android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagarમાં ભક્તિના ધામમાં તસ્કરોનો હાથફેરો: મંદિરમાંથી છતર અને દાનપેટીની રોકડની ચોરી
calendar_today February 16, 2026

Jamnagarમાં ભક્તિના ધામમાં તસ્કરોનો હાથફેરો: મંદિરમાંથી છતર અને દાનપેટીની રોકડની ચોરી

જામનગર જિલ્લામાં તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જામનગર નજીક આવેલા પ્રસિદ્ધ ધુતારપુર ગામના મંદિરમાં ગઈકાલે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. રીઢા ગુનેગારોએ પવિત્ર ગણાતા મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચાંદીના છતર અને દાનપેટીમાં રહેલી રોકડ રકમની લૂંટ ચલાવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.દાનપેટી તોડી રોકડ રકમની લૂંટ ચલાવી ગઈકાલે મોડી રાત્રે જ્યારે મંદિર બંધ હતું ત્યારે તસ્કરોએ ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ભગવાનના શણગારના અમૂલ્ય એવા ચાંદીના છતરની ચોરી કરી હતી અને ત્યારબાદ મંદિરમાં રહેલી દાનપેટીના તાળા તોડી તેમાંથી રોકડ રકમ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો ચોરી કરતા સ્પષ્ટપણે દ્રશ્યમાન થાય છે. CCTV ફૂટેજમાં કેદ થયા રીઢા ગુનેગારો આજે વહેલી સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોમાં પણ નાકાબંધી કરી તસ્કરોને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યંપ છે. શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ધાર્મિક સ્થાનોમાં પણ અસુરક્ષાનો માહોલ સર્જાતા સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ નાકા પાસે ટ્રકમાં ભીષણ આગ, વાહનોની લાંબી કતારો જોવા મળી
calendar_today February 16, 2026

Bharuch: દિલ્હી મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર માતર ટોલ નાકા પાસે ટ્રકમાં ભીષણ આગ, વાહનોની લાંબી કતારો જોવા મળી

ભરૂચના આમોદ નજીકના માતર ટોલ નાકા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક ટ્રકમાં ભીષણ આગ લાગતાં સમગ્ર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતીહાઈવે પર વાહનોની લાંબી કતારો આગ એટલી ભયાનક હતી કે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોમાં ભય ફેલાઇ ગયો હતો.  ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ ટ્રાફિક પોલીસે હાઇવેને કેટલાક કલાકો માટે બંધ કરવો પડ્યો અને ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે ટ્રક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયો હતો.આ પણ વાંચો----    Amreli : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું, તપાસ દરમિયાન યુવરાજસિંહની ગાડી પર હુમલો કરાયો હોવાનો આરોપ

Read Full Story arrow_forward
Amreli News: આખરે હિંસક સિંહણ પાંજરે પુરાઈ, મહિલાનો ભોગ લેનાર સિંહણને પકડવા વન વિભાગનું સફળ ઓપરેશન
calendar_today February 16, 2026

Amreli News: આખરે હિંસક સિંહણ પાંજરે પુરાઈ, મહિલાનો ભોગ લેનાર સિંહણને પકડવા વન વિભાગનું સફળ ઓપરેશન

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામે ગઈકાલે બનેલી કરુણ ઘટના બાદ વન વિભાગને મોટી સફળતા મળી છે. ખેતરની વાડીમાં કામ કરી રહેલા મહિલા પર જીવલેણ હુમલો કરનાર હિંસક સિંહણને વન વિભાગે પાંજરે પૂરી દીધી છે. આ સમાચાર મળતા જ છેલ્લા 24 કલાકથી ભયના ઓથાર હેઠળ જીવી રહેલા સ્થાનિક ગ્રામજનો અને ખેતમજૂરોએ રાહતનો શ્વાસ લીધો છે.ધારીના ગોવિંદપુર ગામે વન વિભાગની કાર્યવાહી ગઈકાલે ગોવિંદપુર ગામે સિંહણે મંજુલાબેન સોલંકી નામના મહિલા પર હુમલો કરી તેમનો જીવ લીધો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે રોષ અને ભય ફેલાયો હતો. વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવી સિંહણને ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે ત્રણથી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આખી રાત ચાલેલા સર્ચ ઓપરેશન બાદ આખરે હિંસક સિંહણ પાંજરામાં કેદ થઈ હતી. ઘટના બાદ સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ ગોવિંદપુર અને આસપાસના ગામડાઓમાં સિંહણના આતંકને કારણે ખેડૂતો વાડીએ જતાં ડરી રહ્યા હતા. ખાસ કરીને મહિલાના મોત બાદ ખેતમજૂરોમાં પણ ફફડાટ હતો. સિંહણ પાંજરે પુરાતા હવે લોકોમાં શાંતિનો માહોલ છે. વન વિભાગ દ્વારા આ સિંહણને હવે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જ્યાં તેના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward