Ahmedabad : 26 ફેબ્રુ.એ નગરયાત્રા અને બોર્ડ પરીક્ષા એક સાથે હોવાથી ભદ્રકાળી નગરયાત્રાના રૂટમાં ફેરફારના એંધાણ, ડીઇઓએ કરી રજૂઆત
અમદાવાદ શહેરમાં 26 ફેબ્રુઆરીએ યોજાનારી નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા અને CBSE બોર્ડ પરીક્ષાના કેન્દ્રો એક સાથે સંકળાવાને લઈને યાત્રાના રૂટમાં ફેરફારની શક્યતા છેવિદ્યાર્થીઓના હિતમાં નગરયાત્રાનો માર્ગ બદલવા અંગે ડીઇઓએ રજૂઆત કરી વિદ્યાર્થીઓના હિતમાં નગરયાત્રાનો માર્ગ બદલવા અંગે ડીઇઓએ કલેક્ટર અને શહેર પોલીસને રજૂઆત કરી છે. જમાલપુર અને ખાડીયા વિસ્તારમાં વ્યવસ્થા કરવા વિનંતી ખાસ કરીને જમાલપુર અને ખાડીયા વિસ્તારમાં આવેલા પરીક્ષા કેન્દ્રો નજીક યોગ્ય વ્યવસ્થા માટે વિનંતી કરવામાં આવી છે. રુટ પર આવેલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પહોંચવા અપીલ કરી ડીઇઓએ જણાવ્યું છે કે, કોટે વિસ્તારમાં યાત્રા અને ટ્રાફિક જામ થઇ શકે એવી શક્યતા છે, જેના કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી ન થાય તે માટે તંત્ર એલર્ટ રહેશે. તેમણે યાત્રાના રુટ પર આવેલા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પહોંચવા અપીલ કરી હતી.આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં આજથી CBSE બોર્ડ પરીક્ષાની શરુઆત, 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહથી આપશે પરીક્ષા
Read Full Story arrow_forward