android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં આગામી સપ્તાહે થઈ શકે છે ડિમોલિશન : સૂત્ર, અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
calendar_today February 18, 2026

Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં આગામી સપ્તાહે થઈ શકે છે ડિમોલિશન : સૂત્ર, અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

મનપાએ JCB, ટ્રેક્ટર, કટર સહિતના સંસાધનો તૈયાર કર્યા છે અને અલગ-અલગ 5 બોર્ડના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કરાયા છે, આજી નદીના કાંઠે આવેલા બાંધકામો તોડી પાડવા તૈયારી દર્શાવાઈ છે, પોલીસ અને વિજિલન્સ બંદોબસ્ત માટે તૈયારી કરાઈ છે, પીજીવીસીએલ સહિતના સરકારી વિભાગોને સૂચના અને ડિમોલિશન અંગે સત્તાવાર કોઈ નિર્ણય લેવાયો નથી.જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદે દબાણો દૂર કરાશે રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે, તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે. દબાણ કર્તાઓને બીજી નોટિસ અંગેની કલેક્ટર તંત્રની તૈયારીઓ શરૂ કરી હતી નોટિસ આપવાને લઈ દબાણ કર્તાઓ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને જંગલેશ્વર વિસ્તાર ઝૂંપડપટ્ટી નોટિફાઇડ ન હોવાની દલીલ સરકારી પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ પણ અગાઉ દાખલ કરવામાં આવેલી છે. આ પણ વાંચો : Agriculture News : રવિ સિઝન 2025-26માં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરાશે, નાફેડના ‘ઇ-સમૃદ્ધિ’ પોર્ટલ પર અરજી પ્રક્રિયા શરૂ

Read Full Story arrow_forward
Surat: પાલિકા કમિશનરનું ફેક એકાઉન્ટ, વિદેશી નંબરથી બનાવી નકલી પ્રોફાઈલ
calendar_today February 18, 2026

Surat: પાલિકા કમિશનરનું ફેક એકાઉન્ટ, વિદેશી નંબરથી બનાવી નકલી પ્રોફાઈલ

સુરતમાં સાયબર અપરાધીઓ હવે ઉચ્ચ અધિકારીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે એક ફેક વોટ્સએપ એકાઉન્ટ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં પાલિકા કમિશનરનું વોટ્સએપ ફેક એકાઉન્ટજાણવા મળતી વિગતો મુજબ કોઈ અજાણ્યા શખ્સે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનનો ફોટો પ્રોફાઈલ પિક્ચર (DP) તરીકે રાખીને એક વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું છે. આ એકાઉન્ટ દ્વારા પાલિકાના કર્મચારીઓ અને અન્ય લોકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.વિદેશી નંબરનો કરાયો ઉપયોગઆ ફેક એકાઉન્ટ કોઈ ભારતીય નંબર પરથી નહીં, પરંતુ વિદેશના નંબર (+1 અથવા અન્ય આંતરરાષ્ટ્રીય કોડ) પરથી ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. સાયબર ઠગો સામાન્ય રીતે આવા ફેક એકાઉન્ટ બનાવીને નાણાકીય મદદ અથવા એમેઝોન ગિફ્ટ કાર્ડ જેવી માંગણીઓ કરતા હોય છે.પાલિકા તંત્રની અપીલઆ ઘટનાની ગંભીરતાને જોતા સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવી છે. કમિશનરના નામે આવતા શંકાસ્પદ મેસેજનો જવાબ ન આપવો. કોઈપણ પ્રકારની નાણાકીય લેવડ-દેવડ કે વિગતો શેર ન કરવી. જો આવો કોઈ મેસેજ મળે, તો તુરંત સાયબર ક્રાઈમ વિભાગને જાણ કરવી.આ પણ વાંચો: Surat: વાહનોમાં સફેદ LED લાઈટ લગાડનારા 60થી વધુ ચાલકો દંડાયા, અકસ્માતો રોકવા ટ્રાફિક પોલીસ અને RTOનું સંયુક્ત મેગા ચેકિંગ

Read Full Story arrow_forward
Botad : ગઢડામાં સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી, રસ્તા વચ્ચે પડેલા બાઇક મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપી
calendar_today February 18, 2026

Botad : ગઢડામાં સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી, રસ્તા વચ્ચે પડેલા બાઇક મુદ્દે ઉશ્કેરાયેલા શખ્સે ધમકી આપી

બોટાદ જિલ્લાના ગઢડામાં સાંકડી શેરી નજીક જૂના સ્વામીનારાયણ મંદિર સામે રહેતી 65 વર્ષીય સાંખ્યયોગી બહેન જસુબેન કોરડિયાને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંદાતા પોલીસે તપાસ શરુ કરી છે. શું થયું હતુ? ગત રાત્રે પૂજા કર્યા પછી ઘરે જતાં જસુબેને રોડ પર પડેલી બાઈક વિશે પૂછતા, બાઈકનો માલિક હિતેશ બલદાણીયા નામનો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને અપશબ્દો બોલ્યા બાદ હાથમાં કાંટાવાળું ઝાડૂ લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી  પોલીસની કાર્યવાહી જસુબેન કોરડિયાએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. આ પણ વાંચો----      Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે

Read Full Story arrow_forward