android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટમાં દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર, એક મહિલા ઈજાગ્રસ્ત થઈ અને બુટલેગરે સ્થળ પર જ કાર મૂકી દીધી
calendar_today February 18, 2026

Rajkot News : રાજકોટમાં દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર, એક મહિલા ઈજાગ્રસ્ત થઈ અને બુટલેગરે સ્થળ પર જ કાર મૂકી દીધી

રાજકોટના હડમતીયા ફાળદંગ વચ્ચે આ ઘટના બની છે અને બુટલેગરના અકસ્માતમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ છે અને તેને સારવાર માટે ખસેડાઈ છે, પોલીસે કાર નંબરના આધારે તપાસ હાથ ધરી છે, હજી સુધી બુટલેગર ઝડપાયો નથી અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અથડાવી બુટલેગર કાર મૂકી થયો ફરાર રાજકોટમાં દારૂ ભરેલી કાર અથડાવી બુટલેગર ફરાર થયો છે અને રાજકોટ નજીક હડમતીયા ફાળદંગ વચ્ચે આ ઘટના બની હતી, રાત્રિના સમયે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, બુટલેગરે ઈકો કાર સાથે આ અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે, અકસ્માત ઉપરાંત પોલીસે દારૂની રૂ.1.58 લાખની કિંમતની 396 બોટલ કબજે કરી અલગથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.કારમાં રહેલા મહિલાને પહોંચી ઈજા આજી ડેમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, ઈકો કાર સામેથી આવી રહી હતી તે દરમિયાન બુટલેગરે કારને અકસ્માત કર્યો હતો અને આજી ડેમ પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધ્યો હતો, દારૂની 396 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર નવાગામ આણંદપરમાં રહેતા મનસુખ પરાલિયાની હોવાનું ખુલ્યું છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટના જંગલેશ્વરમાં આગામી સપ્તાહે થઈ શકે છે ડિમોલિશન : સૂત્ર, અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ

Read Full Story arrow_forward
Gujarat Weather : મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો , પંચમહાલ અને દાહોદના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ
calendar_today February 18, 2026

Gujarat Weather : મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો , પંચમહાલ અને દાહોદના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે અને દાહોદ પંચમહાલ જિલ્લાના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો તો કમોસમી વરસાદના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદ પંચમહાલના ગોધરામાં વહેલી સવારે કમોસમી વરસાદી છાંટા પડતા રોડ અને રસ્તાઓ ભીની થઇ ગયા. કમોસમી વરસાદના પગલે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. દાહોદના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ઉપરાંત દાહોદ, છાપરી, રળિયાતી, જાલત, રાબડાલ, લીમડી, વરોડ, સિંગવડ અને લીમખેડા જેવા વિસ્તારમાં પણ વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોમાં ચિંતા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ખેતરોમાં પાકને નુકસાન થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતો પાક બગડે તેની ચિંતામાં મુકાઇ ગયા છે..આ પણ વાંચો---    Gujarat Budget 2026 : આજે રજૂ થશે રાજ્યનું બજેટ, GYAN મોડેલ પર કેન્દ્રિત રહી શકે છે બજેટ, ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ પર મુકાશે

Read Full Story arrow_forward
Bharuch: પીલુદ્રા નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ચાલકનો ક્રેઈનની મદદથી બહાર કઢાયો મૃતદેહ
calendar_today February 18, 2026

Bharuch: પીલુદ્રા નજીક ટ્રેલર પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત, ચાલકનો ક્રેઈનની મદદથી બહાર કઢાયો મૃતદેહ

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. અંકલેશ્વરના પીલુદ્રા ગામ નજીક આજે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નિપજ્યું છે.દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત મળતી માહિતી અનુસાર, એક્સપ્રેસ વે પર આગળ જઈ રહેલા એક ટ્રેલરની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકનો આગળનો ભાગ (કેબિન) સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું કેબિનમાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.રેસ્ક્યુ અને પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ હાઈવે ઓથોરિટી અને પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.ટ્રકનું કેબિન એટલી હદે દબાઈ ગયું હતું કે મૃતદેહને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદ લેવી પડી હતી. ભારે જહેમત બાદ ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને મોટા પાયે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ક્રેઈન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરી માર્ગ ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી.આ પણ વાંચો: Surat: પાલિકા કમિશનરનું ફેક એકાઉન્ટ, વિદેશી નંબરથી બનાવી નકલી પ્રોફાઈલ

Read Full Story arrow_forward