android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: જિલ્લા કોર્ટમાં વકીલો પર ધારિયા વડે ખૂની હુમલાનો પ્રયાસ, સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા વકીલો હડતાલ પર
calendar_today February 17, 2026

Patan: જિલ્લા કોર્ટમાં વકીલો પર ધારિયા વડે ખૂની હુમલાનો પ્રયાસ, સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા વકીલો હડતાલ પર

પાટણની જિલ્લા અદાલત આજે એક હિંસક ઘટનાની સાક્ષી બની છે. કોર્ટ સંકુલમાં જ્યાં લોકો ન્યાયની આશાએ આવે છે, ત્યાં જ વકીલોની સુરક્ષા જોખમાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વકીલોના રૂમમાં બેઠેલા વકીલો પર એક અજાણ્યા શખ્સે ધારિયા જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.ફેટામાં ધારિયું છુપાવીને આવ્યો હતો હુમલાખોરચોંકાવનારી વિગત એવી છે કે હુમલાખોર શખ્સ માથા પર ફેટો બાંધીને આવ્યો હતો અને તેણે તેમાં જ ધારિયું છુપાવ્યું હતું. વકીલ રૂમમાં ઘૂસીને આ શખ્સે અચાનક ફેટામાંથી ધારિયું કાઢ્યું હતું અને વકીલો તરફ છૂટું ફેંક્યું હતું. સદનસીબે આ હુમલામાં કોઈ વકીલને શારીરિક ઈજા થઈ નથી, પરંતુ ધોળા દિવસે કોર્ટની અંદર હથિયાર લઈને શખ્સ ઘૂસી ગયો તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે.વકીલોની હડતાલ અને સુરક્ષા સામે સવાલઆ ઘટના બાદ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વકીલોએ કોર્ટમાં તૈનાત પોલીસ સિક્યુરિટી અને ચેકિંગની પદ્ધતિ સામે આંગળી ચીંધી છે. રોષે ભરાયેલા તમામ વકીલોએ તાત્કાલિક અસરથી કોર્ટનું કામકાજ બંધ કરી દીધું છે અને હડતાલ પર ઉતરી ગયા છે. વકીલોની મુખ્ય માંગ છે કે આ ઘટનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે.પોલીસ તપાસ શરૂઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો કોર્ટ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાખોર શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. હાલમાં કોર્ટ સંકુલમાં લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.આ પણ વાંચો: Bhavnagar: શેત્રુંજી નદીમાં ડ્રોનની મદદથી ખનીજ ચોરીનો પર્દાફાશ, તળાજાના દાત્રાડ પાસે 20 લાખની મશીનરી જપ્ત

Read Full Story arrow_forward
Queen Raniaનું એન્ટેલિયામાં નીતા અંબાણીએ કર્યું ભવ્ય સ્વાગત, અંબાણી પરિવારની શાહી મુલાકાતની તસવીરો થઈ વાયરલ
calendar_today February 17, 2026

Queen Raniaનું એન્ટેલિયામાં નીતા અંબાણીએ કર્યું ભવ્ય સ્વાગત, અંબાણી પરિવારની શાહી મુલાકાતની તસવીરો થઈ વાયરલ

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિમાં મુકેશ અંબાણીની ગણના થાય છે.  અંબાણી પરિવાર તેમની વૈભવી જીવનશૈલી માટે જાણીતો છે. ફેસ્ટીવલ હોય કે પછી ખાસ પ્રસંગ અંબાણી પરિવાર શાનદાર રીતે સેલિબ્રેશન કરે છે. તેમનો શાહી દેખાવ હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ તેમના કપડાં અને ઘરેણાં દ્વારા રાણી જેવો માહોલ છવાઈ જાય છે. રાધિકા, ઇશા હોય કે પછી શ્લોકા અંબાણી પરિવારની મહિલાઓના લુકસ હંમેશા ચર્ચાનો વિષય બને છે. જયારે નીતા અંબાણીના લુક પણ લોકોને પ્રભાવિત કરે છે. અંબાણી પરિવાર જયારે વાસ્તવિક રાણીને મળ્યો, ત્યારે દરેકની શૈલીએ લોકોનું ધ્યાન ખેંચ્યું.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ATSની પ્રેસ કોન્ફરન્સ, દરિયામાં 140 નોટીકલ માઇલ કાપીને સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન
calendar_today February 17, 2026

Gujarat Latest News Live : ATSની પ્રેસ કોન્ફરન્સ, દરિયામાં 140 નોટીકલ માઇલ કાપીને સૌથી મોટું ડ્રગ્સ ઓપરેશન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward