android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Budget 2026: વિકાસની હરણફાળ કે દેવાનો બોજ? 10 વર્ષમાં બજેટ કદમાં 166% નો ઉછાળો, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર
calendar_today February 17, 2026

Gujarat Budget 2026: વિકાસની હરણફાળ કે દેવાનો બોજ? 10 વર્ષમાં બજેટ કદમાં 166% નો ઉછાળો, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

આગામી 18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સત્રના ત્રીજા દિવસે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જે કદની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. પરંતુ, આ ભવ્ય આંકડાઓની પાછળ વધતું જતું જાહેર દેવું અને સામાન્ય માનવી પર ટેક્સનું ભારણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.10 વર્ષમાં બજેટની કાયાપલટ 2016 થી 2026વર્ષ 2016-17માં ગુજરાતનું બજેટ અંદાજે 1.51 લાખ કરોડ હતું. છેલ્લા એક દાયકામાં તેમાં 166% નો તોતિંગ વધારો થયો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યમાં પાછલા વર્ષોમાં આ બંને ક્ષેત્રો પાછળનું બજેટ લગભગ બમણું કરાયું છે.મેટ્રો રેલ, ગિફ્ટ સિટી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પાછળ જંગી ફાળવણી. વાઈબ્રન્ટ ગુજરાત અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી યોજનાઓને કારણે ઉદ્યોગોમાં રોકાણ વધ્યું. સરકાર માટે સૌથી મોટો પડકારવિકાસની વાતો વચ્ચે ગુજરાત સરકારનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે.  માર્ચ 2024ના અંતે રાજ્યનું દેવું ₹3,77,962 કરોડ હતું, જે વર્ષ 2023માં ₹3,38,476 કરોડ હતું.વર્ષ 2025-26ના અંત સુધીમાં આ દેવું વધીને ₹3,99,000 કરોડ (લગભગ 4 લાખ કરોડ) એ પહોંચી ગયું છે. જોકે આ દેવું રાજ્યના GSDP (₹24 લાખ કરોડ) ના 15.34% છે, જે મર્યાદામાં હોવાનું કહેવાય છે, પરંતુ વ્યાજની વધતી જતી રકમ સરકારી તિજોરી પર ભારણ વધારી રહી છે.સામાન્ય જનતા પર ટેક્સનો બોજ કે રાહત?ગુજરાત સરકાર હાલમાં લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે. જેમાં મુખ્ય છેવ્યવસાય વેરો, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી.વાહન વેરો, વીજળી વેરો અને સ્ટેટ એક્સાઇઝ.જમીન મહેસૂલ અને મનોરંજન વેરો. પ્રશ્ન એ છે કે, શું આ વખતે વધતા દેવાને ભરપાઈ કરવા સરકાર નવા ટેક્સ ઝીંકશે? ગુજરાતની 55% વસ્તી ગામડાંમાં રહે છે, જેમની આજીવિકા ખેતી પર નિર્ભર છે. શું સરકાર ખેતી પાક અને મોંઘવારીમાં રાહત આપવા વેટ (VAT) માં ઘટાડો કરશે કે કેમ તેના પર સૌની નજર છે.આ પણ વાંચો: Vadodara: સતત બીજા દિવસે બોમ્બની ધમકી, 18 સ્કૂલો બાદ હવે કોર્ટ સંકુલને ઉડાવી દેવાનો ઈ-મેઈલ

Read Full Story arrow_forward
Gujarat Budget 2026: કૃષિ ક્ષેત્રે ખેડૂતોને બજેટથી અનેક આશા, જાણો ગયા વર્ષે શું કરાઇ હતી મહત્વની જાહેરાત
calendar_today February 17, 2026

Gujarat Budget 2026: કૃષિ ક્ષેત્રે ખેડૂતોને બજેટથી અનેક આશા, જાણો ગયા વર્ષે શું કરાઇ હતી મહત્વની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે.આવતી કાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ વર્ષે તેઓ પાંચમું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.આ બજેટથી સામાન્ય જનતાને ઘણી આશા છે.ગયા વર્ષે રજૂ કરેલા બજેટમાં ખેડૂતોને લઇને સરકારે ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. ગુજરાત બજેટ 2025-26માં કૃષિ ક્ષેત્રે કરી હતી આ મહત્વની જાહેરાત ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ ખેડૂતોને વીજ સહાય માટે 10613 કરોડની જોગવાઈ ફાર્મ મિકેનાઈઝેશન સહાય વધારવા 122 કરોડની જોગવાઈ આદિજાતિ - અનુ.જાતિના ખેડૂતો માટે સહાયની જાહેરાત વિવિધ ઓજારોની ખરીદીમાં 590 કરોડની સહાય ઊર્જા અને યાંત્રિકીકરણ પર ભાર ખેડૂતોને ખેતીકામ માટે પૂરતી અને રાહત દરે વીજળી મળી રહે તે માટે સરકારે બજેટમાં સૌથી મોટી ફાળવણી કરી હતી. વીજ સહાય માટે ₹10,613 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેતીમાં આધુનિકરણ લાવવા માટે કૃષિ યાંત્રિકીકરણ પર ભાર મૂકતા, ટ્રેક્ટર ખરીદી સહાય માટે ₹800 કરોડ અને અન્ય વિવિધ ખેતીવાડી ઓજારો માટે ₹590 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મિની ટ્રેક્ટર યોજના હેઠળ સહાયમાં વધારો કરવા વધારાના ₹122 કરોડ ફાળવાયા હતા. આધુનિક ટેકનોલોજી અને નેનો ખાતર વર્તમાન સમયમાં ખેતીમાં ડ્રોનનો વપરાશ વધી રહ્યો છે ત્યારે ડ્રોન ટેકનોલોજી અને સીડ રિપ્લેસમેન્ટ માટે ₹82 કરોડની જોગવાઈ કરાઈ હતી. નેનો ખાતરના વપરાશને વેગ આપવા માટે ₹73 કરોડની જાહેરાત. ખેડૂતોના ખેતરના પાકની સ્થિતિ જાણવા માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અમલમાં મૂકવાની વાત કરવામાં આવી હતી જેના માટે રૂપિયા 40 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. આદિજાતિ ઉત્કર્ષ અને જૈવિક ખેતી આદિજાતિ વિસ્તારના 53 તાલુકાઓમાં ખેડૂતોને ખેતર બેઠા માર્ગદર્શન મળી રહે તે હેતુથી કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ‘ખેડૂત સુવિધા રથ’ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી , જેના માટે ₹૧૯ કરોડની જોગવાઈ કરાઇ. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક કાર્બન અને લિક્વિડ ફર્મેન્ટેડ મેન્યોરના ઉપયોગને પ્રોત્સાહન આપવા ₹10કરોડ ફાળવાયા હતા. આ પણ વાંચોઃ Gujarat Budget 2026 : અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે

Read Full Story arrow_forward
Ahmedabad : પીવાનુ પાણી પહોચાડતી કેનાલમાં ષડયંત્ર, 25 થી 30 ગૌવંશના પોટલા કેનાલમાંથી મળતા રોષ
calendar_today February 17, 2026

Ahmedabad : પીવાનુ પાણી પહોચાડતી કેનાલમાં ષડયંત્ર, 25 થી 30 ગૌવંશના પોટલા કેનાલમાંથી મળતા રોષ

અમદાવાદ શહેરને પીવાનું પાણી પહોંચાડતી રાસ્કા વિયર કેનાલમાં ગૌવંશના કતલ કરેલા અવશેષો મળતા ભારે ચકચાર મચી છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાને કેનાલને દૂષિત કરવાનું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે.કેનાલમાંથી અંદાજે 25 થી 30 ગૌવંશના પોટલા મળી આવ્યા ખેડા જિલ્લાના વડથલ ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી અંદાજે 25 થી 30 ગૌવંશના પોટલા મળી આવ્યા હતા. પોલીસે તમામ પોટલાઓને બહાર કાઢી પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલ્યા હતા તેમજ FSL તપાસ માટે નમૂનાઓ મોકલાયા હતા. FSL રિપોર્ટમાં ગૌવંશ હોવાની પુષ્ટિ થયા બાદ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.  નડિયાદમાં પણ છેલ્લા દોઢ મહિનાથી ગૌવંશના કપાયેલા અવયવો મળવાની ઘટનાઓ આ ઘટનાની સાથે જ નડિયાદમાં પણ છેલ્લા દોઢ મહિનાથી ગૌવંશના કપાયેલા અવયવો મળવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જવાહરનગર વિસ્તારમાં 12મી વખત ગાયનું કપાયેલું માથું અને અન્ય અવયવો મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હિન્દુ સેનાના કાર્યકરોમાં ભારે રોષ હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ સહિત કાર્યકરો સ્થળ પર પહોંચી પોલીસને બોલાવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા હંમેશાની જેમ નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી અસામાજિક તત્વો સુધી પહોંચવામાં સફળતા મળી નથી. મૃતદેહ ગૌવંશના હોવાનું બહાર આવતા ગુનો દાખલ  ડીવાયએસપી વી એન સોલંકીએ આ મામલે જણાવ્યું હતું કે વડથલ ગામની કેનાલમાં પશુઓના કોથલા તણાઇને આવેલા છે. તેવી માહિતી મળતા પોલીસે વેટરનરી ડોક્ટરને બોલાવીને પીએમ કરાવી નમુના એફએસએલ તપાસ કરાઇ હતી. એફએસએલ તપાસમાં મૃતદેહ ગૌવંશના હોવાનું બહાર આવતા ગુનો દાખલ કરાયો છે. અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોટલાં કોણે નાખ્યા છે તેની તપાસ ચાલું છે. આ પણ વાંચો----    Gujarat Latest News Live : અમદાવાદ, વલસાડ, વડોદરા, ગાંધીનગર કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનું ચેકિંગ શરુ

Read Full Story arrow_forward