android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
90,000 કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટને NGT તરફથી મળી લીલી ઝંડી, અન્ય દેશો પર ઘટશે નિર્ભરતા
calendar_today February 17, 2026

90,000 કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટને NGT તરફથી મળી લીલી ઝંડી, અન્ય દેશો પર ઘટશે નિર્ભરતા

ઘણા વર્ષોના પર્યાવરણીય અવરોધો પછી ગ્રેટ નિકોબાર મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને આખરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) તરફથી લીલીઝંડી મળી ગઈ છે. રૂપિયા 90,000 કરોડથી વધુના ખર્ચનો આ પ્રોજેક્ટ ભારતની દરિયાઈ અને વ્યૂહાત્મક શક્તિને નવી દિશા આપી શકે છે. તે ગ્રેટ નિકોબાર ટાપુને બંગાળની ખાડીમાં એક મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ અને લોજિસ્ટિક્સ હબમાં પરિવર્તિત કરવાની યોજના ધરાવે છે.આ પ્રોજેક્ટના કેન્દ્રમાં ગાલ્ટિયા ખાડી ખાતે બનાવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. આ માત્ર એક બંદર નથી, પરંતુ વૈશ્વિક વેપારમાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવવા માટે લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ છે. પ્રથમ તબક્કો 2028 સુધીમાં કાર્યરત થવાનું લક્ષ્ય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે 2022માં આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરીને જાળવી રાખીને આ મેગા પ્રોજેક્ટ માટેનો માર્ગ મોકળો કર્યો છે. આશરે 166 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં ત્રણ મુખ્ય ભાગનો સમાવેશ થાય છે: એક કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, બેવડા ઉપયોગ માટેનું નાગરિક-લશ્કરી એરપોર્ટ અને એક ઈન્ટીગ્રેટેડ ટાઉનશીપ. આ પોર્ટનો ખર્ચ અંદાજે ₹40,040 કરોડ થવાનો અંદાજ છે. ₹18,000 કરોડના ખર્ચે પ્રથમ તબક્કો 2028 સુધીમાં કાર્યરત થવાનું લક્ષ્ય છે, જેની વાર્ષિક ક્ષમતા 4 મિલિયન TEUsથી વધુ છે. સંપૂર્ણ ક્ષમતા પર તે 16 મિલિયન TEUs સુધીના કન્ટેનરનું સંચાલન કરી શકશે. શું ચીનને થશે નુકસાન?ગ્રેટ નિકોબાર ટાપુની સૌથી મોટી તાકાત તેનું સ્થાન છે. આ બંદર મલાક્કાની સ્ટ્રેટથી આશરે 40 નોટિકલ માઈલ દૂર હશે. મલાક્કાની સ્ટ્રેટ એક દરિયાઈ માર્ગ છે જેના દ્વારા વૈશ્વિક વેપારનો નોંધપાત્ર હિસ્સો પસાર થાય છે અને ચીનની ઉર્જા આયાતનો મોટો ભાગ આ રસ્તાથી આવે છે. ભારત માટે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર તેની હાજરી મજબૂત કરવાની આ એક તક છે. હાલમાં ભારતના 75 ટકાથી વધુ ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો કોલંબો, સિંગાપોર અને પોર્ટ ક્લાંગ જેવા વિદેશી બંદરોમાંથી પસાર થાય છે. નવું બંદર આ નિર્ભરતા ઘટાડવા તરફ એક મોટું પગલું હોઈ શકે છે. આર્થિક તર્ક અને લોજિસ્ટિક ફાયદો 2020માં ભારતનો કન્ટેનર ટ્રાફિક લગભગ 17 મિલિયન TEU હતો, જ્યારે ચીનનો આંકડો 245 મિલિયન TEU સુધી પહોંચ્યો. આ તફાવત ભારતને તેના દરિયાઈ માળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના 2022ના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નબળી શિપિંગ કનેક્ટિવિટી વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતનું યોગદાન ઘટાડી રહી છે. જો મોટા કન્ટેનર જહાજો સીધા ગ્રેટ નિકોબાર પર ડોક કરે છે તો નાના ફીડર જહાજો અન્ય ભારતીય બંદરો પર કાર્ગો પરિવહન કરશે. આનાથી સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થઈ શકે છે. ગલાથિયા ખાડીમાં 20 મીટરથી વધુની કુદરતી ઊંડાઈ છે, જેના માટે મોટા જહાજો માટે ઓછા ડ્રેજિંગની જરૂર પડશે.આ પણ વાંચો : PM Modi Emmanuel Macron Meet: કેમ ખરીદી કરી રહ્યું છે ભારત પેરિસ પાસેથી આટલા બધા શસ્ત્ર?

Read Full Story arrow_forward
Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણ ગરમાયુ
calendar_today February 17, 2026

Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણ ગરમાયુ

ગુજરાતમાં હાલમાં ભાજપના સંગઠનની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અમિત શાહની આજની ડિનર ડિપ્લોમસી ચર્ચામાં છે. અમિત શાહે આજે રાજ્યમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારે અમિત શાહની આ ડિનર ડિપ્લોમસીને કારણે ભાજપના કાર્યકરોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાત્રી ભોજન સમારંભ ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા ભાજપ દ્વારા સંગઠનની કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં જરૂર જણાય ત્યાં મોટા ફેરફારો અને જ્યાં નારાજગી ઉભી થઈ હોય ત્યાં ડેમેજ કંટ્રોલ કરવાની કામગીરી થઈ રહી છે. આ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સૂચક ભોજન સમારંભ યોજાયો છે. ચૂંટણી પહેલાની આ ડિનર ડિપ્લોમસી ચર્ચાનું કેન્દ્ર બની ચૂંટણી પહેલાની આ ડિનર ડિપ્લોમસી ચર્ચાનું કેન્દ્ર બની છે. જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ હાજર રહ્યાં છે. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહા મંત્રી રત્નાકર સહિત સંગઠનના પ્રદેશ પદાધિકારીઓની પણ હાજરી જોવા મળી છે. રાજ્યમાં ઠેર ઠેર ભગવો લહેરાવવા માટે આ ડિનર ડિપ્લોમસીમાં ચર્ચાઓ થઈ શકે છે. આગામી ત્રણ દિવસ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવશે. આજે જ રાજ્યમાં ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે અને આજે જ અમિત શાહે આ સૂચક ડિનર ડિપ્લોમસી યોજતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ પણ વાંચોઃ Junagadh News: મૃગી કૂંડમાં નાગા સાધુઓ વચ્ચે ડૂબકી મારવી મોંઘી પડી, કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ

Read Full Story arrow_forward
Morbi News: મચ્છુ-2 ડેમમાં ડૂબેલા સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો
calendar_today February 17, 2026

Morbi News: મચ્છુ-2 ડેમમાં ડૂબેલા સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી ડૂબી ગયેલા 17 વર્ષીય સગીરનો મૃતદેહ લાંબી શોધખોળ બાદ મળી આવ્યો છે. રવિવારે બનેલી આ ઘટનામાં સતત 45 કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનના અંતે સગીરની લાશ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ઘટનાની વિગત ગત રવિવારે ત્રણ મિત્રો મચ્છુ-2 ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. ન્હાતી વખતે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી 17 વર્ષીય સાહિલ દીપકભાઈ નામનો સગીર ડૂબવા લાગ્યો હતો.સગીરનો મૃતદેહ 45 કલાક બાદ મળ્યોઅન્ય મિત્રોએ બચાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ સાહિલ પાણીમાં લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની ટીમો દોડી આવી હતી. ત્રણ જિલ્લાની ટીમોનું સંયુક્ત ઓપરેશન સગીરની શોધખોળ માટે મોરબી ફાયર વિભાગ ઉપરાંત રાજકોટ અને જામનગરની ફાયર ફાઈટર ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. આધુનિક સાધનો અને તરવૈયાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં સતત 45 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવીઅંતે મંગળવારે સાહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ કાર્યવાહી સગીરની લાશ મળી આવતા પોલીસે તેનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મોરબી પોલીસે અકસ્માતે મોતના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરશિયાળે ન્હાવા પડતી વખતે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward