android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વલસાડ સાયબર સેલે ત્રણ કરોડનું કૌભાંડ ઝડપ્યું, 40 બેંક ખાતાઓમાં કરોડોના વ્યવહાર પકડાયા
calendar_today February 13, 2026

Gujarat Latest News Live : વલસાડ સાયબર સેલે ત્રણ કરોડનું કૌભાંડ ઝડપ્યું, 40 બેંક ખાતાઓમાં કરોડોના વ્યવહાર પકડાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Kutch : ભુજના એરપોર્ટ રોડ પર અકસ્માત, ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા યુવકનું મોત
calendar_today February 13, 2026

Kutch : ભુજના એરપોર્ટ રોડ પર અકસ્માત, ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા યુવકનું મોત

ભુજના એરપોર્ટ રોડ પર પસાર થઇ રહેલા એક્ટિવા ચાલકને ડમ્પર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત થયો હતો અને એક્ટિવા ચાલક યુવકને ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું.યુવક સાથે બકરી પણ મોતને ભેટી આ યુવક યુવક બકરીને સાથે લઇને બકરી માટે દવા લેવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં યુવક સાથે બકરી પણ મોતને ભેટી હતી. ઘટનાના પગલે લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.  ગઇ કાલે પણ શહેરમાં એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો ઉલ્લેખનિય છે કે ગઇ કાલે પણ શહેરમાં એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, ટ્રક અને ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં વાહનો હંકારતા હોય છે તેના કારણે અવાર નવાર આ પ્રકારના જીવલેણ અકસ્માત સર્જાય છે. આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો શહેરમાં વધી રહેલા અકસ્માતો આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. પોલીસે હાલ ઘટનાની તપાસ શરૂ કરી છે અને માર્ગ સુરક્ષા વધારવા માટે પગલાં લેવા માટે દબાણ સામે આવી રહ્યું છે.આ પણ વાંચો-----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં બાઉન્ડ્રી વોલ બની વિધાર્થીઓ માટે જોખમી, દીવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ
calendar_today February 13, 2026

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીમાં બાઉન્ડ્રી વોલ બની વિધાર્થીઓ માટે જોખમી, દીવાલ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ

અમદાવાદ શહેરની ગુજરાત યુનિવર્સિટીમાં વિધાર્થીઓ માટે જોખમી બનેલી બાઉન્ડ્રી વોલને તુરંત દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.વૃક્ષની બાજુમાં બનાવવામાં આવવાને કારણે તેમાં તિરાડ પડીઆ મોટી દિવાલ મોટી વૃક્ષની બાજુમાં બનાવવામાં આવવાને કારણે તેમાં તિરાડ પડી હતી. તિરાડના કારણે ભવિષ્યમાં કોઇ દૂર્ઘટના સર્જાઇ શકે તેમ હતી જેથી તંત્રએ આગોતરા પગલાં લઇને દિવાલ તોડવાના આદેશ આપ્યા હતા વિપક્ષે આરોપ લગાવ્યો તંત્રએ તરત કાર્યવાહી કરી વોલ દૂર કરવા શરૂ કરી દીધી છે. તંત્રના અણધડ વહીવટને લઈને દિવાલ તોડવી પડી હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો..આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward