android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : પોર્ટર કંપનીમાં વાહનો ભાડે આપવાની લાલચ આપી વાહનોને  ગીરો પેટે વેચાણ કરી દેતો આરોપી ઝડપાયો
calendar_today February 16, 2026

Ahmedabad : પોર્ટર કંપનીમાં વાહનો ભાડે આપવાની લાલચ આપી વાહનોને ગીરો પેટે વેચાણ કરી દેતો આરોપી ઝડપાયો

સામાન્ય નાગરીકોને પોર્ટર કંપનીમાં ઉંચા ભાડે વાહન મુકવાની લાલચ આપી વાહનો મેળવી ગીરે પેટે વેચી દઇને છેતરપિંડી કરનારા આરોપીને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે.12 વાહનો ફરિયાદી અને અન્યો પાસેથી મેળવ્યા સરખેજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી કે ઇકબાલ રહીમ સિપાઇએ તેમની પાસે પોર્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ છે અને પોર્ટર કંપનીમાં એક માલ વાહક ગાડીનું માસિક ભાડુ 27 હજાર મળશે તેવો વિશ્વાસ આપી તથા તેના ઓળખીતા અલગ અલગ માલવાહક વાહનો જેની એકની કિંમત દોઢ લાખ થાય છે તેવા 12 વાહનો ફરિયાદી અને અન્યો પાસેથી મેળવ્યા હતા વાહનો ગીરો પેટે વેચાણે આપી દઇ છેતરપિંડી કરી જો કે ત્યારબાદ આરોપીએ વાહનો પોર્ટર કંપનીમાં ભાડે આપ્યા ન હતા જેથી વાહનો પરત માગતા ફરિયાદીની જાણ વગર કે સહમતી મેળવ્યા વગર તેમનું અને અન્યોના વાહનો ગીરો પેટે વેચાણે આપી દઇ છેતરપિંડી કરી હતી આ જ મોડસ ઓપરેન્ડીથી 30 જેટલા નાના મોટા માલ વાહકો વેચી દીધા હતા સરખેજ પોલીસે આ મામલે ઉંડી તપાસ કરી આરોપી ઇકબાલને ઝડપી લઇ પુછપરછ કરતા તેણે આ જ મોડસ ઓપરેન્ડીથી 30 જેટલા નાના મોટા માલ વાહકો સામાન્ય લોકો પાસેથી લઇ ગીરો પેટે વેચાણે આપી દીધા હોવાનો ઘટસ્ફોટ થયો હતો પોલીસે 17 વાહનોનો મુદ્દામાલ કબજે કર્યો સરખેજ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને 17 વાહનો (કિંમત 26.50 લાખ) ગણતરીના સમયમાં શોધી કાઢ્યા હતા અને આરોપીની વધુ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો----    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

Read Full Story arrow_forward
Ahmedabad માં શ્વાન માટે 126 ફીડિંગ સ્પોટ જાહેર, ગંદકી અને અકસ્માત નિવારવા યોજનાની શરૂઆત
calendar_today February 16, 2026

Ahmedabad માં શ્વાન માટે 126 ફીડિંગ સ્પોટ જાહેર, ગંદકી અને અકસ્માત નિવારવા યોજનાની શરૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં શેરી શ્વાન માટે 126 ડોગ ફીડિંગ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને NCDCની માર્ગદર્શિકા પ્રમાણે લેવામાં આવ્યો છે.શ્વાનના કારણે થતાં આકસ્મિક અકસ્માતો ટળશે AMCના અધિકારીઓએ જણાવ્યુ કે, આ ફીડિંગ સ્પોટ બનાવવાથી શ્વાનને નિયમિત ખોરાક મળશે અને શહેરમાં ગંદકી અને રોડ પર શ્વાનના કારણે થતા આકસ્મિક અકસ્માતો ટળશે. શહેરના મુખ્ય વિસ્તારમાં આ સ્પોટ્સ શહેરના મુખ્ય વિસ્તારમાં આ સ્પોટ્સ સ્થપાવવામાં આવ્યા છે અને સ્થાનિક લોકો અને સોસાયટીના સભ્યોને પણ આ કાર્યક્રમ માટે સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો----    Surat : બિલ્ડર તુષાર ગેલાણી આત્મહત્યા કેસમાં નવો વળાંક, મહિલાના માનસિક ત્રાસથી બદનામીના ભયે બિલ્ડરે કર્યો હતો આપઘાત

Read Full Story arrow_forward
Jammu Kashmirમાં 14 પર્યટન સ્થળ ફરીથી ખુલશે, ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ લીધો નિર્ણય
calendar_today February 16, 2026

Jammu Kashmirમાં 14 પર્યટન સ્થળ ફરીથી ખુલશે, ઉપ રાજ્યપાલ મનોજ સિંહાએ લીધો નિર્ણય

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ સોમવારે (16 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સાવચેતીના પગલા તરીકે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.વર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ પછી નિર્ણય લેવાયો LGના કાર્યાલયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય વ્યાપક સુરક્ષા સમીક્ષા અને વર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ પછી લેવામાં આવ્યો છે. LGએ જણાવ્યું હતું કે, "સંપૂર્ણ સુરક્ષા સમીક્ષા અને ચર્ચા પછી, મેં કાશ્મીર અને જમ્મુ વિભાગમાં વધુ પર્યટન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે, જે સાવચેતીના પગલા તરીકે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા." કાશ્મીર વિભાગના 11 પર્યટન સ્થળો લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ જણાવ્યું હતું કે કાશ્મીર વિભાગના 11 પર્યટન સ્થળો - યુસમર્ગ, દૂધપથરી, કોકરનાગમાં દાંડીપુરા પાર્ક, શોપિયામાં પીર કી ગલી, દુબજાન અને પદપાવન, શ્રીનગરમાં અસ્તાનપોરા, ટ્યૂલિપ ગાર્ડન, થજવાસ ગ્લેશિયર, ગાંદરબલમાં હંગ પાર્ક અને બારામુલ્લામાં વુલર અને વાટલાબને તાત્કાલિક ફરીથી ખોલવામાં આવશે. જમ્મુ વિભાગના 3 પર્યટન સ્થળો જમ્મુ વિભાગના ત્રણ પર્યટન સ્થળો - રિયાસીમાં દેવી પિંડી, રામબનમાં મહુ મંગત અને કિશ્તવાડમાં મુઘલ મેદાન પણ તાત્કાલિક અસરથી ફરી ખુલશે. તેમણે કહ્યું કે કાશ્મીર વિભાગના ત્રણ સ્થળો - ગુરેઝ, અથવાટુ અને બંગુસ - અને જમ્મુ વિભાગના એક સ્થળ - રામબનમાં રામકુંડ - બરફ પીગળ્યા પછી ફરી ખુલશે. કુલ પ્રવાસન સ્થળોની સંખ્યા વધીને 26 થઈ આ સાથે કામચલાઉ બંધ કર્યા પછી ફરી ખુલેલા પ્રવાસન સ્થળોની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે. અગાઉ, ગયા વર્ષે 26 સપ્ટેમ્બરના રોજ ઉપરાજ્યપાલે 12 પ્રવાસન સ્થળોને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો હતો. હકીકતમાં, ગયા વર્ષે 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ઉપરાજ્યપાલ વહીવટીતંત્રે જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 50 પ્રવાસન સ્થળો બંધ કરી દીધા હતા. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટનાએ સમગ્ર દેશને આઘાત આપ્યો હતો.આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ

Read Full Story arrow_forward