android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: સુપરવાઇઝરના માનસિક ત્રાસથી કંટાળી સિટી બસ ડ્રાઇવરે ઝેરી દવા ગટગટાવી
calendar_today February 17, 2026

Rajkot: સુપરવાઇઝરના માનસિક ત્રાસથી કંટાળી સિટી બસ ડ્રાઇવરે ઝેરી દવા ગટગટાવી

રાજકોટ શહેરમાં પરિવહન સેવા પૂરી પાડતી રાજપથ લિમિટેડના એક સિટી બસ ડ્રાઇવરે આત્મહત્યાનો પ્રયાસ કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તુળોમાં દોડધામ મચી ગઈ છે. બસ ડ્રાઇવર સાદિક મુરમાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.વીડિયો વાયરલ કરી વ્યથા ઠાલવીઆત્મહત્યાનું પગલું ભરતા પહેલા સાદિક મુરમાએ એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, રાજપથ લિમિટેડના સુપરવાઇઝર વિક્રમ ડાંગર તેને અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યા હતા. સુપરવાઇઝરના દબાણ અને કનડગતથી કંટાળીને તે આ અંતિમ પગલું ભરી રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું.રાજપથ લિમિટેડ ફરી વિવાદમાંરાજકોટમાં સિટી બસનું સંચાલન કરતી રાજપથ લિમિટેડના સુપરવાઇઝરો સામે આ કોઈ પ્રથમ આક્ષેપ નથી. અગાઉ પણ અનેક ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા સુપરવાઇઝરોની વર્તણૂક અને કામના ભારણ અંગે ફરિયાદો કરવામાં આવી છે. ત્યારે આ ઘટના બાદ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.આ પણ વાંચો: Ahmedabad: રાયપુર દરવાજા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે  મિશ્ર ઋતુ વચ્ચે ગરમીનો અહેસાસ થશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે,
calendar_today February 17, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે મિશ્ર ઋતુ વચ્ચે ગરમીનો અહેસાસ થશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે,

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Weather : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે
calendar_today February 17, 2026

Gujarat Weather : રાજ્યમાં આજથી ગરમીનું જોર વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે

રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે હવે ગરમીનો અહેસાસ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી મહત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાશે અને આવનારા દિવસોમાં ગરમીનું જોર વધુ અનુભવાશે.મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયમાં તાપમાનમાં વધારો થવાથી લોકોમાં ઉકળાટનો અહેસાસ વધ્યો છે.  નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ડીસામાં 15.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.8 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે. વડોદરામાં 17 ડિગ્રી તાપમાન સાથે સવારની ઠંડકનો અહેસાસ રહ્યો હતો. હાલ મિશ્ર ઋતુનો માહોલ હવામાન નિષ્ણાતોના મતે હાલ મિશ્ર ઋતુનો માહોલ છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયમાં ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.આ પણ વાંચો----     Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત  

Read Full Story arrow_forward