android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026 Live Updates : નાણાંમંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે
calendar_today February 18, 2026

Gujarat Budget 2026 Live Updates : નાણાંમંત્રી કનુ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surat: વાહનોમાં સફેદ LED લાઈટ લગાડનારા 60થી વધુ ચાલકો દંડાયા, અકસ્માતો રોકવા ટ્રાફિક પોલીસ અને RTOનું સંયુક્ત મેગા ચેકિંગ
calendar_today February 18, 2026

Surat: વાહનોમાં સફેદ LED લાઈટ લગાડનારા 60થી વધુ ચાલકો દંડાયા, અકસ્માતો રોકવા ટ્રાફિક પોલીસ અને RTOનું સંયુક્ત મેગા ચેકિંગ

શહેરમાં રાત્રિના સમયે વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને RTO વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વાહનોમાં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવતી તીવ્ર સફેદ LED લાઈટો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે.સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહી સામાન્ય રીતે કંપની ફિટેડ લાઈટો સિવાય બહારથી લગાડાતી સફેદ LED લાઈટો ખૂબ જ તીવ્ર હોય છે. તેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે. રસ્તા પરનું વિઝન ઓછું થવાથી ચાલક કાબૂ ગુમાવે છે. વળાંક કે ચાર રસ્તા પાસે આ લાઈટો જીવલેણ અકસ્માતનું કારણ બને છે.પોલીસની કાર્યવાહીની વિગતોસુરત ટ્રાફિક પોલીસે RTO સાથે સંકલન સાધીને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન 60 જેટલા વાહનચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે અને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને અન્યોનો જીવ જોખમમાં મૂકનારાઓને છોડવામાં આવશે નહીં.આ પણ વાંચો: Ambaji: નવીન ભોજનાલય બહારથી ધોળા દિવસે બાઇકની ચોરી, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Read Full Story arrow_forward
Surendranagar : લીંબડી હાઇવે પર રળોલ પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇકને ટક્કર મારતા 1નું મોત, ટ્રાવેલ્સ ચાલક ફરાર
calendar_today February 18, 2026

Surendranagar : લીંબડી હાઇવે પર રળોલ પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇકને ટક્કર મારતા 1નું મોત, ટ્રાવેલ્સ ચાલક ફરાર

લીંબડી હાઇવે પર રળોલ પાટિયા નજી સર્જાયેલા અકસ્માતમાં 1 યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી માહિતી પ્રમાણે, ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. બાઇક ચાલક, બાજરડાથી લૌકિક વ્યવહારમાં સ્મશાન યાત્રામાં સામેલ થવા માટે આવી રહ્યો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી અને તેને હોસ્પિટલમાં લઇ જવાયો તે પહેલાં જ તેનું મોત થયું હતું, અન્ય બાઇક સવાર ગંભીર અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને તરત સારવાર માટે લીંબડી હોસ્પિટલ લઈ જઈ, વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યો છે. તેની સ્થિતિ હાલ નાજુક જણાઈ રહી છે. ખાનગી ટ્રાવેલ્સ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો ઘટનાની પછી ખાનગી ટ્રાવેલ્સ ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને ફરાર ચાલકને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરુ કરાઇ છે.આ પણ વાંચો----   Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે

Read Full Story arrow_forward