android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara : શાળાને બોમ્બ ધમકીનો કેસ, બોમ્બનો મેઇલ મોકલનારનું નામ જાણીને તમે ચોંકી જશો
calendar_today February 17, 2026

Vadodara : શાળાને બોમ્બ ધમકીનો કેસ, બોમ્બનો મેઇલ મોકલનારનું નામ જાણીને તમે ચોંકી જશો

વડોદરાની શાળાઓમાં સોમવારે આવેલા બેમ્બની ધમકીના કેસમાં મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે.આ મેસેજ મજાકમાં એક શાળાની વિદ્યાર્થીનીએ મોકલ્યો પોલીસના જણાવ્યા મુજબ બ્રાઇટ સ્કૂલને મળેલા બોમ્બ ધમકીના કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. ગઈ સાંજે શાળાને મળેલા બોમ્બ ધમકીના મેસેજની તપાસ કરતા સામે આવ્યું છે કે આ મેસેજ મજાકમાં એક શાળાની વિદ્યાર્થીનીએ મોકલ્યો હતો. વિદ્યાર્થીનીએ મજાક માટે આ બોમ્બ ધમકીનો મેસેજ લખ્યો વિદ્યાર્થીનીએ મજાક માટે આ બોમ્બ ધમકીનો મેસેજ લખ્યો હતો, અને પછી સાંજે પણ એક બીજો મેઇલ આવ્યો હતો. વિદ્યાર્થીને સમજાવીને મામલો થાળે પાડ્યો  આ સમગ્ર મામલામાં પોલીસે સગીર વિદ્યાર્થીને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો તથા વિદ્યાર્થીના વાલીઓને પણ ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે, અને આવું ફરી ન થાય તે માટે ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું. આ પણ વાંચો-----   Gujarat Latest News Live : ATSની પ્રેસ કોન્ફરન્સ, દરિયામાં 140 નોટીકલ માઇલ કાપીને સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન

Read Full Story arrow_forward
Rajkot: મનપાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં, 6 અલગ અલગ બ્રાન્ડની પાણીની બોટલોના નમૂના લેવાયા
calendar_today February 17, 2026

Rajkot: મનપાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં, 6 અલગ અલગ બ્રાન્ડની પાણીની બોટલોના નમૂના લેવાયા

શહેરમાં ઉનાળાની શરૂઆત પૂર્વે જ પીવાના પાણી અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી મિનરલ વોટરના નામે અશુદ્ધ પાણી પધરાવવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી, જેને પગલે મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક દરોડા પાડ્યા હતા. નામાંકિત બ્રાન્ડના નમૂના લેવાયા આ કામગીરી દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા બજારમાં પ્રચલિત એવી 6 જેટલી જુદી-જુદી પાણીની બોટલોના નમૂના લેવામાં આવ્યા છે. જેમાં બિસલેરી (Bisleri), દાવત (Dawat), અને ક્લિયર (Clear) જેવી નામાંકિત બ્રાન્ડ્સનો પણ સમાવેશ થાય છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓ રિપોર્ટમાં ફેલ જશે અથવા તો તેમાં નિર્ધારિત માનકો કરતા ઓછી શુદ્ધતા જણાશે, તો સંબંધિત કંપનીઓ અને વિક્રેતાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાણીપીણીના એકમો પર તપાસનો ધમધમાટ માત્ર પાણી જ નહીં, પરંતુ ફૂડ વિભાગે શહેરના પ્રખ્યાત ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ચકાસણી હાથ ધરી છે. હોટલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાઓ પર વપરાતા તેલ, મસાલા અને અન્ય સામગ્રીની ગુણવત્તા તપાસવામાં આવી રહી છે. મનપાની આ કાર્યવાહીને પગલે ભેળસેળ કરતા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રની કડક ચેતવણી મ્યુનિસિપલ કમિશનરની સૂચના મુજબ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે અને લાયસન્સ વગર કે નિયમોના ઉલ્લંઘન સાથે ચાલતા એકમોને સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ શકે છે. આ પણ વાંચોઃ ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મોડલ, જુઓ Photo

Read Full Story arrow_forward
Morbi: રાજકોટ બાયપાસ પર કાળજું કંપાવતો અકસ્માત, અજાણી કારની ટક્કરે સ્કૂટર સવારને હેમરેજ
calendar_today February 17, 2026

Morbi: રાજકોટ બાયપાસ પર કાળજું કંપાવતો અકસ્માત, અજાણી કારની ટક્કરે સ્કૂટર સવારને હેમરેજ

મોરબીના રાજકોટ બાયપાસ રોડ પર ગત 10 ફેબ્રુઆરીએ સર્જાયેલા એક ગંભીર અકસ્માતના CCTV ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કર વાગતા જ સ્કૂટર સવાર યુવાનો રોડ પર પટકાયા હતા, જેમાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.ગંભીર અકસ્માતના CCTV ફૂટેજ વાયરલ વિગતવાર માહિતી મુજબ, ફરિયાદી મૌલિકભાઈ વીરપરિયા અને તેમના કૌટુંબિક ભાઈ કુલદીપભાઈ વેકરીયા બંને સ્કૂટર પર સવાર થઈને કોઈ માઠા પ્રસંગમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રાજકોટ બાયપાસ પાસે એક પૂરપાટ ઝડપે આવતી અજાણી કારે તેમના સ્કૂટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે કુલદીપભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી બ્રેઈન હેમરેજ થયું છે, જ્યારે મૌલિકભાઈને પણ ઈજાઓ પહોંચી છે.પોલીસ ફરિયાદ અને તપાસઅકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પર ઊભો રહેવાને બદલે ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત મૌલિકભાઈએ આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વાયરલ થયેલા CCTV ફૂટેજ કબ્જે કર્યા છે અને તેના આધારે કારના નંબર અને ચાલકની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Patan: જિલ્લા કોર્ટમાં વકીલો પર ધારિયા વડે ખૂની હુમલાનો પ્રયાસ, સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા વકીલો હડતાલ પર

Read Full Story arrow_forward