Surat : સચિનમાં સ્ક્રેપના વેપારી સાથે 4.90 કરોડની ઠગાઈ કરાઇ હોવાની પોલીસ ફરિયાદ, 4 આરોપી ઝડપાયા
સુરત શહેરમાં સચિનના સ્ક્રેપના વેપારી સાથે 4.90 કરોડ રૂપિયાની ઠગાઈનું પ્રકરણ સામે આવ્યું છે. આ મામલે ઇકો સેલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.ગોયેલ પરિવાર દ્વારા વેપારી સાથે 4.90 કરોડની ઠગાઇ જાહેર થયેલી વિગતો અનુસાર, ગોયેલ પરિવાર દ્વારા વેપારી સાથે 4.90 કરોડની ઠગાઇ કરવામાં આવી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપીઓ દ્વારા દુબઇમાં સ્ક્રેપના મોટા વેપારની લાલચ આપી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા. પિતા-પુત્ર સામે કચ્છમાં પણ ફરિયાદ ઠગાઈ કરનારા પિતા-પુત્ર સામે કચ્છમાં પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. આ પણ વાંચો---- Gujarat Latest News Live : અમરેલીના ગરણીમાં ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો, ધડાકાથી રસોડું તૂટ્યું, આસપાસના મકાનોને અસર, લોકોમાં ડરનો માહોલ
Read Full Story arrow_forward