android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026: રાજકોટ જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ અંદાજપત્ર રજૂ, વિકાસ પર વિશેષ ભાર
calendar_today February 17, 2026

Gujarat Budget 2026: રાજકોટ જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ અંદાજપત્ર રજૂ, વિકાસ પર વિશેષ ભાર

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કુલ 1193.36 કરોડ રૂપિયાનું બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ અંદાજપત્રને જિલ્લા પંચાયતના કારોબારી સત્રમાં રજૂ કરવામાં આવ્યું, જેમાં ગ્રામિણ વિકાસ, કૃષિ સુધારણા, સામાજિક ન્યાય અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. બજેટનો મુખ્ય હેતુ ગામડાં સુધી વિકાસ પહોંચાડવાનો અને સામાન્ય નાગરિકોના જીવનસ્તર સુધારવાનો છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આ બજેટમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીની જણસી (ઇનપુટ) માટે ખાસ કેન્દ્રો ઊભા કરાશે, જેથી ખેડૂતોને સરળતાથી જરૂરી સામગ્રી મળી રહે. સાથે સાથે, પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ખેત પેદાશોને ડાયરેક્ટ માર્કેટમાં વેચવાની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે અને મધ્યસ્થોની ભૂમિકા ઘટે. શહીદ સૈનિકોના પરિવાર માટે મોટી રાહત શહીદ સૈનિકોના પરિવાર માટે મોટી રાહત જાહેર કરવામાં આવી છે. અગાઉ મળતી સહાયને ડબલ કરીને હવે 1 લાખની બદલે 2 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ નિર્ણય શહીદોના પરિવાર પ્રત્યે સન્માન અને સંવેદનાનું પ્રતિક છે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો માટે વિકાસકાર્યો સરળતાથી કરી શકાય તે માટે ગ્રાન્ટની રકમ 30 લાખથી વધારીને 35 લાખ રૂપિયા કરવામાં આવી છે. આથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોમાં ગતિ આવશે. સામાજિક સમાનતા તરફ પગલું ભરતાં, વિચરતી અને વિમુક્તિ જાતિની દીકરીઓ માટે 20 લાખ રૂપિયાની શિક્ષણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ સહાયથી આ વર્ગની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વધુ તકો મળશે. ગ્રામપંચાયતને 22 લાખ રૂપિયાની સહાય ગ્રામિણ માળખાને મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ ગ્રામપંચાયતને 22 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત, આશરે 90 ગામડાઓમાં નવા ગ્રામપંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવશે. ગ્રામ સ્તરે કામ કરતા તલાટીઓ માટે તલાટી આવાસ પણ તૈયાર કરાશે, જેથી તેઓ ગામમાં રહીને વધુ અસરકારક રીતે સેવા આપી શકે. કુલ મળીને, રાજકોટ જિલ્લા પંચાયતનું આ બજેટ ખેડૂતો, ગામડાં અને નબળા વર્ગોના સર્વાંગી વિકાસ તરફ દૃઢ પગલું સાબિત થશે. આ નિર્ણયોથી આવનારા સમયમાં જિલ્લાનો સામાજિક અને આર્થિક વિકાસ વધુ મજબૂત બનશે.આ પણ વાંચો : Gujarat Budget 2026: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ગયા વર્ષે શું મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી? જાણો વિગત

Read Full Story arrow_forward
Ahmedabad ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીની કોર્ટમાં જુબાની, હા.. સાહેબ.. લોકોને કચડી નાંખનારો આ જ તથ્ય પટેલ હતો
calendar_today February 17, 2026

Ahmedabad ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીની કોર્ટમાં જુબાની, હા.. સાહેબ.. લોકોને કચડી નાંખનારો આ જ તથ્ય પટેલ હતો

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ભયંકર અકસ્માતમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટમાં આ કેસના મુખ્ય સાક્ષીઓએ સચોટ અને સ્પષ્ટ જુબાની આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ ગંભીર અકસ્માતનો મુખ્ય આરોપી તથ્ય પટેલ જ હતોઅકસ્માત કરનારો આ જ તથ્ય પટેલ હતો કોર્ટમાં એક સાક્ષીએ જણાવ્યુ કે, અકસ્માત કરનારો આ જ તથ્ય પટેલ હતો અને અકસ્માત પછી તથ્ય પટેલે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સાક્ષીએ જણાવ્યું કે તથ્ય પટેલને તેના પિતા હોસ્પિટલ લઇ ગયા હતા રફ્તારના રાક્ષસ તથ્ય પટેલ સામે સાક્ષીઓની જુબાની ઉલ્લેખનિય છે રફ્તારના રાક્ષસ તથ્ય પટેલ સામે સાક્ષીઓ જુબાની આપી રહ્યા છે. અત્યાર સુધી 8 સાક્ષીઓએ જુબાની આપી છે અને તે અકસ્માતનું વર્ણન પણ સચોટ રીતે કરી રહ્યા છે. આ પણ વાંચો-----     Gujarat Latest News Live : ATSની પ્રેસ કોન્ફરન્સ, દરિયામાં 140 નોટીકલ માઇલ કાપીને સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન

Read Full Story arrow_forward
Dwarka : દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસે 8 લોકો પર હુમલો
calendar_today February 17, 2026

Dwarka : દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસે 8 લોકો પર હુમલો

સાંજ પડે અને રસ્તા પર શાંતિ ફેલાય, ત્યારે અચાનક ભસવાનો અવાજ મનમાં ડર ઉભો કરે છે. એક સમયે મિત્ર ગણાતા શ્વાનો, આજે અનેક પરિવારો માટે ભયનું કારણ બની રહ્યા છે. કોઈ કામે નીકળે, બાળક સ્કૂલે જાય કે વૃદ્ધ સવારની ચાલવા જાય—રખડતા શ્વાનોના હુમલાનો ખતરો હંમેશા રહેતો હોય છે. દેવભૂમિ દ્વારકામાં રખડતા શ્વાનોનો વધતો આતંક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા શ્વાનોના હુમલાના બનાવોએ ચિંતાજનક સ્થિતિ સર્જી છે. ખાસ કરીને સલાયા શહેરમાં એક જ દિવસમાં 8 લોકો પર શ્વાનએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી કોઈ પણ સુરક્ષિત નથી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. સ્થાનિક માહિતી મુજબ સ્થાનિક માહિતી મુજબ, છેલ્લા દોઢ મહિનામાં 97 લોકો શ્વાનના બચકાનો ભોગ બન્યા છે. રસ્તા, ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાં રખડતા શ્વાનોની સંખ્યા વધી રહી છે, પરંતુ નિયંત્રણ માટે પૂરતા પગલાં લેવાતા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે. અનેક વખત ફરિયાદો છતાં સમસ્યા યથાવત છે. લોકોમાં ભય અને રોજિંદી મુશ્કેલી રખડતા શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. માતા-પિતા બાળકોને એકલા બહાર મોકલતા ડરે છે. વડીલોને સવાર-સાંજ ચાલવા જવું મુશ્કેલ બન્યું છે. ઘણા કિસ્સાઓમાં લોકોને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે, જેનાથી માનસિક અને આર્થિક બોજ પણ વધ્યો છે. કૂતરાના કરડવાથી થતો ખતરનાક રોગ: રેબિઝ (Rabies) શ્વાનના કરડવાથી થતો ગંભીર અને જીવલેણ રોગ રેબિઝ (Rabies) છે. આ વાયરસ શ્વાનની લાળ દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. સમયસર રસી ન લેવાય તો રેબિઝ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી શ્વાનના કરડ્યા બાદ તરત જ ઘા સાફ કરી નજીકની હોસ્પિટલમાં એન્ટી-રેબિઝ રસી લેવી અત્યંત જરૂરી છે. આ પણ વાંચો : Gujarat Budget 2026: રાજકોટ જિલ્લા પંચાયતનું 1193.68 કરોડનું બજેટ અંદાજપત્ર રજૂ, વિકાસ પર વિશેષ ભાર

Read Full Story arrow_forward