android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમરેલીના ગરણીમાં ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ડરનો માહોલ
calendar_today February 17, 2026

Gujarat Latest News Live : અમરેલીના ગરણીમાં ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ડરનો માહોલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, જોગણી માતાના મંદિર પાસે અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી મળી દારૂની બોટલ
calendar_today February 17, 2026

Ahmedabad: વટવામાં નશામાં ધુત કારચાલકનો આતંક, જોગણી માતાના મંદિર પાસે અકસ્માત સર્જ્યા બાદ કારમાંથી મળી દારૂની બોટલ

શહેરમાં નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. વટવા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે આજે એક કારચાલકે ભયાનક અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ કારચાલકની હાલત જોઈને સ્થાનિકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.વટવામાં નશામાં કારચાલકે કર્યો અકસ્માતઅકસ્માત થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. કારચાલક કારમાંથી બહાર નીકળી શકે તેવી હાલતમાં પણ નહોતો તેટલો તે નશામાં ચૂર હતો. જ્યારે લોકોએ કારની તલાશી લીધી ત્યારે અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. આ જોતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે કારચાલકને ઝડપી પાડી પોલીસને જાણ કરી હતી.પોલીસે કારચાલકની અટકાયત કરીવટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકની અટકાયત કરી હતી. કારમાંથી મળેલી દારૂની બોટલ કબજે કરી આરોપી વિરુદ્ધ અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીના બ્લડ સેમ્પલ લઈને તે કેટલા નશામાં હતો તેની તપાસ પણ કરી રહી છે.આ પણ વાંચો: Dahod: ગરબાડામાં શિવરાત્રીની શોભાયાત્રામાં કરતબ સમયે આગ ભભૂકી, એક વ્યક્તિનું જીવતું ભૂંજાય જવાથી મોત

Read Full Story arrow_forward
Amreliના ગરણીમાં ખેડૂતના મકાનના રસોડામાં થયો ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ઉત્તેજના સાથે ડરનો માહોલ
calendar_today February 17, 2026

Amreliના ગરણીમાં ખેડૂતના મકાનના રસોડામાં થયો ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ઉત્તેજના સાથે ડરનો માહોલ

અમરેલીના ગરણી ગામમાં ખેડૂત નાગજીભાઈ ચોપડા પટેલના મકાનમાં વહેલી સવારે ભેદી ધડાકો થતાં લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો મંગળવારે વહેલી સવારે 4:30 વાગ્યે મકાનના રસોડાના ભાગમાં ધડાકો થયો હતો જેનાથી મકાનનો ઘણો ઘરો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી ધડાકાથી રસોડું તૂટ્યું હતું અને આસપાસના મકાનો પર પણ અસર જોવા મળી હતી. ભર નિન્દ્રામાં રહેલા લોકો ભેદી ધડાકાના પગલે જાગી ગયા હતા. લોકોમાં ભારે કૂતુહલ સાથે ડર જોવા મળી રહ્યો છે. ગેસ સિલીન્ડર અને ફ્રીજ સલામત જો કે ધડાકામાં ઘરમાં રહેલો ગેસ સિલીન્ડર અને ફ્રીજ સલામત રહ્યું હતું. પરંતુ ભેદી ધડાકાના કારણે મકાનમાલિક અને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. બાબરા પોલીસને જાણ કરાઇ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ટોળા એકત્ર થયા હતા અને પછી બાબરા પોલીસને જાણ કરાઇ હતી પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી પોલીસે ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે. ધડાકો શાના કારણે થયો છે તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે. આ પણ વાંચો---     Gujarat Latest News Live : રાજ્યમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાની શરુઆત, 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી આપશે પરીક્ષા

Read Full Story arrow_forward