Gujarat Budget 2026: વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ગયા વર્ષે શું મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી? જાણો વિગત
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઇ ચૂકી છે. આવતી કાલે એટલે કે 18 ફેબ્રુઆરીએ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ વર્ષે તેઓ પોતાનું પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેને લઈને સામાન્ય જનતા, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગ જગતમાં મોટી અપેક્ષાઓ છે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા બજેટમાં ખેડૂતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી, જે વિકાસ અને કલ્યાણની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. વર્ષ 2025-26 માટે કુલ ₹3,70,250 કરોડનું સામાન્ય બજેટ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2025-26 માટે કુલ ₹3,70,250 કરોડનું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ગરીબો, ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગોને કેન્દ્રમાં રાખીને અનેક વિકાસલક્ષી જોગવાઈઓ કરવામાં આવી હતી. શહેરી વિકાસ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ બજેટમાં ગ્રામિણ અને શહેરી વિકાસ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ સ્પષ્ટ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારની ભારતનેટ ફેઝ-3 યોજના માટે ગુજરાતને પ્રથમ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે 14 હજારથી વધુ ગ્રામ પંચાયતોને મજબૂત ડિજિટલ કનેક્ટિવિટીનો સીધો લાભ મળ્યો હતો. આ પગલાંથી ઓનલાઈન સેવાઓ, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ ગામડાં સુધી પહોંચવામાં મદદ મળી હતી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ બજેટે મહત્વપૂર્ણ દિશા આપી હતી. સમગ્ર રાજ્યમાં ભૂકંપની પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવવા માટે ₹10 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જે આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ સાબિત થવાની હતી. અમદાવાદના સાયન્સ સીટી ખાતે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ, હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ, એવિએશન એન્ડ ડિફેન્સ, સાયન્સ એક્સપ્લોરેશન ઝોન અને ડિજિટલ ફ્યુચર ગેલેરી જેવા આકર્ષક પ્રોજેક્ટ્સના નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પ્રેરણાદાયક બન્યા હતા.ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ઉદ્યોગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ધોલેરા SIR અને સાણંદ ખાતે આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે ₹2535 કરોડની જોગવાઈ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેક આધારિત ઉકેલો શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે ₹3 કરોડ ફાળવવામાં આવ્યા હતા. કુલ મળીને, આ બજેટે વિકાસ, ટેકનોલોજી અને સામાજિક કલ્યાણ વચ્ચે મજબૂત સંતુલન સ્થાપિત કર્યું હતું અને ગુજરાતના સર્વાંગી વિકાસનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો.આ પણ વાંચો : Gujarat Budget 2026: કૃષિ ક્ષેત્રે ખેડૂતોને બજેટથી અનેક આશા, જાણો ગયા વર્ષે શું કરાઇ હતી મહત્વની જાહેરાત
Read Full Story arrow_forward