android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ ધીમી ગતિએ, મંથરગતિની કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે પરેશાની
calendar_today February 17, 2026

Ahmedabad : સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ ધીમી ગતિએ, મંથરગતિની કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે પરેશાની

અમદાવાદના સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ ધીમી ગતિએ મહિનાઓથી કામ ચાલે છતાં પૂર્ણતાનો અતોપતો નથી. રોજિંદા ટ્રાફિક જામથી લોકો કંટાળ્યા છે ત્યારે આ મંથરગતિની કામગીરીથી વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે.સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ લાંબા સમયથી ચાલુ અમદાવાદના સતાધાર વિસ્તારમાં બ્રિજનું કામ લાંબા સમયથી ચાલુ છે અને મંથરગતિથી ચાલતી કામગીરીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને રોજ ટ્રાફિક જામ અને અવરજવર પર સીધી અસર થાય છે. સતાધાર બ્રિજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહત્વનો કનેક્ટિવિટી પોઇન્ટ છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો  ગોતા, સોલા અને આસપાસના વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ પરના બ્રિજ પર મરામત અને સંરચનાત્મક કામ ચાલી રહ્યું છે પરંતુ કામની ગતિ ધીમી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળે છે . સવાર-સાંજ ઓફિસ સમય દરમિયાન ટ્રાફિક ભારે હો છે અને નાના વાહનો પણ ફસાય છે ડાયવર્ઝન સ્પષ્ટ ન હોવાથી લોકો ભટકે છે.... 10–15 મિનિટનો રસ્તો હવે 30–40 મિનિટમાં પાર થાય છે આ બ્રિજ પાસે તંત્રની બેદરકારી તો જુવો.. હાલ ડાયવર્ઝન વ્યવસ્થા પૂરતી સ્પષ્ટ નથી. પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો લાગી જાય છે. સામાન્ય રીતે 10–15 મિનિટનો રસ્તો હવે 30–40 મિનિટમાં પાર થાય છે. સર્વિસ રોડ પર ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન સર્વિસ રોડ પર ખાડા અને ધૂળથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. બે-વ્હીલર ચાલકો માટે જોખમની સ્થિતિ છે. એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને પસાર થવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે ઇમર્જન્સી સમયે અવરોધ ઉભો થાય છે. આ પણ વાંચો----    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

Read Full Story arrow_forward
Banaskantha : થરાદમાં MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા, ડ્રગ્સ, મોબાઇલ, બાઇક મળી 81,960નો મુદ્દામાલ જપ્ત
calendar_today February 17, 2026

Banaskantha : થરાદમાં MD ડ્રગ્સ સાથે બે ઝડપાયા, ડ્રગ્સ, મોબાઇલ, બાઇક મળી 81,960નો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પોલીસના વાહન ચેકિંગ દરમ્યાન બે યુવકો પાસેથી MD ડ્રગ્સ ઝડપાયું છે, જે મામલે પોલીસની કાર્યવાહી આગળ વધી રહી છે.બાઇક પર સવાર 2 આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત થયું પોલીસના જણાવ્યા અનુસાર, બાઇક પર સવાર 2 આરોપીઓ પાસેથી ડ્રગ્સ જપ્ત થયું છે. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને બાઇક સાથે 81,960 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની ઓળખ સુજલ અને સાહિલ તરીકે થઈ આરોપીઓની ઓળખ સુજલ અને સાહિલ તરીકે થઈ છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS Act હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઇ રહી છે. આ પણ વાંચો----     Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

Read Full Story arrow_forward
Ahmedabad: રાયપુર દરવાજા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ
calendar_today February 17, 2026

Ahmedabad: રાયપુર દરવાજા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

શહેરમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સક્રિય બની છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ફોર્સે રાયપુર દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને 30.60 ગ્રામ MD ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.અમદાવાદમાં MD ડ્રગ્સ ઝડપાયુંઝડપાયેલા આરોપીની ઓળખ ફૈજલ ઉર્ફે ફૈજુ ધલ્લાવાલા તરીકે થઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફૈજલ આ જથ્થો છૂટક વેચાણ માટે લાવ્યો હતો, પરંતુ તે ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરે તે પહેલા જ ટાસ્ક ફોર્સે તેને દબોચી લીધો હતો. આ મામલે ખાડિયા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરાર આરોપીઓની શોધખોળઆ કેસમાં અન્ય બે આરોપીઓ, ફૈઝાન અને મહેરબાન સિંહ ના નામ ખુલ્યા છે, જેઓ હાલ ફરાર છે. પોલીસ આ બંનેની શોધખોળ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે ખાડિયા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 6 કરોડના હાઈબ્રીડ ગાંજાના કેસમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર ઝડપાયો

Read Full Story arrow_forward