Gujarat Budget 2026: પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામવિકાસ વિભાગ માટે બજેટમાં શું હશે ખાસ?
ગુજરાત બજેટ 2025માં પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ગ્રામિણ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રહેણાંક સુવિધા અને આધારભૂત સેવાઓ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે.વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે ગ્રાન્ટમાં વધારો કરાયોપંચાયત વિભાગ માટે વધારાની જોગવાઈ કરીને ગામડાઓમાં માર્ગ, પાણી પુરવઠો, સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓને વધુ સશક્ત બનાવવા યોજના ઘડાઈ છે. ગ્રામ પંચાયતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ થાય તે માટે ગ્રાન્ટમાં વધારો કરાયો છે.સુરક્ષિત ઘર મળે તે માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાઈ ગ્રામ ગૃહનિર્માણ વિભાગ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તું અને સુરક્ષિત ઘર મળે તે માટે વિશેષ યોજનાઓ અમલમાં મુકાઈ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાજ્યની અન્ય આવાસ યોજનાઓને ગતિ આપવા માટે બજેટમાં નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે. આથી હજારો પરિવારોને પાક્કા મકાનનું સ્વપ્ન સાકાર થવાની આશા છે.મોટા પ્રમાણમાં ફંડ ફાળવવામાં આવ્યા ગ્રામ વિકાસ વિભાગ માટે પણ મોટા પ્રમાણમાં ફંડ ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા ગામડાઓમાં રોજગાર સર્જન, સ્વરોજગાર યોજનાઓ, મહિલા સશક્તિકરણ અને કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. ડિજિટલ ગામ, સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સરકારનો ઉદ્દેશ ગ્રામિણ વિસ્તારોને શહેરોની સરખામણીમાં સુવિધાસભર બનાવવાનો છે, જેથી ગામડાઓમાંથી સ્થળાંતર ઘટે અને સ્થાનિક સ્તરે વિકાસને ગતિ મળે. ગુજરાત બજેટ 2025માં કરવામાં આવેલી આ ફાળવણી રાજ્યના ગ્રામિણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ વખતના બજેટના આ ક્ષેત્ર માટે શું ફાળવણી થશે તેના પર સૌ કોઇની નજર રહેશે. એ જોવુ મહત્ત્વપૂર્ણ રહેશે કે આ વખતા બજેટમાં શું ખાસ હશે
Read Full Story arrow_forward