્યાથી શરૂ થશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 20 માર્ચ સુધીમાં પૂર્ણ થશે. કયા રાજ્યમાં કેટલી બેઠકો માટે મતદાન? મહારાષ્ટ્રમાં સાત બેઠકો ખાલી પડી રહી છે. ઓડિશામાં ચાર બેઠકો માટે મતદાન થશે. તમિલનાડુમાં છ બેઠકો ખાલી પડી રહી છે. પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો ખાલી પડી રહી છે. આસામમાં ત્રણ બેઠકો પર મતદાન થશે. બિહારમાં પાંચ બેઠકો ખાલી પડી રહી છે. છત્તીસગઢમાં બે બેઠકો પર મતદાન થશે. હરિયાણામાં બે બેઠકો ખાલી પડી રહી છે. હિમાચલ પ્રદેશમાં એક બેઠક ખાલી પડી રહી છે અને તેલંગાણામાં બે બેઠકો ખાલી પડી રહી છે.

Read Full Story arrow_forward
India AI Impact Summit 2026 : ગલગોટિયા યુનિવર્સિટીના રોબોટને લઇને વિવાદ, સરકારે AI સમિટ છોડવા કહ્યું
calendar_today February 18, 2026

India AI Impact Summit 2026 : ગલગોટિયા યુનિવર્સિટીના રોબોટને લઇને વિવાદ, સરકારે AI સમિટ છોડવા કહ્યું

ગલગોટિયા ઇનોવેશન સ્ટોલમાંથી ઇનોવેશન ટુલ એટલે કે રોબોડોગને હટાવાયો છે. આ રોબોટ પર  વિવાદ થયો છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે ચીન આ રોબોટને પોતાનો હોવાનું કહ્યું છે. આથી ગલગોટિયા યુનિવર્સિટી સ્ટોલના તમામ સાધનોને હટાવી દેવાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે યુનિવર્સિટીએ ચીની રોબોટ પ્રદર્શિત કર્યો હતો. ગલગોટિયા યુનિવર્સિટીને  સરકારે AI સમિટ છોડવા કહ્યું હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. 

Read Full Story arrow_forward